Technology: ભારતમાં ખુલી એશિયાની સૌથી મોટી ફેસબુકની ઓફિસ, જાણો ક્યા શહેરમાં

|

Dec 09, 2021 | 11:42 AM

META એ ભારતના આ શહેરમાં પોતાની એશિયાની પહેલી ઓફિસ ખોલી છે. જે સ્ટેન્ડ એલોન ફેસિલિટી સાથે આવે છે. અને ઘણી સારી સુવિધાઓ ધરાવે છે.

Technology: ભારતમાં ખુલી એશિયાની સૌથી મોટી ફેસબુકની ઓફિસ, જાણો ક્યા શહેરમાં
Facebook (File Photo)

Follow us on

Facebook આઈએનએસી INAC નું તાજેતરમાં Meta નામ આપવામાં આવ્યું હતું અને હવે Meta એ ભારતમાં તેની નવી ઓફિસ ખોલી છે. META દ્વારા ખોલવામાં આવેલી આ એશિયાની સૌથી મોટી ઓફિસ છે. જેના ઈનોગ્રેશન પર કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર પહોંચ્યા હતા. આ ઓફિસ દિલ્હી NCR સ્થિત ગુરુગ્રામમાં તૈયાર કરવામાં આવી છે.

કંપનીનું નામ META રાખ્યા પછી, કંપનીની ગુરુગ્રામમાં એશિયાની પ્રથમ ઓફિસ છે, જે સ્ટેન્ડ એલોન (standalone facility)સુવિધા સાથે આવે છે. કંપનીએ આગામી ત્રણ વર્ષમાં 10 મિલિયન નાના વેપારીઓ, ઉદ્યમીઓ અને 2,50,000 ક્રિએટર્સને તાલીમ આપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

કદમાં કેટલું મોટું

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

METAની નવી ઓફિસ 1,30,000 ચોરસ ફૂટના વિસ્તારમાં બનાવવામાં આવી છે. આ ઓફિસમાં સેન્ટર ફોર ફ્યુઅલિંગ ઈન્ડિયાઝ ન્યૂ ઈકોનોમી (C-FINE)પણ સ્થિત હશે. ફેસબુક ઈન્ડિયા (META)ના વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર અજીત મોહને જણાવ્યું છે કે તેમની પાસે ભારતમાં સૌથી મોટી ટીમ હશે. આ કાર્યાલય પરિવર્તનમાં ભાગ લેનાર દરેક માટે ખુલ્લું રહેશે.

શિક્ષણ અને અભ્યાસ માટે ભાગીદારી

મેટા ટેકનોલોજી નવીનતાઓ વિકસાવવા માટે C-FINE સાથે મળીને કામ કરશે. આનાથી શિક્ષણ, અર્થશાસ્ત્ર અને આરોગ્ય સુવિધાઓની દિશામાં AR અને VR જેવી ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન મળશે. આ કેન્દ્ર મહિલાઓ અને બાળકોની સુરક્ષા જેવા મહત્વના મુદ્દાઓ પર કામ કરશે.

ઘણા દિગ્ગજ પ્લેટફોર્મ મેટા હેઠળ આવે છે

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ (Instagram) અને વોટ્સએપ જેવી એપ્સ મેટા હેઠળ કામ કરે છે, જે સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ અને મેસેજિંગ એપ્સમાં ખૂબ જ લોકપ્રિય છે. C-FINE સાથે META એક અબજ ભારતીયોને તાલીમ આપશે.

કાર્યક્રમ દરમિયાન મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે ટેક્નોલોજી ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહિત કરે છે અને રોકાણ અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. તેમને આશા છે કે સી-ફાઇન જેવી કંપનીઓ સાથેની ભાગીદારી માત્ર ટેક્નોલોજી ઉદ્યોગસાહસિકતા અને નવીનતાને ફ્યુઅલ કરવામાં મદદ કરશે નહીં,

પરંતુ સમગ્ર દેશમાં યુવાનોને સશક્ત બનાવશે. ત્યારે સપના સાકાર થશે અને આ ઇન્ટરનેટ અને ટેક્નોલોજીની શક્તિ હોવી જોઈએ. તમને જણાવી દઈએ કે વર્ષ 2006માં મેટા કંપની ભારતમાં ફેસબુક નામથી શરૂ થઈ હતી. કંપનીએ હૈદરાબાદમાં માત્ર એક એપથી શરૂઆત કરી હતી.

આ પણ વાંચો: એલોન મસ્ક રહે છે રેન્ટ પર, દુનિયાના સૌથી અમીર વ્યક્તિ પાસે નથી હવે પોતાનું ઘર, જાણો કારણ

આ પણ વાંચો: Viral Video: ફજેતીનું બીજુ નામ એટલે પાકિસ્તાન, બોલો ! રેલવે ડ્રાઈવરે દહીં ખરીદવા માટે રોકી ટ્રેન, લોકોએ કહ્યું ‘ક્યારે સુધરશે પાકિસ્તાન’!

Next Article