Tech News: Appleએ રશિયા પર લગાવ્યા મોટા પ્રતિબંધ, વેચાણ અને એપ્લિકેશન પ્રતિબંધ સાથે આ સર્વિસ કરી બેન

|

Mar 02, 2022 | 11:32 AM

આ યુદ્ધની વચ્ચે અમેરિકન આઇફોન નિર્માતા કંપની એપલે રશિયા પર કડક પ્રતિબંધોની જાહેરાત કરી છે. Appleએ એક નિવેદનમાં જાહેરત કરી છે કે તેણે રશિયામાં નિકાસ કરવામાં આવતી તમામ પ્રકારની પ્રોડક્ટ્સના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.

Tech News: Appleએ રશિયા પર લગાવ્યા મોટા પ્રતિબંધ, વેચાણ અને એપ્લિકેશન પ્રતિબંધ સાથે આ સર્વિસ કરી બેન
Apple
Image Credit source: File Photo

Follow us on

રશિયા અને યુક્રેન (Ukraine Russia War) વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધની વચ્ચે અમેરિકન આઇફોન નિર્માતા કંપની એપલે રશિયા પર કડક પ્રતિબંધોની જાહેરાત કરી છે. Appleએ એક નિવેદન જાહેર કરીને જાહેરાત કરી છે કે તેણે રશિયામાં નિકાસ કરવામાં આવતી તમામ પ્રકારની પ્રોડક્ટ્સના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. સાથે જ એપલ પે (Apple Pay)સેવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સિવાય એપલે એપ સ્ટોરમાંથી રશિયન ન્યૂઝ એપ્સ RT અને સ્પુટનિક(Sputnik)ને હટાવી દીધી છે.

સતત દબાણ બનાવાના પ્રયાસમાં યુક્રેન

એપલે રશિયામાં તમામ પ્રકારના ઉત્પાદનોની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. જો એપલની વાત માનીએ તો તેનું કારણ રશિયા તરફથી યુક્રેન પર હુમલો અને હિંસા છે. કંપનીના જણાવ્યા અનુસાર, તે વર્તમાન પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને હિંસાથી પ્રભાવિત દેશો સાથે સતત સંપર્કમાં છે. યુક્રેન સતત રશિયા પર દબાણ લાવવાની કોશિશ કરી રહ્યું છે. આ અંતર્ગત રશિયા તરફથી આર્થિક પ્રતિબંધો દ્વારા રશિયાને અલગ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રયાસમાં એપલે પોતાનું યોગદાન જાહેર કર્યું છે.

યુક્રેનએ એપલ ઉત્પાદનો પર પ્રતિબંધની કરી હતી માગ

આપને જણાવી દઈએ કે ગત અઠવાડિયે યુક્રેનના નાયબ વડા પ્રધાન મિખાઈલો ફેડોરોવે (Mykhailo Fedorov) એપલને એક ખુલ્લો પત્ર લખ્યો હતો, જેમાં તેણે રશિયાને કંપનીના ઉત્પાદનો, સેવાઓ અને એપ સ્ટોરમાંથી હટાવવાનું કહ્યું હતું.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ગૂગલ અને માઈક્રોસોફ્ટએ પણ લગાવ્યો પ્રતિબંધ

ગૂગલની માલિકીની કંપની આલ્ફાબેટ (યુટ્યુબ) એ યુરોપમાં રશિયન મીડિયાની ચેનલોને બ્લોક કરવાનો નિર્ણય લીધો છે. રશિયન ચેનલો તેમની કન્ટેન્ટ YouTube પર બતાવી નહીં શકે. ત્યારે ગૂગલની સાથે, માઇક્રોસોફ્ટ પણ રશિયન મીડિયાને બ્લોક કરી રહી છે. યુટ્યુબ રશિયન મીડિયા RT અને સ્પુટનિક જેવી ચેનલોને યુરોપમાં કન્ટેન્ટ બતાવવા પર પ્રતિબંધ મૂકી રહ્યું છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે આલ્ફાબેટ કંપનીએ આ નિર્ણય લીધો છે. ત્યારે માઇક્રોસોફ્ટ કંપનીએ કહ્યું કે તે RT અને સ્પુટનિકની કન્ટેન્ટને બતાવશે નહીં. Bing પર તેના શોધ પરિણામોને ડી-રેન્ક કરશે નહીં અને તેના જાહેરાત નેટવર્કમાંથી તે સાઇટ્સ પર કોઈપણ રશિયન જાહેરાતો મૂકશે નહીં.

આ પણ વાંચો: Success Story: ડ્રેગન ફ્રુટ અને સ્ટ્રોબેરીની ખેતીથી કરી રહ્યા છે સારો નફો, જાણો આ પ્રગતિશીલ ખેડૂતની કહાની

આ પણ વાંચો: Viral: જેસીબી ચાલકે બાઈક પર બેઠેલા શખ્સની કરી મદદ, લોકોએ કહ્યું માનવતા હજુ જીવે છે

Next Article