
Apple AirPods Max 2 : Apple એ તેના નવા ઓવર-ઇયર હેડફોન AirPods Max 2 ભારતમાં લોન્ચ કર્યા છે. આ ડિવાઇસ પાછલા મોડેલ કરતાં ઘણા અપગ્રેડ સાથે લાવવામાં આવ્યો છે. જેમાં નવી H2 ચિપ અને સુધારેલ ઓડિયોનો સમાવેશ થાય છે. કંપનીનો દાવો છે કે આ ડિવાઇસમા પહેલા કરતાં મજબૂત એક્ટિવ નોઈઝ કેન્સલેશન (ANC) તેમજ સ્માર્ટ સુવિધાઓનો સમાવેશ કર્યો છે. તે 20-કલાકની બેટરી લાઇફ પણ પ્રદાન કરે છે. તેમજ ઉચ્ચ-સ્તરના વપરાશકર્તાઓને લક્ષ્ય બનાવતી તેની પ્રીમિયમ ડિઝાઇનને પણ જાળવી રાખી છે.
ભારતમાં AirPods Max 2 ની કિંમત રૂપિયા 67,900 રાખવામાં આવી છે, જે તેને પ્રીમિયમ હેડફોન શ્રેણીમાં મૂકે છે. આ ડિવાઇસ વાદળી, મિડનાઇટ, નારંગી, જાંબલી અને સ્ટારલાઇટ જેવા પાંચ રંગના વિકલ્પોમાં આવશે. કંપનીના જણાવ્યા અનુસાર, આ ડિવાઇસને 25 માર્ચથી ઓર્ડર કરી શકાશે. તેમજ આવતા મહિનાથી ડિલિવરી શરૂ થઈ જશે. Apple તેના વપરાશકર્તાઓને AppleCare+ સેવાઓ પણ ઓફર કરી રહ્યું છે, જે નુકસાન અને સપોર્ટને આવરી લે છે.
નવા AirPods Max 2 માં Apple ની H2 ચિપ છે. જે અગાઉની H1 ચિપ કરતા વધુ અદ્યતન માનવામાં આવે છે. કંપની કહે છે કે આનાથી સક્રિય અવાજ રદ કરવાની ક્ષમતા દોઢ ગણી વધુ અસરકારક બને છે. તેમજ તેની પારદર્શિતા મોડમાં પણ સુધારો કરવામાં આવ્યો છે, જેનાથી બહારના અવાજો વધુ કુદરતી બને છે. એક નવું હાઇ-ડાયનેમિક રેન્જ એમ્પ્લીફાયર પણ અવાજની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો કરે છે.
AirPods Max 2 માં ઘણી નવી સ્માર્ટ સુવિધાઓ છે જે તેને વધુ અનોખી બનાવે છે. એડેપ્ટિવ ઑડિયો આસપાસના વાતાવરણના આધારે આપમેળે અવાજને સુધારવામાં મદદ કરે છે. તેમજ વપરાશકર્તા બોલે ત્યારે સંગીતનું પ્રમાણ ઘટી જાય છે. એપલના લાઈવ ટ્રાન્સલેશન ફીચર દ્વારા તમે જે-તે સમયમાં કોઈ પણ ભાષામાં વાતચીત કરવામાં મદદરૂપ થાય છે.
એપલનો દાવો છે કે AirPods Max 2 મા ANC અને સ્પેશિયલ ઑડિઓ સાથે 20 કલાક સુધીની બેટરી લાઇફ આપવામાં આવે છે. ફાસ્ટ ચાર્જિંગ પણ સપોર્ટેડ છે. હેડફોન્સ USB Type-C દ્વારા લોસલેસ ઑડિઓ અને ગેમિંગ માટે લો-લેટન્સી ઑડિઓને સપોર્ટ કરે છે. કંપનીએ પર્યાવરણને અનુકૂળ બનાવવા રિસાયકલ કરેલી સામગ્રીનો ઉપયોગ કરીને ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.
Facebook પર નહીં ચાલે કોપી-પેસ્ટ કન્ટેન્ટ, ફરિયાદ થતાં જ થશે તાત્કાલિક કાર્યવાહી, જાણો આ રીતે… વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 1:41 pm, Tue, 17 March 26