Koo પર આવ્યું જબરજસ્ત ફીચર, હવે પ્રાદેશિક ભાષામાં બોલીને ટાઇપ કરી શકશો મેસેજ

|

May 12, 2021 | 6:48 PM

દેશી ટ્વિટર Koo માં એક નવી સુવિધા ઉમેરવામાં આવી છે. આ સુવિધાના માધ્યમથી હવે યુઝર્સ તેમના સંદેશ લખવાની જરૂર નહિ રહે. એનો અર્થ એ છે કે યુઝર્સ હવે બોલીને પણ સંદેશ ટાઇપ કરી શકશે. એટલે કે Koo હવે 'ટોક ટુ ટાઈપ'ની નવી સુવિધા આપી રહ્યું છે.

Koo પર આવ્યું જબરજસ્ત ફીચર, હવે પ્રાદેશિક ભાષામાં બોલીને ટાઇપ કરી શકશો મેસેજ
Koo પર આવ્યું જબરજસ્ત ફીચર

Follow us on

દેશી ટ્વિટર Koo માં એક નવી સુવિધા ઉમેરવામાં આવી છે. આ સુવિધાના માધ્યમથી હવે યુઝર્સ તેમના સંદેશ લખવાની જરૂર નહિ રહે. એનો અર્થ એ છે કે યુઝર્સ હવે બોલીને પણ સંદેશ ટાઇપ કરી શકશે. એટલે કે Koo હવે ‘ટોક ટુ ટાઈપ’ની નવી સુવિધા આપી રહ્યું છે. તમે જે બોલશો અને શબ્દો સ્ક્રીન પર ટાઈપ થયેલા દેખાશે. અને આ બધું કીબોર્ડનો ઉપયોગ કર્યા વિના ફક્ત બટનને ક્લિક કરીને કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ સુવિધા દેશની તમામ પ્રાદેશિક ભાષાઓને સપોર્ટ કરશે. એટલે કે, હવે કોઈ પોસ્ટ લખવા માટે સ્માર્ટફોન પર ટાઇપ કરવાની જરૂર રહેશે નહીં.

એપ્લિકેશન આ 7 ભાષાઓમાં ટાઇપ કરી શકાશે

Koo એપ્લિકેશન હાલમાં હિન્દી, અંગ્રેજી, કન્નડ, તેલુગુ, તમિલ, બંગાળી અને મરાઠી ભાષાઓને સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે ‘કુ’ વિશ્વનું પ્રથમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે જેણે આ તમામ પ્રાદેશિક ભારતીય ભાષાઓમાં “ટોક ટુ ટાઇપ” દર્શાવ્યું છે. આ સુવિધાની રજૂઆત સાથે યુઝર્સ સંદેશા સરળતાથી લખી શકશે. આવી સુવિધા દ્વારા, કીબોર્ડનો ઉપયોગ કરીને યુઝર્સ સક્ષમ થશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મનની વાત બોલો અને લખેલા શબ્દો સ્ક્રીન પર

કુના સહ-સ્થાપક, અપ્રમેય રાધાકૃષ્ણે કહ્યું કે આ ‘ટોક ટુ ટાઇપ’ સુવિધા અદભૂત છે અને પ્રાદેશિક ભાષાના સર્જકો માટે લાભદાયી છે. તેમજ યુઝર્સને હવે લાંબા સમય સુધી કીબોર્ડનો ઉપયોગ કરીને લખવું નહીં પડે. ભારતીય ભાષા બોલતા બધા લોકો હવે ફોન પર મનની વાત કહેશો અને શબ્દો સ્ક્રીન પર દેખાશે. એવા લોકો માટે કે જેની માટે સ્થાનિક ભાષાઓમાં લખવું મુશ્કેલ હતું તેમની માટે આ સુવિધા બધી પીડા દૂર કરશે. તમને આ સુવિધા ફેસબુક, ટ્વિટર અથવા અન્ય કોઈ વૈશ્વિક પ્લેટફોર્મ પર મળશે નહીં.

Koo એપ પર મળશે આ શાનદાર ફીચર

Koo એપને માર્ચ 2020 માં ભારતીય ભાષાઓના એક માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ તરીકે લોન્ચ કરવામાં આવી હતી.Koo પર તમે કોઈ અજાણ્યા Koo યુઝર્સને મેસેજ કરી શકતા નથી અને જો તમે કોઈને મેસેજ કરવા માંગતા હો તો તમારે તેમની પાસેથી પરવાનગી લેવી પડશે. જો તે પરમીશન આપે તો તમે તેમની સાથે માત્ર ચેટ કરી શકો છો, Koo પર અત્યારે 55 લાખથી વધુ યુઝર્સ જોડાયેલા છે. આ વર્ષે એપ્લિકેશનનો ઝડપથી ગ્રોથ થઈ રહ્યો છે. કંપનીનું કહેવું છે કે તેમનો ટાર્ગેટ 10 કરોડ યુઝર્સને જોડવાનો છે.

 

Published On - 6:41 pm, Wed, 12 May 21

Next Article