Google Pay પર લોકોના આધાર અને બેંક ડેટા ગેરકાયદે એકત્ર કરવાનો આરોપ, જાહેર હિતની અરજી

|

Jan 01, 2021 | 3:33 PM

દિલ્હી હાઇકોર્ટમા એક જાહેરહિતની અરજીમા આરોપ લગાવવામા આવ્યો છે કે Google Pay  દ્વારા  કથિત સરકારી  નિયમોનો ભંગ કરવામા આવે છે. જેમાં અનેક નિયમોનો ભંગ કરીને ગ્રાહકોના આધાર અને  બેંક સાથે જોડાયેલી માહિતી માંગવામા આવે છે. જે માહિતી કંપની પોતાની પાસે રાખે છે. આ અરજીની સુનવણી દરમ્યાન ગુરુવારે ન્યાયાધીશ વિભુ બાખરું અને ન્યાયાધીશ પ્રતિક જાલાનની  ખંડપીઠે […]

Google Pay પર લોકોના આધાર અને બેંક ડેટા ગેરકાયદે એકત્ર કરવાનો આરોપ, જાહેર હિતની અરજી

Follow us on

દિલ્હી હાઇકોર્ટમા એક જાહેરહિતની અરજીમા આરોપ લગાવવામા આવ્યો છે કે Google Pay  દ્વારા  કથિત સરકારી  નિયમોનો ભંગ કરવામા આવે છે. જેમાં અનેક નિયમોનો ભંગ કરીને ગ્રાહકોના આધાર અને  બેંક સાથે જોડાયેલી માહિતી માંગવામા આવે છે. જે માહિતી કંપની પોતાની પાસે રાખે છે.

આ અરજીની સુનવણી દરમ્યાન ગુરુવારે ન્યાયાધીશ વિભુ બાખરું અને ન્યાયાધીશ પ્રતિક જાલાનની  ખંડપીઠે તેને સ્વીકારી છે. આ જાહેરહિતની અરજી અભિજીત મિશ્રા નામના વ્યક્તિએ કરી છે.  તેમણે આ પૂર્વે પણ  જી- પે  વિરુદ્ધ થયેલી અરજીઓની માહિતી આપવા જણાવ્યું છે. આ અરજીની વધુ  સુનવણી 14 જાન્યુઆરીના રોજ  હાથ ધરાશે.

અભિજીત  મિશ્રા પોતાની અરજીમાં આક્ષેપ  કર્યો છે  કે  જી- પે  આધાર કાયદો 2016, પેમેન્ટ  એન્ડ સેટેલમેન્ટ સિસ્ટમ એક્ટ 2007 અને બેંકિંગ કાયદો 1949 નું કથિત રીતે ભંગ કરીને આધાર ડેટા પ્રાપ્ત કરે છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

તેમણે આક્ષેપ કર્યો છે કે કંપની ગ્રાહકોના આધાર અને બેંક સાથે જોડાયેલી જાણકારી લે છે અને પોતાની પાસે રાખે છે. આ ગુપ્તતાના મૌલિક અધિકારનો ભંગ છે.  આ અરજીમા યુઆઇડીઆઇ ને પણ કાયદાના કથિત ભંગ માટે  જી- પે વિરુદ્ધ કાર્યવાહી કરવા નિર્દેશ આપવા અપીલ કરી છે .

Next Article