
આ વર્ષની ભીષણ ગરમીમાં એર કન્ડિશનર (AC) દરેક ઘરની જરૂરિયાત બની ગયું છે પરંતુ તેની સાથે એક મોટું જોખમ પણ જોડાઈ રહ્યું છે. તાજેતરના કિસ્સાઓએ સાબિત કર્યું છે કે, AC બ્લાસ્ટ ભલે ઓછા થતા હોય પરંતુ જ્યારે થાય છે, ત્યારે તે અત્યંત ખતરનાક સાબિત થાય છે. હવે એર કન્ડિશનર કેમ ફાટે છે અને તેનાથી કેવી રીતે બચવું?
AC બ્લાસ્ટનું સૌથી મોટું કારણ કોમ્પ્રેસરની અંદર દબાણ (પ્રેશર) વધી જવું છે. એવામાં જ્યારે સિસ્ટમમાં ખામી, ઓવરહીટિંગ અથવા એરફ્લો બ્લોક થઈ જાય છે, ત્યારે અંદર દબાણ ઘણું વધી જાય છે અને અંતે વિસ્ફોટ થઈ શકે છે. આ સિવાય જો રેફ્રિજરન્ટ ગેસ લીક થાય અને તે કોઈ તણખા (સ્પાર્ક) ના સંપર્કમાં આવે, તો આગ લાગી શકે છે અથવા બ્લાસ્ટ થઈ શકે છે.
આજકાલ ઘણા ACમાં વપરાતા ગેસ જેમ કે R290 (પ્રોપેન) અને R32 ખૂબ જ જ્વલનશીલ હોય છે. જો આ ગેસ લીક થઈને રૂમમાં ફેલાઈ જાય અને કોઈ સ્પાર્કના સંપર્કમાં આવે, તો વિસ્ફોટ કે આગ લાગી શકે છે.
ખોટું ઇન્સ્ટોલેશન અથવા સમયસર સર્વિસ ન કરાવવી એ પણ મોટું કારણ છે. જો AC ની અંદર હવા અથવા ભેજ જાય, તો તે સિસ્ટમને અંદરથી નબળી પાડે છે. ગંદા ફિલ્ટર, ગેસનું ખોટું લેવલ અથવા ઇલેક્ટ્રિકલ ખામી ધીમે ધીમે કોમ્પ્રેસર પર દબાણ વધારે છે, જે બ્લાસ્ટનું જોખમ વધારે છે.
કેટલીક સરળ સાવચેતીઓ રાખીને આ જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે:
આ ઉપરાંત, મોટાભાગની દુર્ઘટનાઓ ખોટી સર્વિસિંગ અને બેદરકારીને કારણે પણ થાય છે. જો યોગ્ય રીતે વેક્યુમિંગ કરવામાં ન આવે, તો ભેજ એસિડ બનાવે છે જે ધાતુને નબળી પાડે છે અને અંતે વિસ્ફોટ થઈ શકે છે.