‘ઇન્ડિયા મે ટેલેન્ટ કી કોનો કમી નહી’ 9 માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ ભંગારમાંથી બનાવી કાઢી E- Royal Enfield

|

Sep 11, 2021 | 9:53 AM

ઇનોવેશન હોય કે પછી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની વાત હોય જુગાડમાં ભારતીય લોકોનો કોઇ મુકાબલો ન કરી શકે એ વાત તો બધા જ જાણે છે. અને એજ કારણ છે કે ભારતીયો વિદેશમાં જઇને વિદેશી કંપનીઓમાં મહત્વનું સ્થાન ધરાવીને બેઠા છે.

ઇન્ડિયા મે ટેલેન્ટ કી કોનો કમી નહી  9 માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ ભંગારમાંથી બનાવી કાઢી E- Royal Enfield
A 9th grader made E-Royal Enfield out of scrap

Follow us on

ભારતમાં ટેલેન્ટની કોઇ કમી નથી બસ લોકોને થોડા સપોર્ટ અને મોટીવેશનની જરૂર છે. ઇનોવેશન હોય કે પછી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની વાત હોય જુગાડમાં ભારતીય લોકોનો કોઇ મુકાબલો ન કરી શકે એ વાત તો બધા જ જાણે છે. અને એજ કારણ છે કે ભારતીયો વિદેશમાં જઇને વિદેશી કંપનીઓમાં મહત્વનું સ્થાન ધરાવીને બેઠા છે. ભારતીય લોકો ઘણી વખત એવી ખોજ કરી દેતા હોય છે અથવા તો એવી વસ્તુ બનાવી દેતા હોય છે જેને દુનિયા જોતી જ રહી જાય.

હાલમાં જ એક સરકારી સ્કૂલના 9 માં ધોરણના વિદ્યાર્થીએ ભંગારમાં મળેલા સામાન સાથે પોતાની કારીગરીનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યુ છે. તેણે ભંગારમાંથી મળેલા પાર્ટ્સને ભેગા કરીને એક ઇ-બુલેટ બનાવી દીધી છે. 15 વર્ષના બાળકે આ કમાલ કરીને સૌને ચોંકાવી દીધા છે. લગભગ 45 હજાર રૂપિયાનો ખર્ચ કરીને આ બાળકે રોયલ એનફિલ્ડ બાઇકને ઇ-બાઇકમાં બદલી નાખી છે.

આ બાઇક એક વાર ચાર્જ કર્યા બાદ 100 કિમી સુધી ચાલી શકે છે. જોવાની વાત તો એ છે કે પોતાનું આ મિશન પુરુ કરતી વખતે બાળકે પોતાના પરિવારને જણાવ્યુ કે તેને શાળામાંથી પ્રોજેક્ટ મળ્યો છે અને તેણે તેને પુરો કરવાનો છે. આ પહેલા 2020 માં પણ તેણે સાઇકલમાં બેટરી લગાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં તે નિષ્ફ્ળ રહ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

સુભાષનગર સ્થિત સર્વોદય બાળ વિદ્યાલયના આ વિદ્યાર્થી રાજનને સ્પેર પાર્ટ્સમાં ખૂબ રૂચી છે. રાજને જણાવ્યુ કે, પહેલા લૉકડાઉનમાં તેણે ઇ-સાઇકલનો પ્રયોગ શરૂ કર્યો હતો પરંતુ તેમાં તે સફળ ન રહ્યો. તે સમયે તે સાઇકલની સ્પીડને કન્ટ્રોલ ન કરી શક્યો. પહેલી વાર ઇ-સાઇકલની સવારી કરતી વખતે તે પડી ગયો હતો અને વાગવાથી તે બેભાન પણ થઇ ગયો હતો. આ ઘટના બાદ તેના પિતાએ તેને આ બધી કારરસ્તાની કરવાની ના પાડી દીધી હતી.

થોડા દિવસ બાદ તેને ઇ-બાઇક બનાવવાની ઇચ્છા થઇ પરંતુ તેણે આ ઇચ્છા વિશે કોઇને જણાવ્યુ નહીં અને ઘરમાં ખોટું કીધુ કે તેને શાળામાંથી ઇ-બાઇક બનાવવાનો પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે. તેમના પિતાએ જણાવ્યુ કે, તેણે અમારી પાસે મદદ માંગી અને કહ્યુ કે તેને શાળામાંથી પ્રોજેક્ટ મળ્યો છે અને તેના માટે તેને રોયલ એનફિલ્ડની જરૂર છે. બાદમાં બાઇકની શોધખોળ શરૂ થઇ અને માયાપુરી ભંગાર માર્કેટમાંથી તેને એક જુની બાઇક 10 હજારમાં મળી ગઇ

આ બાઇક તો રાજાને ફક્ત 3 જ દિવસમાં બનાવી પરંતુ તેના માટે જરૂરી સામાન શોધવામાં તેને 1 મહિનાનો સમય લાગ્યો. આ દરમિયાન તે યૂટ્યુબ અને ગુગલ પરથી જાણકારી ભેગી કરતો રહ્યો. તે ગેરેજ અને બાઇક વેલ્ડિંગ કરનાર લોકો પાસે જઇને શીખવા અને જાણવા લાગ્યો અને અંતે તેને બાઇક બનાવવામાં સફળતા મળી.

આ પણ વાંચો –

Photos: સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝના છેલ્લા મ્યુઝિક વિડીયોની તસવીરો થઈ વાયરલ, જોઈને રડી પડ્યા ફેન્સ

આ પણ વાંચો –

KBC 13: દીપિકા પાદુકોણે તેના ડિપ્રેશન વિશે કરી ખુલીને વાત, જણાવ્યું કેવી ગંભીર થઈ ગઈ હતી હાલત

Next Article