Tech Tips: અનેક GB ડેટા યુઝ કરે છે WhatsApp વીડિયો અને વોઈસ કોલિંગ, બચાવો છે ડેટા તો ફોલો કરો આ ટીપ્સ

|

Apr 11, 2022 | 8:10 AM

આજે અમે તમને એક એવી રીત જણાવી રહ્યા છીએ જેના દ્વારા વોટ્સએપ (WhatsApp) પર વોઈસ અને વીડિયો કોલિંગ કર્યા પછી પણ તમારો ડેટા વધારે યુઝ થશે નહીં.

Tech Tips: અનેક GB ડેટા યુઝ કરે છે WhatsApp વીડિયો અને વોઈસ કોલિંગ, બચાવો છે ડેટા તો ફોલો કરો આ ટીપ્સ

Follow us on

વોટ્સએપ (WhatsApp)નો ઉપયોગ આજે સામાન્ય બની ગયો છે. મેસેજિંગ હોય કે વીડિયો કૉલિંગ અને વૉઇસ કૉલિંગ અથવા તો ડૉક્યુમેન્ટ્સ મોકલવા, બધું જ અહીંથી સરળતાથી થઈ જાય છે. હવે વોટ્સએપ પેમેન્ટ પણ શરૂ થઈ ગયું છે. પરંતુ શું તમે જાણો છો કે WhatsApp વોઈસ અને વીડિયો કોલિંગમાં ઘણો ડેટા યુઝ (Data Use)થઈ જાય છે. હા, તમને ખબર પણ નહીં હોય અને તમે WhatsApp વૉઇસ અને વીડિયો કૉલિંગ દ્વારા વધુ ડેટા ખર્ચો છો. પરંતુ તમે આને થતું અટકાવી શકો છો. આજે અમે તમને એક એવી રીત જણાવી રહ્યા છીએ જેના દ્વારા વોટ્સએપ પર વોઈસ અને વીડિયો કોલિંગ કર્યા પછી પણ તમારો ડેટા વધારે ખર્ચાશે નહીં.

Android યુઝર્સ આ સ્ટેપ્સને કરો ફોલો

સૌથી પહેલા તમારે WhatsApp પર જવું પડશે.
પછી ઉપર જમણી બાજુએ તમને ત્રણ ડોટ્સ દેખાશે. આના પર ટેપ કરો.
ત્યારપછી તમારે Settings ના ઓપ્શન પર ટેપ કરવાનું રહેશે.
તે પછી સ્ટોરેજ અને ડેટા વિકલ્પ પર જાઓ.
ત્યારપછી કોલ ઓપ્શનમાં જઈને તમારે Less Data Option ઓન કરવું પડશે.

iPhone યુઝર્સ આ સ્ટેપ્સને કરો ફોલો

સૌથી પહેલા તમારે WhatsApp પર જવું પડશે.
ત્યારપછી તમારે Settings ના ઓપ્શન પર ટેપ કરવાનું રહેશે.
આ પછી તમારે મેનુમાં જઈને સ્ટોરેજ અને ડેટાના વિકલ્પ પર ટેપ કરવાનું રહેશે.
ત્યારબાદ નેટવર્ક વિભાગમાં જઈને Use Less Data For Calls વિકલ્પ પસંદ કરો.

Vastu Tips : ઘરમાં રાખો આ મૂર્તિ, ક્યારેય સંપત્તિની કમી નહી વર્તાય
કોઈ ચોરીછુપે સાભંળી તો નથી રહ્યું ને તમારા કોલ પર થતી વાત? આ રીતે કરો ચેક
આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ

WhatsApp પર કેટલો ડેટા થાય છે યુઝ

એક રિપોર્ટ અનુસાર, જો તમે WhatsApp પર એક મિનિટનો કોલ કરો છો, તો તેમાં 720kb ડેટાનો ઉપયોગ થાય છે. જો જોવામાં આવે તો તે વધારે લાગતું નથી, પરંતુ જે રીતે આપણે કલાકો સુધી વાત કરીએ છીએ તે મુજબ આ ડેટા ઘણો હોઈ શકે છે. આવી સ્થિતિમાં, ઉપર આપેલા સ્ટેપ્સને અનુસરવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

આ પણ વાંચો: Tech News : વ્હોટ્સએપમાં પોલથી લઈને મેસેજ રિએક્શન સુધી આ ટોપ ફિચર્સ આવી રહ્યા છે, જાણો તમામ માહિતી

આ પણ વાંચો: Google Maps દ્વારા લોન્ચ કરવામાં આવ્યું ન્યુ ફીચર, જાણો તમામ માહિતી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article