Second Hand AC તમારા માટે થઇ શકે છે ફાયદાકારક સોદો, જાણો સંપૂર્ણ ગાઈડ

|

May 12, 2022 | 11:32 AM

લોકો ઘણીવાર નવું એસી ખરીદતા સેકન્ડ હેન્ડ એસી ખરીદવાનું પહેલા વિચારે છે. આ માટે આજે અમે તમને એક સરળ ગાઈડ (Easy Guide) જણાવીશું. જેને તમે ફોલો કરી શકો છો.

Second Hand AC તમારા માટે થઇ શકે છે ફાયદાકારક સોદો, જાણો સંપૂર્ણ ગાઈડ
Second Hand Ac Buying Guide (File Photo)

Follow us on

આજકાલ સેકંડ હેન્ડ એસી (Second Hand AC) ખરીદવા માટે ઓનલાઇન (Online Shopping) અને ઑફલાઈન આમ બંને માર્કેટમાં અનેક ઑપ્શન ઉપલબ્ધ છે, જે અલગ-અલગ ફીચર્સની સાથે આવે છે. પરંતુ જૂનું સેકન્ડ હેન્ડ એસી લેતા પહેલા આ 5 જરૂરી વાતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. ભારતના ઘણા ભાગોમાં અત્યારે ગરમીની ગતિ (Heat Wave) સતત વધી રહી છે. લોકો અત્યારે કાળઝાળ ગરમીથી બચવા માટે અનેક ઉપાયો કરી રહ્યા છે. પરંતુ ઓછા બજેટમાં અમુક લોકો માટે મોંઘુ એર કંડિશનર હજુ પણ ખરીદી શકતા નથી.

તેથી ઘણા લોકો સસ્તા જુના એસીની ખરીદીના ચક્કરમાં ઘણીવાર ઘરે મુસીબતો લાવે છે. જો તમે આ પણ પ્લાન બનાવી રહ્યા છો, તો આજે અમે તમને જણાવીશું કે સેકેન્ડ હેન્ડ એસી ખરીદતા પહેલા આ 5 જરૂરી વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

સ્પ્લિટ એસી Vs વિન્ડો એસી: કિંમત

  • આ બંને પ્રકારની એસીની કિંમત અહીંયા એક મોટો રોલ ભજવે છે. વિન્ડોઝ એસીની કિંમત ઘણી ઓછી હોય છે, જ્યારે સ્પિલ્ટ એસીની કિંમત વધુ હોય છે. જો તમે ઓછા બજેટમાં એસી ખરીદવાનું ઈચ્છતા હોય તો વિન્ડોઝ એસી લેવું જોઈએ, અને જો તમારું બજેટ વધુ હોય અને ઘરમાં ઓછી તોડફોડ કરવા ઈચ્છતા હોય તો સ્પિલ્ટ એસી લઈ શકો છો.

સ્પ્લિટ એસી Vs વિન્ડો એસી: સ્પેસની જરૂર છે

  • વિન્ડોઝ એસી અને સ્પિલ્ટ એસીમાં સૌથી મોટું બીજું અંતર સ્પેસની જરૂરિયાત છે. વિન્ડોઝ એસીને વધુ જગ્યાની જરૂર પડે છે. જયારે સ્પિલ્ટ એસી માટે વિન્ડોઝ એસીની સરખામણીમાં ઓછી જગ્યાની જરૂરિયાત પડતી હોય છે.

સ્પ્લિટ એસી Vs વિન્ડો એસી: વીજળીનું બિલ

  • વીજળીના બિલની વાત કરીએ તો, વિન્ડોઝ એસી અને સ્પિલ્ટ એસીમાં લગભગ એક સમાન માત્ર જોવા મળે છે. આ એસીના રેટિંગ પર આધાર રાખે છે. 1 સ્ટાર એસીમાં વીજળી વધારે વપરાય છે, જ્યારે 5 સ્ટાર એસીમાં વીજળીની ઓછી જરૂરિયાત પડે છે. આ સાથે જ ઇનવર્ટર લગાવવાથી પણ એસીમાં વીજળી બચત વધુ થાય છે.

સ્પ્લિટ એસી Vs વિન્ડો એસી : અવાજની સરખામણી

  • સ્પિલ્ટ એસીની સરખામણીમાં વિન્ડોઝ એસી વધુ અવાજ કરતી હોય છે. વિન્ડોઝ એસીમાં ઇનર બ્લોઅર અને કંપ્રેસર એક જ યુનિટ્સમાં હોય છે, જ્યારે સ્પિલ્ટ એસીમાં આવું થતું નથી. તેથી તે અવાજ ઓછો કરે છે.

સ્પ્લિટ એસી Vs વિન્ડો એસી : કૂલિંગ કેપિસિટી

  • એસીની કેપિસિટી અથવા કૂલિંગ કેપિસિટી તેના ટોનેજ પર આધાર રાખે છે. સ્પિલ્ટ એસીને ઉપરની તરફ લગાડવામાં આવી શકે છે, અને તે વધુ સ્પેસને ઠંડુ રાખવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે વિન્ડોઝ એસી એ નાની સ્પેસમાં પણ સારી કૂલીંગ પ્રદાન કરે છે.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Published On - 11:22 am, Thu, 12 May 22

Next Article