આ કોઈ Marvel મૂવીનો સીન નથી, જાણો મિનિટોમાં પૃથ્વીથી અવકાશમાં પહોંચાડતી આ ટેક્નોલોજી વિશે

|

Apr 21, 2022 | 6:15 AM

અમેરિકન સ્પેસ એજન્સી નાસા(NASA)એ સ્પેસ કોમ્યુનિકેશનમાં મોટી સફળતા હાંસલ કરી છે. આ સાથે લોકો અવકાશમાં પૃથ્વી સાથે સરળતાથી વાતચીત કરી શકશે. જોકે, અત્યાર સુધી માત્ર 'હોલોપોર્ટિંગ'નું જ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.

આ કોઈ Marvel મૂવીનો સીન નથી, જાણો મિનિટોમાં પૃથ્વીથી અવકાશમાં પહોંચાડતી આ ટેક્નોલોજી વિશે
Holoporting Technology (ESA/Thomas Pesquet)

Follow us on

હોલીવુડની ફિલ્મોમાં આપણે ઘણીવાર ‘હોલોપોર્ટિંગ‘ (Holoporting) ટેક્નોલોજી જોઈએ છીએ. જેમાં વ્યક્તિ એક જગ્યાએ રહીને પણ બીજી જગ્યાએ પહોંચી જાય છે. આ ટેક્નોલોજીમાં એક રીતે આપણી 3D ઈમેજ અન્ય વ્યક્તિ સાથે વાત કરે છે. હવે અમેરિકન સ્પેસ એજન્સી નાસા(NASA)એ સ્પેસ કોમ્યુનિકેશનમાં મોટી સફળતા હાંસલ કરી છે. આ સાથે લોકો અવકાશમાં પૃથ્વી સાથે સરળતાથી વાતચીત કરી શકશે. જોકે, અત્યાર સુધી માત્ર ‘હોલોપોર્ટિંગ’નું જ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

હોલોપોર્ટિંગ શું છે?

શાબ્દિક રીતે જોઈએ તો ‘હોલોપોર્ટિંગ’ એટલે હોલોગ્રામ (Hologram) અને ટેલિપોર્ટેશન (Teleportation). આ આનું મિશ્રણ છે. આ પરીક્ષણ નાસાના ફ્લાઈટ સર્જન ડૉ. જોસેફ શ્મિડ દ્વારા કરવામાં આવ્યું હતું. પરીક્ષણ દરમિયાન તે સ્પેસ સ્ટેશન પર જોવા મળ્યા હતા, પરંતુ તે સમયે તે અવકાશમાં બેઠેલા અવકાશયાત્રી સાથે વાત કરી રહ્યા હતા.

ધ ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર ડૉ. જોસેફ શ્મિડ કહે છે કે આ સંપર્કનો નવો રસ્તો છે. આનાથી આપણે માનવીય સંશોધન વધુ સારી રીતે કરી શકીશું. આની મદદથી માનવી પૃથ્વીની બહાર કે અવકાશમાં પૃથ્વી પર રહીને પણ સરળતાથી વાતચીત કરી શકશે.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

Holoporting (ESA/Thomas Pesquet)

આ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થાય છે?

હવે આ ટેક્નોલોજીની પ્રક્રિયાની વાત કરીએ તો તેમાં 3D ઈમેજ બનાવવા માટે હાઈટેક કેપ્ચર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં જે વ્યક્તિનો સંપર્ક કરવો હોય તે મિક્સ્ડ રિયલિટી ડિસ્પ્લેનો ઉપયોગ કરે છે, જેથી તે સરળતાથી જોઈ, સાંભળી શકે અને હોલોગ્રામ સાથે સંપર્ક કરી શકે.

આપણે આ પ્રકારની ટેક્નોલોજી હોલીવુડની તેમજ મારવેલ્સ મૂવીઝમાં જોતા હોઈએ છીએ, જેમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરતા દેખાડવામાં આવે છે. આ તો ફિલ્મોની વાત થઈ, પરંતુ જો હકીકતમાં આ ટેક્નોલોજીની વાત કરીએ તો આ પ્રકારની ટેક્નોલોજી આમ જનતા માટે ઉપલબ્ધ થવામાં થોડો સમય લાગી શકે છે.

આ પણ વાંચો: Tech News: ડાઉનલોડિંગમાં Jio, અપલોડિંગમાં વોડાફોન આઈડિયા ટોપ પર – TRAI

આ પણ વાંચો: Tech News : WhatsApp iOS યુઝર્સને મળશે ગ્રુપ પોલ ફિચર, જાણો કેવી રીતે કરશે કામ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 2:40 pm, Wed, 20 April 22

Next Article