WhatsApp Tips : જો તમે કોઈના વારંવાર આવતા વોટ્સએપ મેસેજથી પરેશાન છો, તો બ્લોક કર્યા વિના આ કામ કરો

|

Apr 27, 2022 | 7:49 AM

યૂઝર્સની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને વોટ્સએપ પર સમયાંતરે ઘણા ફેરફાર થાય છે. બીજી તરફ, ઘણી વાર વોટ્સએપ (WhatsApp) પર ઘણા લોકો આપને દરરોજ ગુડ મોર્નિંગ, ગુડ નાઈટ જેવા મેસેજ મોકલે છે. ઘણી વખત આના કારણે લોકો પરેશાન થઈ જાય છે.

WhatsApp Tips : જો તમે કોઈના વારંવાર આવતા વોટ્સએપ મેસેજથી પરેશાન છો, તો બ્લોક કર્યા વિના આ કામ કરો
WhatsApp
Image Credit source: Whatsapp

Follow us on

આજે વોટ્સએપ (WhatsApp)આપણી જીવનશૈલીનો મહત્વનો ભાગ બની ગયો છે. હાલમાં, વિશ્વભરમાં 2 અબજથી વધુ વપરાશકર્તાઓ આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે. તેના યુઝર્સને એક શાનદાર અનુભવ આપવા માટે, વોટ્સએપ સમયાંતરે અનેક ખાસ ફીચર્સ લઈને આવતું રહે છે, જેથી એપનો ઉપયોગ કરતી વખતે યુઝર્સને સારો અનુભવ મળી શકે. આ સિવાય યૂઝર્સની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને વોટ્સએપ પર સમયાંતરે ઘણા ફેરફાર થાય છે. બીજી તરફ, ઘણી વાર વોટ્સએપ પર ઘણા લોકો આપને દરરોજ ગુડ મોર્નિંગ, ગુડ નાઈટ જેવા મેસેજ મોકલે છે. ઘણી વખત આના કારણે લોકો પરેશાન થઈ જાય છે.

જો તમે પણ આવા આવનારા મેસેજથી પરેશાન છો, તો આજે અમે તમને WhatsAppના એક ખાસ ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ફીચરને એક્ટિવેટ કર્યા પછી, તમે વારંવાર અન્ય વ્યક્તિના મેસેજથી પરેશાની નહીં થાય. ખાસ વાત એ છે કે આ માટે તમારે તે વ્યક્તિને બ્લોક કરવાની પણ જરૂર નહીં પડે. ચાલો જાણીએ તે ફિચર વિશે.

આ માટે તમારે WhatsAppના આર્કાઇવ ફીચરનો ઉપયોગ કરવો પડશે. જો તમે કોઈ વ્યક્તિના વારંવાર આવતા મેસેજથી પરેશાન છો, તો વોટ્સએપના ચેટ આર્કાઈવ ફીચરની મદદથી તમે તે ચેટને આર્કાઈવમાં મૂકી શકો છો. આવી સ્થિતિમાં તમારે સંબંધિત વ્યક્તિને બ્લોક કરવાની પણ જરૂર નહીં પડે અને તમે તેના મેસેજથી પરેશાન પણ નહીં થાવ.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કોઈપણ ચેટને આર્કાઇવ કરવાની પ્રક્રિયા એકદમ સરળ છે. આમાં તમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો નહીં પડે. ચેટને આર્કાઇવમાં મૂકવા માટે, સૌથી પહેલા તમારે તે વ્યક્તિની ચેટને થોડીવાર પ્રેસ કરીને રાખવાની રહેશે જેના વારંવારના મેસેજથી તમે પરેશાન છો.

આ પછી, તમે ઉપર જમણી બાજુએ ત્રણ ડોટ મેનૂની બાજુમાં એક બોક્સ જોશો, જેમાં એક તીર નીચે તરફ નિર્દેશ કરે છે. તમારે તેના પર ક્લિક કરવું પડશે. તે પછી તે સંપર્ક આર્કાઇવ લીસ્ટમાં જશે. આવી સ્થિતિમાં તે વ્યક્તિના મેસેજ વોટ્સએપ અને નોટિફિકેશન બારમાં દેખાશે નહીં. તે વ્યક્તિનો મેસેજ જોવા માટે તમારે આર્કાઇવ સેક્શનમાં જવું પડશે.

આ રીતે તમે કોઈપણ ચેટને આર્કાઈવ સેક્શનમાં મૂકી શકો છો. આ પ્રક્રિયા એકદમ સરળ છે. વોટ્સએપ ચેટ આર્કાઈવ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે આપેલા સ્ટેપ્સને ફોલો કરવા પડશે.

આ પણ વાંચો: Tech Tips: Facebook નું સીક્રેટ ફિચર! સરળતાથી દૂર થઈ જશે તમારી સૌથી ખરાબ ટેવ

આ પણ વાંચો: Tech Tips: WhatsAppના નવા Group Call ફિચરનો કેવી રીતે કરવો ઉપયોગ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article