AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Solar AC Scheme: ભર ઉનાળે લાઈટ બિલ આવશે ‘ઝીરો’! હવે હાઈબ્રિડ ટેકનોલોજીથી ચાલશે તમારું હાઈટેક AC, જાણો વધુ વિગત

શું તમે પણ ઉનાળામાં એસી ચલાવતી વખતે વધતા જતા વીજળીના બિલથી પરેશાન છો? હવે આ હાઈબ્રિડ ટેકનોલોજીએ એવો રસ્તો શોધી કાઢ્યો છે જેમાં ગરમી જ તમારા ઘરને ઠંડુ રાખશે. જાણો આખી ગણતરી...

Solar AC Scheme: ભર ઉનાળે લાઈટ બિલ આવશે 'ઝીરો'! હવે હાઈબ્રિડ ટેકનોલોજીથી ચાલશે તમારું હાઈટેક AC, જાણો વધુ વિગત
Image Credit source: Kenbrook Solar
| Updated on: Mar 22, 2026 | 4:54 PM
Share

જેમ જેમ ગરમીનો પારો વધી રહ્યો છે, તેમ તેમ ઘરોમાં AC નો વપરાશ વધ્યો છે. પણ મહિનાના અંતે આવતું મસમોટું લાઈટ બિલ સામાન્ય માણસનું બજેટ બગાડી નાખે છે. આ મુશ્કેલીનો અંત લાવવા માટે ‘સોલર AC’ એક ઉત્તમ વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. આ સિસ્ટમની મદદથી તમે પર્યાવરણને બચાવવાની સાથે તમારા વીજળીના બિલને શૂન્ય (Zero) સુધી લાવી શકો છો.

સોલર AC ચલાવવા માટે શું જરૂરી છે?

સોલર ઉર્જા પર એસી ચલાવવા માટે તમારે ખાસ ‘હાઈબ્રિડ AC’ યુનિટની જરૂર પડે છે. આ મોડેલની ખાસિયત એ છે કે તે દિવસે સીધું સોલર પેનલથી બનતી વીજળી પર ચાલે છે અને રાત્રે અથવા વાદળછાયા વાતાવરણમાં સરકારી વીજળી (ગ્રીડ) પર પણ કામ કરી શકે છે.

  • કિંમત: બજારમાં 1.5 ટનના હાઈબ્રિડ એસીની કિંમત અંદાજે ₹40,000 થી ₹50,000 ની વચ્ચે હોય છે.

કેટલા સોલર પેનલ જોઈશે?

તમારા એસીની ક્ષમતા મુજબ તમારે સોલર સિસ્ટમ સેટ કરવી પડશે:

  • 1 ટન AC માટે: ઓછામાં ઓછું 1.5 KW (કિલોવોટ) ના સોલર પેનલ સેટઅપની જરૂર પડે છે.
  • દિવસ દરમિયાન: એસી સીધું જ પેનલમાંથી આવતી વીજળી પર ચાલશે, એટલે લાઈટ બિલનો કોઈ ખર્ચ નહીં થાય.
  • રાત્રિના સમયે: જો તમે રાત્રે પણ એસી ચલાવવા માંગો છો, તો બેટરી બેકઅપ (Off-Grid) અથવા ઓન-ગ્રીડ સિસ્ટમનો ઉપયોગ કરી શકાય છે, જેમાં દિવસની વધારાની વીજળી ગ્રીડમાં જમા થાય છે અને રાત્રે તેનો લાભ મળે છે.

સેટઅપ ખર્ચ અને સરકારની મોટી રાહત

1.5 KW સોલર સિસ્ટમની કુલ કિંમત પેનલ, ઇન્વર્ટર અને ઇન્સ્ટોલેશન સાથે અંદાજે ₹1.20 લાખ થી ₹1.50 લાખ સુધી થાય છે. પરંતુ અહીં જ ‘સસ્પેન્સ’ અને ખુશખબર છુપાયેલી છે!

કેન્દ્ર સરકારની ‘PM સૂર્ય ઘર મફત વીજળી યોજના’ હેઠળ સોલર પેનલ લગાવવા પર માતબર સબસિડી આપવામાં આવે છે. આ યોજના અને રાજ્ય સરકારની વધારાની છૂટછાટ મળ્યા પછી, ₹1.50 લાખનો ખર્ચ અડધો થઈ શકે છે. આ રોકાણની વસૂલાત માત્ર 3 થી 4 વર્ષના લાઈટ બિલની બચતમાંથી જ થઈ જાય છે, અને પછીના 20-25 વર્ષ સુધી તમને મફત ઠંડક મળે છે.

સોલર એસી એ માત્ર સગવડ નથી, પણ ભવિષ્યનું સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. જો તમે ગરમી અને બિલ બંનેથી બચવા માંગતા હોવ, તો આ ઉનાળે સોલર તરફ વળવું એ શ્રેષ્ઠ નિર્ણય સાબિત થશે.

Bank Holiday Update: આવતા અઠવાડિયે સળંગ 4 દિવસ બેંકોમાં તાળા, જાણો ક્યાં કારણે કામકાજ રહેશે ઠપ્પ!

Follow Us
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
ભારે વરસાદને પગલે દિલ્લી-સુરત ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ! 18 મુસાફરો સવાર
ભારે વરસાદને પગલે દિલ્લી-સુરત ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ! 18 મુસાફરો સવાર
g clip-path="url(#clip0_868_265)">