Tech Tips: Google Drive પર કેવી રીતે લેવો WhatsApp બેકઅપ? જાણો સરળ પ્રોસેસ

|

Apr 24, 2022 | 11:55 AM

WhatsApp તમને તમારી બધી ચેટ્સનો ગૂગલ ડ્રાઈવ (Google Drive) પર સરળતાથી બેકઅપ લેવા દે છે. આ માટે તમારે કેટલાક ખૂબ જ સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે. Google ડ્રાઇવ બેકઅપ માટે, ફોનમાં એક્ટિવ Google એકાઉન્ટ હોવું આવશ્યક છે.

Tech Tips: Google Drive પર કેવી રીતે લેવો WhatsApp બેકઅપ? જાણો સરળ પ્રોસેસ
WhatsApp (File Photo)

Follow us on

વર્તમાન યુગમાં વોટ્સએપ (WhatsApp)પર ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં વોટ્સએપ ચેટનું બેકઅપ લેવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. WhatsApp તમને તમારી બધી ચેટ્સનો ગૂગલ ડ્રાઈવ (Google Drive) પર સરળતાથી બેકઅપ લેવા દે છે. આ માટે તમારે કેટલાક ખૂબ જ સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે. Google ડ્રાઈવ બેકઅપ માટે ફોનમાં એક્ટિવ Google એકાઉન્ટ હોવું આવશ્યક છે. તેમજ ફોનમાં ગૂગલ પ્લે સર્વિસ ઈન્સ્ટોલ કરવાનું રહેશે. આવો જાણીએ તેના વિશેની સંપૂર્ણ વિગતો.

વોટ્સએપ બેકઅપ કેવી રીતે લેવું

  1. WhatsApp સેટિંગ્સ સેક્શનમાં જાઓ.
  2. ત્યારબાદ ચેટ્સ ઓપ્શન પર ક્લિક કરો.
  3. પછી ચેટ બેકઅપ પર ક્લિક કરો.
  4. પછી બેક અપ ટુ ગૂગલ ડ્રાઈવ પર ટેપ કરો.
  5. આજનું રાશિફળ તારીખ : 04-05-2024
    મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
    કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
    IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
    રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
    આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
  6. પછી Backup frequency other than Never પસંદ કરવાનું રહેશે.
  7. તમે Google ડ્રાઈવ પર મેન્યુઅલી ચેટ્સનું બેકઅપ લેવાનું પસંદ કરી શકો છો.
  8. બેકઅપ ફ્રીક્વન્સી વિકલ્પ પસંદ કર્યા પછી, Google એકાઉન્ટ વિકલ્પ પર ક્લિક કરો.
  9. આમાં ચેટ હિસ્ટ્રીનું બેકઅપ મળશે. જો Google એકાઉન્ટ કનેક્ટેડ નથી તો Google એકાઉન્ટ પસંદ કરવું આવશ્યક છે.

WhatsApp ચેટ હિસ્ટ્રી કેવી રીતે રી-સ્ટોર કરવું

  1. ફોન પર વોટ્સએપ એપ ફરીથી ઈન્સ્ટોલ કરો.
  2. મેસેજિંગ એપ ખોલો અને તમારો મોબાઈલ નંબર વેરીફાઈ કરો.
  3. પછી Google ડ્રાઈવમાંથી તમારી ચેટ્સ અને મીડિયાને રી-સ્ટોર કરવા માટે રીસ્ટોર બટન પર ટેપ કરો.
  4. રી-સ્ટોર પ્રક્રિયા પૂર્ણ થયા પછી ફક્ત આગળ પર ટેપ કરો.
  5. પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમારી જૂની ચેટ્સ દેખાશે.

નોંધ – Google ડ્રાઇવમાંથી WhatsApp ચેટ્સ રી-સ્ટોર કરવા માટે, તમારે તે જ ફોન નંબર અને Google એકાઉન્ટનો ઉપયોગ કરવાની જરૂર પડશે જેનો ઉપયોગ બેકઅપ બનાવવા માટે કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Tech Tips: શું છે વાઈ-ફાઈ કૉલિંગ? જાણો તેના ફાયદા શું છે અને પોતાના સ્માર્ટફોનમાં કેવી રીતે કરવું સેટિંગ

આ પણ વાંચો: જો આધાર કાર્ડને લગતી કોઈ સમસ્યા હોય તો આ નંબરને ડાયલ કરો, તરત જ મળી જશે ઉકેલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article