પેટીએમ (Paytm) એ સરકારી યોજના આયુષ્માન ભારત સાથે ભાગીદારી કરી છે. જે અંતર્ગત આયુષ્માન ભારત એપ (Ayushman Bharat App)ને Patym સાથે જોડવામાં આવી છે. આ એપ દ્વારા, Paytm યુઝર્સ Paytm એપ પર ABHA નંબર (Ayushman Bharat Health Account)અથવા નેશનલ હેલ્થ ઓથોરિટીનું હેલ્થ આઈડી બનાવી શકશે. આ સાથે, વપરાશકર્તાઓ તેમના ડિજિટલ આરોગ્ય રેકોર્ડને સરળતાથી ઍક્સેસ કરી શકશે. Paytm એપ પર હેલ્થ સ્ટોરફ્રન્ટ રજૂ કરવામાં આવશે. જેના યુઝર્સ ટેલીકન્સલ્ટેશન બુક કરી શકે છે, દવાની દુકાનોમાંથી ખરીદી કરી શકે છે, લેબ ટેસ્ટ બુક કરી શકે છે.
You can create your ABHA number from your Paytm app. Open your @Paytm app and search for #ABHA.
Details of other #ABDMIntegratedApps that allow you to create your ABHA number available here: https://t.co/NoodkCQS3Z pic.twitter.com/YjF5A1gJeE— National Health Authority (NHA) (@AyushmanNHA) April 18, 2022
એક ટ્વીટમાં, NHA એ કહ્યું, “તમે તમારી Paytm એપ પરથી તમારો ABHA નંબર જનરેટ કરી શકો છો. તમારી @Paytm એપ ખોલો અને #ABHA સર્ચ કરો.”
NHA સાથે ભાગીદારી કરીને, Paytm એ સૌથી મોટું ગ્રાહક પ્લેટફોર્મ બની ગયું છે, જે Android અને iOS બંને વપરાશકર્તાઓને ABHA નંબર બનાવવાની મંજૂરી આપે છે. ભારતીયો માટે ડિજિટલ હેલ્થ રેકોર્ડ બનાવવા માટે ભારત સરકારનું ABHA જરૂરી છે. આના દ્વારા તેઓ તેમના સ્વાસ્થ્ય ડેટાને એક્સેસ કરી શકે છે.
ABHA નંબર વપરાશકર્તાઓને તેમના પર્સનલ હેલ્થ રેકોર્ડ્સ (PHRs) ને ઍક્સેસ કરવા અને લિંક કરવાની અને વર્ટિકલ હેલ્થ હિસ્ટ્રી બનાવવાની મંજૂરી આપે છે.
Paytm સરકારના નિયમો અનુસાર તેના વેક્સીન ફાઇન્ડર સાથે બધા માટે બૂસ્ટર ડોઝની નોંધણીમાં પણ મદદ કરી રહી છે. વેક્સિન લઈ ચૂકેલા લોકો સેકન્ડોમાં એપ્લિકેશન દ્વારા વેક્સિન પ્રમાણપત્રો સરળતાથી ડાઉનલોડ કરી શકે છે અને જો વપરાશકર્તાઓને દેશની બહાર મુસાફરી કરવી હોય તો તેઓ એપ્લિકેશન પર આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે વેક્સિનેશન પ્રમાણપત્રો પણ એકત્રિત કરી શકે છે.
વેક્સિન-સંબંધિત પ્રમાણપત્રો ઉપરાંત, Paytm તેની એપ્લિકેશન દ્વારા આરોગ્ય સંભાળ સેવાઓ પણ પ્રોવાઈડ કરે છે, જેમ કે ડોકટરો સાથે ઓનલાઈન વાતચીત, લેબ ટેસ્ટ અને સ્વાસ્થ્ય અને COVID-સંબંધિત વીમાની ખરીદી.
આ પણ વાંચો: Tech Tips: Aadhaar Cardને તમારી પ્રાદેશિક ભાષામાં કરી શકો છો અપડેટ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
આ પણ વાંચો: Tech Tips: પોતાની પ્રોફાઇલ માટે કેવી રીતે બનાવવો WhatsApp QR કોડ, આ રહી સંપૂર્ણ પ્રોસેસ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો