DSLR Camera: DSLR વડે ફોટોગ્રાફી કરવાનો છે પ્લાન, તો માર્કેટમાં ઉપલબ્ધ છે આ ખાસ અને સસ્તા ઓપ્શન

|

Apr 22, 2022 | 3:35 PM

ડીએસએલઆર કેમેરાની (DSLR Camera) મદદથી શ્રેષ્ઠ ઈન્સ્ટાગ્રામ રીલ્સ અને અન્ય પ્લેટફોર્મ માટે વીડિયો અને ફોટો ક્લિક કરી શકાય છે. આજે અમે કેટલાક સસ્તા કેમેરા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

DSLR Camera: DSLR વડે ફોટોગ્રાફી કરવાનો છે પ્લાન, તો માર્કેટમાં ઉપલબ્ધ છે આ ખાસ અને સસ્તા ઓપ્શન
DSLR-camera-phone
Image Credit source: Fujifilm-X.Com/

Follow us on

DSLR Camera: કોરોના સંક્રમણ બાદ આખરે શાળાઓ ખુલી ગઈ છે અને દર વર્ષની જેમ આ વખતે પણ ઉનાળુ વેકેશન રહેશે. જો તમે પણ આ ઉનાળાના વેકેશનમાં ફોટોગ્રાફી (Photography) કરવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમને કેટલાક સસ્તા DSLR કેમેરા (DSLR Camera) વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ DSLR કેમેરા સ્થાનિક બજાર ઉપરાંત, ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ અને એમેઝોન પરથી ખરીદી શકાય છે. મોટાભાગના યુવાનો ડીએસએલઆર કેમેરા વડે ચિત્રો ક્લિક કરવાના શોખીન છે, કારણ કે વધુ સારી ક્વોલિટીના ફોટા અને વિડિયો તૈયાર કરી શકાય છે.

કેનન EOS 3000D કેમેરાની કિંમત અને ફીચર્સ

કેનન EOS 3000D કેમેરાને ઈકોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાય છે. ઈકોમર્સ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ માહિતી મુજબ, તેની કિંમત 26,999 રૂપિયા છે. આ કેમેરામાં 18-મેગાપિક્સલનો APS CMOS સેન્સર છે. સાથે જ તેમાં ટાઈપ સી અને મિની HDMI પોર્ટ આપવામાં આવ્યા છે. તેમાં સેલ્ફ ટાઈમર પણ છે.

કેનન EOS 1500D ફીચર્સ અને કિંમત

Canon EOS 1500D કેમેરા ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર સૂચિબદ્ધ છે. તેની કિંમત 34995 રૂપિયા છે. તેમાં 18-55 mmનો લેન્સ છે. ઉપરાંત, તેમાં 24.1 મેગાપિક્સલનો કેમેરો છે. આ કેમેરામાં WiFi છે, જે ડેટા શેરિંગમાં મદદ કરે છે. આ કેમેરાની મદદથી યુઝર્સ 1080 પિક્સલ પર રેકોર્ડ કરી શકશે. Flipkart પર સૂચિબદ્ધ માહિતી મુજબ, કેમેરાને 2 વર્ષની વોરંટી મળે છે.

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

Fujifilm X Series XT 200ની વિશેષતાઓ

જો તમે કોમ્પેક્ટ સાઈઝ કેમેરા શોધી રહ્યા છો, તો તમે મિરરલેસ કેમેરા જોઈ શકો છો. સ્લિમ હોવા ઉપરાંત તેનો ઉપયોગ કરવો પણ ખૂબ જ સરળ છે. Fujifilm X Series XT 200ને ફ્લિપકાર્ટ પરથી રૂ. 61999માં ખરીદી શકાય છે. તેમાં 24.2 મેગાપિક્સલનો લેન્સ છે. તેમાં TFT ડિસ્પ્લે પણ છે, જે પ્રીવ્યૂ બતાવવામાં મદદ કરે છે. આ કેમેરામાં ટ્રાઈપોડ સ્લોટ પણ આપવામાં આવ્યા છે. તેની શટર સ્પીડ 1/32000 સેકન્ડ છે.

DSLR કેમેરાની વિશેષતાઓ

ડીએસએલઆર કેમેરા લેન્સ વડે ક્લિક કરેલા ફોટાની ક્વોલિટી અલગ હોય છે. એટલું જ નહીં આ કેમેરા વડે ક્લિક કરેલા ફોટોને તમે ઈચ્છો તેટલી મોટી સાઈઝમાં તૈયાર કરી શકો છો. તેની મદદથી શ્રેષ્ઠ ઈન્સ્ટાગ્રામ રીલ્સ અને અન્ય પ્લેટફોર્મ માટે વીડિયો અને ફોટો ક્લિક કરી શકાય છે.

આ પણ વાંચો: જો આ લક્ષયાંક હાંસલ કરી લઈશું તો દેશમાં ગરીબી ભૂતકાળ બનશે : ગૌતમ અદાણી

આ પણ વાંચો: Mike Tyson: હવાઈ યાત્રા દરમિયાન માઈક ટાયસને વિમાનમાંજ સહયાત્રીને ધોઈ નાંખ્યો, મોંઢા પર મુક્કા વરસાવ્યાનો Video વાયરલ

Next Article