કરદાતા આવકવેરો બચાવવા માટે વિવિધ વિકલ્પો પસંદ કરે છે. ઘણા લોકો રોકાણ કરીને ટેક્સ બચાવવાની યોજના ધરાવે છે. કેટલાક લોકો એવા પણ છે જે ટેક્સ બચાવવા એવા કેલ્ક્યુલેશન કરે છે જ્યાં રોકાણ કરી ટેક્સમાં છૂટ મળે છે. જોકે રોકાણ કર્યા વિના પણ ટેક્સ બચાવી શકાય છે. જો તમે પણ કોઈપણ રોકાણ વગર ટેક્સ બચાવવાનું વિચારી રહ્યા છો તો અહેવાલમાં તમને સારા વિકલ્પો જણાવી રહ્યા છીએ.
જો તમે ભાડાના મકાનમાં રહો છો તો આવકવેરા કાયદા હેઠળ HRA ભથ્થું છૂટનો દાવો કરી શકે છે. કલમ 10 હેઠળ ક્યાં તો HRA ભથ્થું સંપૂર્ણપણે માફ કરવામાં આવશે અથવા આંશિક રીતે માફ કરવામાં આવશે. જો તમે તમારા માતા-પિતા સાથે રહો છો તો તમે તેમને ભાડું ચૂકવીને પણ કર મુક્તિનો લાભ મેળવી શકો છો.
કરમુક્તિ મેળવવા માટે બાળકોની ફી અને હોસ્ટેલનો ખર્ચ શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. તમે કલમ 10 (14) હેઠળ બાળકોના શિક્ષણ પર ખર્ચ કરીને આવકવેરામાં છૂટ મેળવી શકો છો. શિક્ષણ ભથ્થું રૂ. 1200 અને હોસ્ટેલ ખર્ચ રૂ. વાર્ષિક 3600 માત્ર 2 બાળકો સુધી કર કપાતપાત્ર છે. આ ઉપરાંત તમે બાળકો માટે ટ્યુશન ફી પર 80C હેઠળ ટેક્સ છૂટ મેળવી શકો છો.
કલમ 80C હેઠળ તમે હોમ લોનની મૂળ રકમ ચૂકવીને ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આમાં તમે 1.5 લાખ રૂપિયાનો ક્લેઇમ કરી શકો છો. જો કે એ નોંધવું જોઈએ કે આવી મિલકત (મકાન) પોઝિશન પ્રાપ્ત કર્યાના 5 વર્ષની અંદર વેચી શકાતી નથી.
કલમ 80D હેઠળ મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ અને હેલ્થ ચેકઅપમાં થયેલા ખર્ચ પર 25,000 રૂપિયા સુધીની કર કપાત મેળવી શકાય છે. જો તમે 60 વર્ષથી વધુ ઉંમરના માતા-પિતા માટે મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પણ ચૂકવો છો, તો તમને 25,000 રૂપિયાની વધારાની કર કપાત મળશે.
તમે કલમ 80E હેઠળ એજ્યુકેશન લોન પર ચૂકવવામાં આવેલા વ્યાજ પર ટેક્સ છૂટ પણ મેળવી શકો છો. આ કપાતનો લાભ જે વર્ષથી વ્યાજ મળવાનું શરૂ થાય ત્યારથી 8 વર્ષ સુધી લઈ શકાય છે. એક શરત એ છે કે 12મું પાસ કર્યા પછી ઉચ્ચ શિક્ષણ માટે લોન લેવી જરૂરી છે.
આ પણ વાંચો : LIC IPO : સસ્તી કિંમતે શેર મેળવવા માટે Demat એકાઉન્ટ ખોલવા પડાપડી, જાણો જાન્યુઆરીમાં કેટલા લોકોએ ખાતા ખોલાવ્યા