
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે (CBDT) કરદાતાઓને રાહત આપતાં એસેસમેન્ટ વર્ષ 2025-26 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 10 ડિસેમ્બર, 2025 સુધી લંબાવી છે.
આ સાથે જ ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની અંતિમ તારીખ 10 નવેમ્બર, 2025 સુધી લંબાવી છે. વર્ષ 2024-25 માટે રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ અગાઉ 31 ઓક્ટોબર, 2025 હતી અને તેને 10 ડિસેમ્બર, 2025 સુધી લંબાવી દેવામાં આવી છે.
આ નિર્ણય ખાસ કરીને એવા ટેક્સપેયર માટે મહત્વપૂર્ણ છે, જેઓને ફરજિયાત ઓડિટ કરાવવાનું છે અથવા જેમનું વાર્ષિક ટર્નઓવર રૂ. 1 કરોડથી વધુ છે. આવકવેરા કાયદા, 1961 ની જોગવાઈ હેઠળ અગાઉના વર્ષ 2024-25 (એસેસમેન્ટ વર્ષ 2025-26) માટે ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવા માટેની ‘તારીખ’ પણ લંબાવવામાં આવી છે.
The Central Board of Direct Taxes (CBDT) has decided to extend the due date of furnishing of Return of Income under sub-Section (1) of Section 139 of the Act for the Assessment Year 2025-26, which is 31st October 2025 in the case of assessees referred in clause (a) of Explanation… pic.twitter.com/w7Hl94Y9Ns
— Income Tax India (@IncomeTaxIndia) October 29, 2025
નિર્ધારિત તારીખ હવે 10 નવેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવી છે. આનાથી કરદાતાઓને ઓડિટ પ્રોસેસ પૂર્ણ કરવા અને રિપોર્ટ તૈયાર કરવા માટે વધારાનો સમય મળશે. સીબીડીટીએ આ સંદર્ભમાં એક પ્રેસ રિલીઝ જારી કરી છે, જેમાં સ્પષ્ટપણે આ વિસ્તરણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
નિષ્ણાતો માને છે કે, આનાથી નાના અને મધ્યમ વ્યવસાયોને ખાસ રાહત મળશે, જેમને ઘણીવાર છેલ્લી ઘડીના દબાણનો સામનો કરવો પડે છે. કરદાતાઓ આ અપડેટ્સ માટે સત્તાવાર આવકવેરા પોર્ટલ (incometax.gov.in) પર દેખરેખ રાખી શકે છે. સીબીડીટીએ સ્પષ્ટ કર્યું કે, આ વિસ્તરણ સિવાય બીજી તારીખો યથાવત રહેશે.
Published On - 8:57 pm, Wed, 29 October 25