WTC 2021: આ બોલરોનો જાદુ ચાલે તો ટીમ ઇન્ડીયાનુ ટેસ્ટ ચેમ્પિયન બનવાનુ સપનુ થઇ શકે છે સાકાર

|

May 16, 2021 | 4:59 PM

આગામી 18 જૂન થી 22 જૂન દરમ્યાન ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) રમાનારી છે. પ્રથમ ટેસ્ટ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડ (New Zealand) સામે ભારતીય ટીમ (Team India) મેદાને ઉતરશે.

WTC 2021: આ બોલરોનો જાદુ ચાલે તો ટીમ ઇન્ડીયાનુ ટેસ્ટ ચેમ્પિયન બનવાનુ સપનુ થઇ શકે છે સાકાર
Test Team India

Follow us on

આગામી 18 જૂન થી 22 જૂન દરમ્યાન ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) રમાનારી છે. પ્રથમ ટેસ્ટ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડ (New Zealand) સામે ભારતીય ટીમ (Team India) મેદાને ઉતરશે. બંને ટીમો માટે પ્રથમ ટ્રોફીને હાંસલ કરવાના સપના હોવા સ્વાભાવિક છે. જેને પુરુ કરવા માટે બંને ટીમો પોતાનુ તમામ યોગદાન મેદાનમાં રજૂ કરવા માટે ભરપુર પ્રયાસ કરશે. ઇંગ્લેંડના સાઉથંમ્પટનના મેદાન પર ભારતીય બોલરોએ પણ ન્યુઝીલેન્ડ સામે શાનદાર દેખાવ કરવો જરુરી બની રહેશે.

ભારતીય ટીમ પસંદ કરવામાં BCCI એ ઇંગ્લેંડ ની રોઝ બાઉલ પિચ અને હવામાનને ધ્યાનમાં રાખીને ખેલાડીઓને પસંદ કર્યા છે. ખાસ કરીને બોલરોને પસંદ કરવામાં પણ બારીકાઇ દાખવી છે. જોકે હવે કયો બોલર ઇંગ્લેંડમાં ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે, તેની પર વિશ્વલેષકો અંદાજ લગાવી રહ્યા છે. ભારતીય ટીમના અનુભવી અને યુવા બોલરો હાલમાં ઓસ્ટ્રેલીયા પ્રવાસ થી લઇને ઘર આંગણે ઇંગ્લેંડ સામેની શ્રેણી અને આઇપીએલમાં શાનદાર દેખાવ કરી ચુક્યા છે. ટીમ ઇન્ડીયાના બોલરો પર આવી જ એક નજર કરીશુ, કોનો કેટલો દમ વર્તાઇ રહ્યો છે.

મહંમદ શામીઃ સાઉથમ્પટન ની પિચ પર સૌથી વદારે વિકેટ ઝડપનારા ટોપ ટેન બોલરોમાં ભારતીય પેસર મહંમદ શામી સામેલ છે. જેણે અહી 2 ટેસ્ટ મેચ રમીને 7 વિકેટ ઝડપી છે. તે આ મેદાન પર વિકેટ ઝડપવાના મામલાની યાદીમાં 7મુ સ્થાન ધરાવે છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

રવિન્દ્ર જાડેજાઃ આ ઓલરાઉન્ડર ખેલાડી પાસેથી દરેક વખતે ખૂબ આશા રાખવામાં આવે છે. ચેમ્પિયનશીપની ફાઇનલ માં ટીમ ઇન્ડીયા માટે મહત્વનો સાબિત શકે છે. તેણે સાઉથંપ્ટન ના મેદાનમાં એક ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેના નામે 5 વિકેટ નોંધાયેલી છે. તેનુ આઇપીએલ 2021માં પણ પ્રદર્શન સારુ રહ્યુ હતુ, તેણે ઓલરાઉન્ડ પ્રદર્શન વડે ચેન્નાઇ સુપર કિંગ્સને જીત અપાવી હતી.

જસપ્રિત બુમરાહઃ ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ને સાઉથંપ્ટનની પિચ પર મદદ મળી શકે છે. અત્યાર સુધીમાં ઝડપી બોલર માટે મદદગાર રહેલી આ વિકેટ પર બુમરાહ હરિફ ટીમના બેટ્સમેનો માટે માથાનો દુખાવો બની શકે છે. બુમરાહ સાઉથંપ્ટન ની પિચ પર એક ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. તેના નામે 4 વિકેટ છે.

અશ્વિનઃ અનુભવી સ્ટાર ઓફ સ્પિનર બોલર રવિચંદ્રન અશ્વિન પોતાની ફિરકી વડે ન્યુઝીલેન્ડના બેટ્સમેનોને મુશ્કેલી ઉભી કરી શકે છે. સાઉથંપ્ટન માં અશ્વિન એક ટેસ્ટ મેચ આ પહેલા રમી ચુક્યો છે. જેમાં તેણે 3 વિકેટ હાંસલ કરી હતી.

ઇશાંત શર્માઃ ભારતીય ટીમનો અનુભવી ઝડપી બોલર ઇશાંત શર્મા એ હાલમાં જ ઇંગ્લેંડ સામે પોતાની 100મી ટેસ્ટ મેચ રમી હતી. ઇજા થી સ્વસ્થ થયા બાદ ઇશાંત ફરી થી ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર બોલીંગ કરવા માટે તૈયાર છે. ઇશાંત શર્મા સાઉથંપ્ટન ની પિચ પર એક ટેસ્ટ મેચ રમીને 4 વિકેટ ઝડપી ચુક્યો છે.

Next Article