WT-20: સુપરનોવાઝનો સામનો આજે આત્મવિશ્વાસથી ભરેલા ટ્રેલબ્લેઝર્સથી થશે

|

Nov 07, 2020 | 7:48 AM

શારજાહમાં રમાઇ રહેલી વુમન્સ ટી-20 ચેલેન્જની ત્રીજી સિઝનની ત્રીજી અને અંતિમ લીગ મેચ સુપર નોવાઝ અને ટ્રેલબ્લેઝર્સ વચ્ચે શનિવારે રમાનાર છે. આ મેચને જો ટ્રેલબ્લેઝર્સ જીતી લેવામાં સફળ થાય છે તો ટીમ સુપરનોવાઝ ટુર્નામેન્ટ થી બહાર થઇ જશે. ગત ચેમ્પીયન્સને શનિવારે શારજાહમાં મહિલા ટી-20 ચેલેન્જમાં ટકી રહેવા માટે ટ્રેલબ્લેઝર્સ સામે જીત જરુરી છે. સ્મૃતી મંધાનાની […]

WT-20: સુપરનોવાઝનો સામનો આજે આત્મવિશ્વાસથી ભરેલા ટ્રેલબ્લેઝર્સથી થશે

Follow us on

શારજાહમાં રમાઇ રહેલી વુમન્સ ટી-20 ચેલેન્જની ત્રીજી સિઝનની ત્રીજી અને અંતિમ લીગ મેચ સુપર નોવાઝ અને ટ્રેલબ્લેઝર્સ વચ્ચે શનિવારે રમાનાર છે. આ મેચને જો ટ્રેલબ્લેઝર્સ જીતી લેવામાં સફળ થાય છે તો ટીમ સુપરનોવાઝ ટુર્નામેન્ટ થી બહાર થઇ જશે.

ગત ચેમ્પીયન્સને શનિવારે શારજાહમાં મહિલા ટી-20 ચેલેન્જમાં ટકી રહેવા માટે ટ્રેલબ્લેઝર્સ સામે જીત જરુરી છે. સ્મૃતી મંધાનાની આગેવાની ટ્રેલબ્લેઝર્સની ટીમ આ મેચમાં જીતી ને ફાઇનલમાં સ્થાન બનાવવા ઇચ્છશે. હરમનપ્રિત કૌરની કેપ્ટનશીપ ધરાવતી સુપરનોવાઝ ને ટુર્નામેન્ટની પહેલી મેચમાં મિતાલી રાજની ટીમ વેલોસીટી એ હાર આપી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

એક વધુ હાર હવે સુપરનોવાઝને ટુર્નામેન્ટમાંથી બહાર નો રસ્તો દેખાડી શકે છે. ટ્રાયલબ્લેઝર્સની ટીમ આ મુકાબલામાં પુરા આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે. કારણ કે પાછળના મુકાબલામાં તેણે વેલોસીટીને 47 પર જ ધ્વસ્ત કરી દીધુ હતુ.

તેમની સ્પિનર ઇંગ્લેન્ડની સોફીયા એકલેસ્ટને ચાર વિકેટ ઝડપી હતી. જે દુનિયાની નંબર વન બોલર છે. મંધાના એકવાર ફરી થી પોતાના બોલર્સ થી આવા જ પ્રદર્શનની આશા રાખશે. તો બીજી તરફ હરમનપ્રિત પાછલી હારને છોડીને નવી શરુઆત કરવા માંગશે.

ટ્રેલબ્લેઝર્સઃ સ્મૃતિ મંધના (કપ્તાન), દિપ્તિ શર્મા, સિમરન બહાદુર, નટક્કન ચંટમ, હરલીન દેઓલ, ડિયાંડ્રા ડોટીન, સોફી એકલસ્ટોન, ઋષા ઘોષ, રાજેશ્વરી ગાયકવાડ, કાશ્વી ગૌતમ, ઝુલણ ગોસ્વામી, દયાલન હેમલતા, નુઝહત પરવિન, પુનમ રાવત, સલામા ખાતુંન,

સુપરનોવાઃ હરમનપ્રિત કેપ્ટન, જેમિમા રોડ્રિગ્સ, તાનિયા ભાટીયા, ચમારી અટાપટ્ટુ, પુનમ યાદવ, અનુજા પાટિલ, મુસ્કાન મલિક, અરુંધતી રેડ્ડી, પ્રિયા પુનિયા, અયાબોંગા ખાકા, પુજા વસ્ત્રકાર, શશિકલા સિરીવર્દને, રાધા યાદવ, આયુષી સોની, શકિરા સલમાન

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article