WT-20 લીગ: સુપરનોવાઝનો 2 રને ટ્રેઈલબ્લેઝર સામે રોમાંચક મેચમાં વિજય, રાધા અને શકિરાએ 2-2 વિકેટ ઝડપી

|

Nov 07, 2020 | 11:26 PM

વુમન્સ ટી-20 ચેલેન્જની આજે શનિવારે ત્રીજી મેચ શારજાહ ખાતે રમાઈ રહી છે. સુપરનોવાઝ અને ટ્ર્લેઈબ્લેઝર્સ વચ્ચે રમાઈ રહેલી આ મેચમાં સુપરનોવાઝની ટીમના કેપ્ટન હરમનપ્રિત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં પ્રથમ બેટીંગ કરતા ટીમે ધુંઆધાર શરુઆત કરી હતી. ઓપનર અટ્ટાપટ્ટુના અડધીસદી સાથે ટીમે 20 ઓવરના અંતે છ વિકેટ ગુમાવીને 146 રનનો […]

WT-20 લીગ: સુપરનોવાઝનો 2 રને ટ્રેઈલબ્લેઝર સામે રોમાંચક મેચમાં વિજય, રાધા અને શકિરાએ 2-2 વિકેટ ઝડપી

Follow us on

વુમન્સ ટી-20 ચેલેન્જની આજે શનિવારે ત્રીજી મેચ શારજાહ ખાતે રમાઈ રહી છે. સુપરનોવાઝ અને ટ્ર્લેઈબ્લેઝર્સ વચ્ચે રમાઈ રહેલી આ મેચમાં સુપરનોવાઝની ટીમના કેપ્ટન હરમનપ્રિત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં પ્રથમ બેટીંગ કરતા ટીમે ધુંઆધાર શરુઆત કરી હતી. ઓપનર અટ્ટાપટ્ટુના અડધીસદી સાથે ટીમે 20 ઓવરના અંતે છ વિકેટ ગુમાવીને 146 રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં ટ્રેલબ્લેઝર ટીમે પણ રોમાંચકતા સાથે સ્કોરનો પીછો કર્યો હતો. 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 144 રન કરતા માત્ર બે રને હાર થઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

 

ટ્રેલબ્લેઝર્સની બેટીંગ

લક્ષ્યાંકના પીછો કરવા સાથે શરુઆતમાં સારુ પ્રદર્શન ટીમ ટ્રેલબ્લેઝર્સે કર્યો હતો. પ્રથમ વિકેટ ટીમે 44 રનના સ્કોર પર ડીયન્ડ્રા ડોટ્ટીનની ગુમાવી હતી, તેણે 15 બોલમાં 27 રનની ઝડપી રમત રમી હતી. ત્યારબાદ ક્રીઝ પર આવેલી રીચા ઘોષ માત્ર ચાર જ રન બનાવીને પેવેલીયન પરત ફરી હતી. કેપ્ટન સ્મૃતી મંધાનાએ 33 રનની ઈનિંગ રમી હતી. દયાલન હેમલત્તા ચાર રન જોડીને આઉટ થઈ હતી. દિપ્તી શર્માએ 40 બોલમાં 43 રન અણનમ કરીને જીત મેળવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં અસફળ રહ્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરવા છતાં માત્ર બે રને હાર સહન કરવી પડી હતી.

સુપરનોવાઝની બોલીંગ

બેટ્સમેનોએ નિભાવેલી જવાબદારી બાદ વારો બોલરોનો હતો, પરંતુ બોલરો વિકેટોને ઝડપવામાં સંઘર્ષ કરી રહ્યા હતા. શકિરા સલમાને જોકે બે વિકેટ ઝડપી હતી, જોકે તેણે ચાર ઓવરમાં 31 રન આપ્યા હતા. રાધા યાદવે પણ બે વિકેટ ઝડપી હતી. તેણે આઠની ઈકોનોમીથી રન આપ્યા હતા. આ ઉપરાંત અનુજા પાટીલે પણ ચાર ઓવરમાં માત્ર 18 રન આપીને એક વિકેટ ઝડપી હતી.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સુપરનોવાઝની બેટીંગ.

ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગની શરુઆત કરતા ટ્રેલબ્લેઝર્સના ઓપનરોએ શાનદાર શરુઆત કરી હતી. ઓપનરોએ 89 રનની ઝડપી ભાગીદારી નોંધાવી હતી. પ્રિયા પુણીયા 30 રન બનાવીને પ્રથમ વિકેટરુપે આઉટ થઈ હતી. ઓપનર ચમારી અટ્ટાપટ્ટુએ અડધીસદી લગાવ્યુ હતુ, તેણે 48 બોલમાં ચાર છગ્ગા સાથે 67 રન ફટકાર્યા હતા. જેમીમાં રોડરીઝ એક રન જ કરી શકી હતી, તે ઝુલનના બોલમાં તેના જ હાથમાં કેચ આપી બેઠી હતી. કેપ્ટન હરમનપ્રિત કૌરે 29 બોલમાં 31 રન કર્યા હતા અને તે રન આઉટ થઈ હતી. શશિકલા શ્રીવર્ધને પણ બે જ રન જોડીને રન આઉટ થઈ હતી. ઈનીંગના છેલ્લા બોલે રાધા યાદવ પણ એક રન કરીને રન આઉટ થઈ હતી. આમ ત્રણ વિકેટો રન આઉટમાં જ ટીમે અંતિમ ઓવરો દરમ્યાનન ગુમાવી દીધી હતી.

ટ્રેલબ્લેઝર ની બોલીંગ

ઝુલન ગોસ્વામીએ ચાર ઓવરમાં 17 રન આપીને એક વિકેટ ઝડપી હતી. તેણે સૌથી કરકસર ભરી બોલીંગ દાખવી હતી. ઉપરાંત સલમા ખાતુને ચાર ઓવરમાં 25 રન આપીને એક વિકેટ મેળવી હતી. હર્લિન દેઓલે પણ એક વિકેટ ઝડપી હતી. દિપ્તિ શર્મા અને રાજેશ્વરની ગાયકવાડની ઓવરમાં ટીમે રન પ્રમાણમાં વધુ લુટાવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article