John Cena Retirement: ખાસ ટી-શર્ટ પહેરી વર્લ્ડ ચેમ્પિયન જ્હોન સીનાએ WWEમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી

|

Jul 07, 2024 | 10:28 AM

દુનિયાના સૌથી ખતરનાક રેસલરમાંથી એક રેસલરે આજે સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેના સંન્યાસની જાહેરાતથી ચાહકો પણ ચોંકી ગયા છે. એક લાઈવ ઈવેન્ટ દરમિયાન આ દિગ્ગજ રેસલરે WWE છોડવાનો નિર્ણય લીધો છે.

John Cena Retirement: ખાસ ટી-શર્ટ પહેરી વર્લ્ડ ચેમ્પિયન જ્હોન સીનાએ WWEમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી

Follow us on

WWEની રિંગના સૌથી દિગ્ગજો રેસલરને ધૂળ ચટાવનાર રેસલર જ્હોન સીનાએ સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. મની ઈન ધ બેન્ક 2024 દરમિયાન જોહોન સીનાએ ચાહકોને જોરદાર ઝટકો આપ્યો છે. 16 વખતની વર્લ્ડ ચેમ્પિયને અચાનક સંન્યાસ લેવાની જાહેરાત કરતા ચાહકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. જ્હોન સીનાએ સંન્યાસ લેવાની જાહેરાત એક લાઈવ ઈવેન્ટ દરમિયાન કરી હતી. આ ઈવેન્ટમાં જ્હોન સીના ધ લાસ્ટ ટાઈમ ઈઝ નાઉ લખેલું ટી શર્ટ પહેરી આવ્યો હતો.

 

IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?

રેસલરની દુનિયામાં જ્હોન સીનાનું મોટું નામ છે. છેલ્લા કેટલાક વર્ષોથી તે WWEમાં હતો. 16 વખત રેસલર ચેમ્પિયન રહી ચુક્યો છે. આખી દુનિયામાં તેના ચાહકો છે. અત્યારસુધી રિંગમાં જઈ જ્હોન સીનાએ ચાહકોનું દિલ જીત્યું છે પરંતુ આજે કરોડો ચાહકોનું દિલ રેસલરે તોડી નાંખ્યું છે.

જ્હોન સીનાએ રિંગની અંદર કહ્યું કે, આજે WWEમાંથી મારા સંન્યાસની જાહેરાત કરું છું. જ્હોન સીનાએ WWE રોના નેટફ્લિકસ પર ડેબ્યુ, રોયલ રંબલ 2025, એલિમિનેશન ચેમ્બર 2025 અને રેસલમેનિયા 41માં સામેલ થવાની આશા છે.

જ્હોન સીનાનું WWE કરિયર

જ્હોન સીનાએ WWE ખિતાબ કુલ 13 વખત જીત્યો છે. 3 વખત વર્લ્ડ હેવીવેટ ચેમ્પિયનશીપ જીતી અને 2 વખત રોયલ રંબલ જીત્યું હોલિવુડમાં પણ જ્હોન સીનાનું મોટું નામ છે.જ્હોન સીના 2018માં કંપની માટે પાર્ટ ટાઈમ પરફોર્મ કરવાનું શરુ કર્યું હતુ. જેનાથી યુવા પ્રતિભાઓને આગળ વધવાની તક મળી, તેમણે છેલ્લી મેચ ક્રાઉન જ્વેલ 2023માં સોલો સિકાઓ વિરુદ્ધ રમી હતી. જ્યાં તે 10 સમોઅન સ્પાઈક્સ લીધા બાદ બ્લડલાઈન સભ્ય સામે હારી ગયો હતો.

હોલિવુડમાં પણ જ્હોન સીનાનું મોટું નામ

તમને જણાવી દઈએ કે,એક રેસલર હોવાની સાથે સાથે જોન સીને હોલિવુડનો મોટો સ્ટાર પણ બની ગયો છે. એવું કહી શકાય કે, જેના કારણે તેને રેસલિંગનું કરિયર થોડું અસ્ત વ્યસ્ત થઈ રહ્યું હતુ.હોલિવુડમાં સતત તેને કામ મળી રહ્યું હતુ અને તેને હોલિવુડમાં ચાહકો પણ પસંદ કરવા લાગ્યા હતા. જેને લઈ બની શકે કે, જ્હોન સીનાએ સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે.

Published On - 9:58 am, Sun, 7 July 24

Next Article