World Championship 2025 : ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એક મુકાબલો, જાણો ક્યાં અને ક્યારે જોઈ શકશો લાઈવ

ભારતના સ્ટાર એથ્લીટ નીરજ ચોપરા અને પાકિસ્તાનના ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025ના ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. આ મેચ ટોક્યોના જાપાન નેશનલ સ્ટેડિયમમાં રમાશે.

World Championship 2025 : ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એક મુકાબલો, જાણો ક્યાં અને ક્યારે જોઈ શકશો લાઈવ
| Updated on: Sep 18, 2025 | 10:17 AM

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ આતંકી હુમલો થયો હતો. ત્યારબાદ બંન્ને દેશ વચ્ચે તણાવ વધી ગયો છે. હવે તેની અસર રમત પર પણ જોવા મળી રહી છે. હાલમાં એશિયા કપ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ પાકિસ્તાનની ટીમ સાથે હાથ મિલાવ્યા ન હતા. હવે ચાહકોને ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ એક ટકકર જોવા મળશે. જેવલિન થ્રોના મેદાન પર સ્ટાર ખેલાડી નીરજ ચોપરા અને પાકિસ્તાનના ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ આમને -સામને આવશે.

ભારતીય ચાહકોની નજર 18 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાને ભાલા ફેંકની ફાઇનલ ઇવેન્ટમાં રહેશે.

નીરજ ચોપરાનો મુકાબલો અરશદ નદીમ સાથે થશે

ટોક્યો જાપાન નેશનલ સ્ટેડિયમમાં ગુરુવારના રોજ જેવલિન થ્રોમાં વધુ એક રોમાંચક મેચ જોવા મળશે. જ્યાં નીરજ ચોપરા અને પાકિસ્તાનના અરશદ નદીમ વર્લ્ડ એથલેટ્કિસ ચેમ્પિયનશીપની ફાઈનલમાં આમને-સામને થશે. આ મેચ 18 સપ્ટેમ્બરના રોજ રમાવાની છે. બંન્નેએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કરી 84.50 મીટરથી વધારે દૂર જેવલિન થ્રો કરી ફાઈનલમાં સ્થાન બનાવ્યું હતુ. પેરિસ ઓલિમ્પિક 2024 બાદ પહેલી વખત હશે. જ્યારે બંન્ને દિગ્ગજો કોઈ મોટી ટૂર્નામેન્ટમાં એક બીજા સામે ટકરાશે.

ફાઇનલ મેચ ક્યારે અને ક્યાં રમાશે?

નીરજ ચોપરા અને અરશદ નદીમ વચ્ચે અત્યારસુધી 10 ઈન્ટરનેશનલ કોમ્પીટીશન મેચ રમાઈ ચૂકી છે. પરંતુ અરશદ નદીમ માત્ર 1 જ વખત નીરજ ચોપરાને હરાવી શક્યો છે. તેમજ જેવલિન થ્રો ઈવેન્ટ ટોક્યોના જાપાન નેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ જ સ્ટેડિયમમાં નીરજે 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારે અરશદ 84.62 મીટરના થ્રોની સાથે પાંચમા નંબર પર રહ્યો હતો. આ ફાઈનલ મેચ 18 સપ્ટેમબરના રોજ ભારતીય સમયઅનુસાર બપોરના 3.53 કલાકે શરુ થશે.

ભારતીય ચાહકો સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી અને સ્ટાર સ્પોર્ટ્સ 2 પર ટીવી પર ફાઇનલ મેચ લાઇવ જોઈ શકે છે. ફાઇનલ મેચ Jio Hotstar એપ પર પણ લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે, જ્યાં ચાહકો લોગ ઇન કરીને જેવલિન થ્રોની ફાઇનલ જોઈ શકે છે. ચાહકોની નજર નીરજ ચોપરા પર રહેશે.

ગોલ્ડન બોય નીરજ ચોપરાના પરિવારે તેમજ રમતગમતથી લઈને પર્સનલ લાઈફ વિશે જાણીએ અહી ક્લિક કરો

 

Published On - 10:03 am, Thu, 18 September 25