Wimbledon 2022: નોવાક જોકોવિચની જીત સાથે કરી શરૂઆત, ક્વોન સૂન-વુને માત આપી

|

Jun 29, 2022 | 4:40 PM

Tennis : Wimbledon 2022 ATP રેન્કિંગમાં ત્રીજા સ્થાને રહેલા નોવાક જોકોવિચે (Novak Djokovic) સેન્ટર કોર્ટ પર બે કલાક અને 27 મિનિટ ચાલેલી મેન્સ સિંગલ્સ મેચમાં કોરિયાના સૂન-વુને 6-3 3-6 6-3 6-4થી હરાવ્યો હતો.

Wimbledon 2022: નોવાક જોકોવિચની જીત સાથે કરી શરૂઆત, ક્વોન સૂન-વુને માત આપી
Novak Djokovic (File Photo)

Follow us on

વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડન (Wimbledon 2022) નો પ્રારંભ થઈ ગયો છે. વિશ્વના ટોચના ખેલાડીઓ વચ્ચેની આ સ્પર્ધામાં ફરી એકવાર નજર સર્બિયાના નોવાક જોકોવિચ (Novak Djokovic) અને સ્પેનના રાફેલ નડાલ (Rafael Nadal) પર રહેશે. ટોપ સીડ જોકોવિચે વિમ્બલ્ડનની શરૂઆત જીત સાથે કરી છે. સોમવારે ટૂર્નામેન્ટમાં તે ક્વોન સૂન-વુ સામે સખત સંઘર્ષપૂર્ણ વિજય નોંધાવવામાં સફળ રહ્યો.

નોવાક જોકોવિચે બીજા સેટ હાર્યા બાદ જોરદાર વાપસી કરી હતી

એટીપી રેન્કિંગ (ATP Ranking) માં ત્રીજા સ્થાને રહેલા નોવાક જોકોવિચ (Novak Djokovic) એ સેન્ટ્રલ કોર્ટ પર બે કલાક અને 27 મિનિટ સુધી ચાલેલી મેન્સ સિંગલ્સની મેચમાં કોરિયાના સૂન-વુને 6-3, 3-6, 6-3, 6-4 થી માત આપી હતી. જો કે તેણે એક સેટ ડ્રોપ કરવો પડ્યો હતો. પરંતુ પછીના બે સેટ જીતીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. પહેલો સેટ 6-3થી સરળ જીત સાથે શરૂઆત કર્યા બાદ નોવાક જોકોવિચને સુનએ જોરદાર ઝટકો આપ્યો હતો અને પોતાના અંદાજમાં 6-3 થી જીત મેળવી હતી. ત્યાર બાદ ટોચના ક્રમાંકિત નોવાક જોકોવિચે કોઈ ભૂલ કરી ન હતી અને સતત બે સેટ 6-3, 6-4થી જીતી લીધા હતા.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

કોરિયન ખેલાડી સુનએ જોકોવિચને જોરદાર ટક્કર આપી હતી

રેન્કિંગમાં 81માં ક્રમાંકીત રહેલા કોરિયન ખેલાડી્ સુનએ બીજા સેટમાં ત્રણ વખતના ડિફેન્ડિંગ ચેમ્પિયનને જોરદાર ટક્કર આપી હતી. પરંતુ પોતાનું સાતમું વિમ્બલ્ડન ટાઇટલ જીતવા મેદાન પર ઉતરનાર નોવાક જોકોવિચે સૂન-વુને પરત ફરવાની તક આપી ન હતી. ઓલ ઈંગ્લેન્ડ ક્લબમાં જોકોવિચની આ 80મી જીત છે અને ચારેય ગ્રાન્ડ સ્લેમમાં 80 કે તેથી વધુ મેચ જીતનાર પુરૂષ અને મહિલા બંને શ્રેણીમાં પ્રથમ ખેલાડી છે.

 

મહિલા કેટેગરીમાં ઓનાસ જબ્યુર અને એલિસને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો

મહિલા સિંગલ્સ કેટેગરીમાં ત્રીજી ક્રમાંકિત ઓનાસ જબ્યુર અને એલિસન રિસ્કે પણ બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. અમેરિકાની 28મી ક્રમાંકિત રિસ્કે સ્વિટ્ઝર્લેન્ડની યેલેના ઈન-આલ્બોનને 6-2, 6-4 થી હાર આપી હતી. ટ્યુનિશિયાના જબેઉરે એકતરફી મેચમાં સ્વીડિશ ક્વોલિફાયર મિરજામ બજોર્કલન્ડને 6-1, 6-3 થી હરાવ્યો હતો.

Next Article