27 વર્ષ પહેલા જ ભારતીય ટીમની ટી-શર્ટ કેસરી રંગની બની શકતી હતી પણ આ કારણે પસંદ કરવામાં આવ્યો બ્લુ રંગ

|

Jun 30, 2019 | 4:27 AM

વિશ્વ કપ 2019માં આજે ભારત અને ઈંગ્લેન્ડની ટીમ મેદાન પર ટકરાશે. તેની સાથે જ ભારતીય ટીમ પ્રથમ વખત કેસરી રંગની ટી-શર્ટમાં નજરે આવશે. ઈંગ્લેન્ડની સામેના મુકાબલામાં વિરાટ સેના બ્લુ નહી પણ કેસરી રંગની ટી-શર્ટમાં જોવા મળશે. ભારતીય ટીમની ટી-શર્ટ 27 વર્ષ પહેલા જ કેસરી રંગની બની શકતી હતી પણ અન્ય કારણોસર બ્લુ ટી-શર્ટ પસંદ કરવામાં […]

27 વર્ષ પહેલા જ ભારતીય ટીમની ટી-શર્ટ કેસરી રંગની બની શકતી હતી પણ આ કારણે પસંદ કરવામાં આવ્યો બ્લુ રંગ

Follow us on

વિશ્વ કપ 2019માં આજે ભારત અને ઈંગ્લેન્ડની ટીમ મેદાન પર ટકરાશે. તેની સાથે જ ભારતીય ટીમ પ્રથમ વખત કેસરી રંગની ટી-શર્ટમાં નજરે આવશે. ઈંગ્લેન્ડની સામેના મુકાબલામાં વિરાટ સેના બ્લુ નહી પણ કેસરી રંગની ટી-શર્ટમાં જોવા મળશે.

ભારતીય ટીમની ટી-શર્ટ 27 વર્ષ પહેલા જ કેસરી રંગની બની શકતી હતી પણ અન્ય કારણોસર બ્લુ ટી-શર્ટ પસંદ કરવામાં આવી. વર્ષ 1992માં વિશ્વ કપમાં ક્રિકેટ ટીમો પ્રથમ વખત કલરફુલ ટી-શર્ટ પહેરીને મેદાનમાં ઉતરી હતી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બધી જ ટીમો તેમના રાષ્ટ્રીય ધ્વજને ધ્યાનમાં રાખીને ટી-શર્ટનો રંગ નક્કી કરી રહી હતી. ભારતીય ટીમના મેનેજમેન્ટે પણ એવુ જ વિચાર્યુ હતું પણ રાષ્ટ્રીય ધ્વજનો કોઈ પણ રંગ ભારતીય ટીમ નક્કી ના કરી શકી.

ભારતીય ટીમે લીલો, સફેદ અને કેસરી રંગ છોડીને બ્લુ રંગ પસંદ કર્યો અને તેની પાછળ એક મહત્વનું કારણ છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાને તેમના રાષ્ટ્રીય ધ્વજનો રંગ પસંદ કર્યો. પાકિસ્તાને આ રંગને લઈને પહેલા જ પ્રસ્તાવ પાસ કરાવી લીધો હતો. ત્યારે ભારતને પણ આ રંગ પસંદ આવ્યો નહતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જ્યારે કેસરી રંગ દેશની એક વિશેષ રાજકીય પાર્ટી અને અન્ય ક્ષેત્રીય દળો તરફ સંકેત કરતો હતો. તે કારણે ભારતીય ટીમની ટી-શર્ટને આ રંગ આપવામાં ના આવ્યો. ત્યારે સફેદ રંગની ટી-શર્ટ વન-ડે મેચમાં ખુબ પહેલેથી જ પહેરવામાં આવતી હતી, તેથી બીજા દેશોની જેમ ભારતે પણ એક અલગ રંગની ટી-શર્ટ પસંદ કરી.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકો પર લક્ષ્‍મીદેવીની કૃપાથી આવકમાં વૃદ્ઘિ થશે

તેથી ભારતે બ્લુ રંગની ટી-શર્ટ લેવાનો નિર્ણય કર્યો. તેની પાછળનું કારણ છે કે રાષ્ટ્રીય ધ્વજમાં અશોક ચક્રનો રંગ બ્લુ હોય છે. તે કારણથી ભારતીય ટીમે ટી-શર્ટનો રંગ બ્લુ પસંદ કર્યો અને અત્યાર સુધી ટી-શર્ટનો રંગ બ્લુ રહ્યો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article