
IPL 2025ની 62મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. બંને ટીમો પહેલાથી જ પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગઈ હતી, પરંતુ તૈયારીની દ્રષ્ટિએ આ મેચ બંને માટે મહત્વપૂર્ણ હતી. પણ મેચ દરમિયાન એવું કઈક બન્યું કે જે જોયા બાદ જોવા આવેલા લોકો સહિત કમેન્ટ્રી બોક્સમાં બેઠેલા સિદ્ધુ પાજી પણ દંગ રહી ગયા.
જી હા, ચેન્નાઈની બેટિંગ દરમિયાન મેદાન પર એવો નજારો જોવા મળ્યો કે દર્શકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ખરેખર, મેચ દરમિયાન, સ્ટેન્ડમાં ધોનીનો હમશકલ જોવા મળ્યો, જેને જોઈને મેચ જોવા આવેલા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને તેની સાથે સેલ્ફી લેવા લાગ્યા. નવાઈની વાત એ હતી કે લોકો નકલી ધોની સાથે ફોટો પડાવવા માટે એટલા ઉત્સાહિત હતા કે તેને અસલી ધોની માની બેઠા. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કોમેન્ટેટર નવજોત સિંહ સિદ્ધુ પણ ધોનીના આ હમશકલને જોઈને દંગ રહી ગયા હતા. તેમણે કહ્યું, “અરે, આ ધોનીનો જોડિયા ભાઈ છે. શું તેઓ મેળામાં ખોવાઈ ગયા હતા?”
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધોનીના હમશકલનું નામ ઋષભ માલાકર છે. ઋષભ માલાકર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને લોકો ઘણીવાર તેને ધોની સમજી લે છે. ઇન્સ્ટાગ્રામ પર લગભગ 90,000 લોકો રિષભને ફોલો કરે છે અને તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરીમાં કહ્યું હતું કે તે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચેની મેચ જોવા જઈ રહ્યો છે.
નકલી MS ધોની એટલે કે ઋષભ માલાકરનો ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ડિંડા એકેડેમી નામના એક ભૂતપૂર્વ ટ્વિટર યુઝરે ફોટો શેર કરીને લખ્યું છે કે ‘થાલ્લા દરેક જગ્યાએ છે’. આ બાદ સ્ટાર સ્પોર્ટ ચેનલ પરથી પણ સિદ્ધુ પાજીની કમેન્ટ્રી અને ઋષભ માલાકરના ફોટા વાયરલ થયા છે.
IPL 2025 : એમએસ ધોની ટીમમાં ફેરફાર કરશે, દિલ્હીમાં કરી મોટી જાહેરાત ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો