Asia Cup: વીવીએસ લક્ષ્મણ બન્યા ભારતીય ટીમના કોચ, IND vs PAK મેચ પહેલા મોટો ફેરફાર

|

Aug 24, 2022 | 8:34 PM

વીવીએસ લક્ષ્મણને (VVS laxman) રાહુલ દ્રવિડની જવાબદારી મળી છે. એશિયા કપ માટે લક્ષ્મણને ભારતીય ટીમના કોચ બનાવવામાં આવ્યા છે.

Asia Cup: વીવીએસ લક્ષ્મણ બન્યા ભારતીય ટીમના કોચ, IND vs PAK મેચ પહેલા મોટો ફેરફાર
laxman

Follow us on

વીવીએસ લક્ષ્મણ (VVS laxman) એશિયા કપ 2022માં (Asia Cup 2022) રાહુલ દ્રવિડની જવાબદારી નિભાવશે. ટૂર્નામેન્ટ 27 ઓગસ્ટથી શરૂ થશે અને ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે કરશે. પાકિસ્તાન સામેની મેચ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર થયો છે. લક્ષ્મણને ભારતીય ટીમનો વચગાળાનો કોચ બનાવવામાં આવ્યો છે. યુએઈ જતા પહેલા ભારતીય કોચ દ્રવિડ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા, ત્યારબાદ બીસીસીઆઈ એ કહ્યું હતું કે દ્રવિડ ટીમ સાથે જઈ રહ્યો નથી. લક્ષ્મણ દ્રવિડની ગેરહાજરીમાં ભારતીય ટીમની સાથે ઝિમ્બાબ્વેના પ્રવાસે ગયો હતો, જ્યાં ભારતે વનડે સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યું હતું. પરંતુ દ્રવિડ એશિયા કપમાંથી સંપૂર્ણપણે બહાર નથી. જો તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવશે તો તે યુએઈમાં ટીમ સાથે જોડાશે. લક્ષ્મણ વાઇસ કેપ્ટન કેએલ રાહુલ, દીપક હુડ્ડા, આવેશ ખાન સાથે હરારેથી દુબઈ જવા રવાના થયો હતો.

રાહુલ દ્રવિડના કોચ બન્યા બાદ તેઓ આયરલેન્ડના પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના વચગાળાના કોચ બન્યા, જ્યારે દ્રવિડ સિનિયર ટીમ સાથે ઈંગ્લેન્ડના પ્રવાસે હતા. આ પછી તે ઝિમ્બાબ્વેમાં હાલમાં પૂરા થયેલા પ્રવાસમાં આ ભૂમિકા ભજવી રહ્યો હતો. તેના કોચિંગમાં ભારતીય ટીમે આ બંને દેશોને હરાવ્યા છે.

બીસીસીઆઈએ આપી હતી દ્રવિડને કોરોના સંક્રમણની જાણકારી

બીસીસીઆઈના સચિવ જય શાહે દ્રવિડના કોવિડ પોઝિટિવ હોવા વિશે જણાવ્યું હતું. તેને કહ્યું હતું કે ટીમ ઈન્ડિયા દુબઈ રવાના થાય તે પહેલા રાહુલ કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. તેને સામાન્ય લક્ષણો છે અને બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની દેખરેખ કરી રહી છે. દ્રવિડ અત્યારે ટીમ સાથે યુએઈ જશે નહીં. કોરોનામાંથી સાજા થયા બાદ દ્રવિડ ભારતીય ટીમમાં સામેલ થઈ શકશે.

એશિયા કપ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), દીપક હુડ્ડા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, આવેશ ખાન.

Published On - 7:54 pm, Wed, 24 August 22

Next Article