
વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. વિરાટ કોહલીએ પોતાના સંન્યાસની જાણકારી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી છે. તેનું ટેસ્ટ કરિયર 14 વર્ષનું રહ્યું છે. વિરાટ કોહલીએ ગત્ત અઠવાડિયે સંન્યાસ લેવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. પરંતુ હવે તેણે તેના પર અંતિમ મહોર લગાવી દીધી છે.
વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની વાત કરતા લખ્યું કે, ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વખત બૈગી બ્લુ જર્સી પહેરી તેના 14 વર્ષ થઈ ચૂક્યા છે. ઈમાનદારીથી કહું તો મે ક્યારે વિચાર્યું પણ ન હતું કે, આ ફોર્મેટ મને કઈ સફર પર લઈ જશે. તેણે મારી કસોટી લીધી છે, મને ઘડ્યો, અને મને એવા પાઠ શીખવ્યા જે હું મારા બાકીના જીવન માટે મારી સાથે રાખીશ.તેમણે આગળ લખ્યું કે, વ્હાઈટ જર્સીમાં રમવું ખુબ સારોઅનુભવ હોય છે. સખત મહેનત, લાંબા દિવસો, નાના-નાના પળ જેને કોઈ જોઈ શકતું નથી પરંતુ તે મૂમેન્ટ હંમેશા તમારી સાથે રહે છે.
વિરાટ કોહલીએ 123 ટેસ્ટ મેચમાં 46.85ની સરેરાશથી 9,230 રન બનાવ્યા છે.જેમાં 30 સદી પણ સામેલ છે.તમને જણાવી દઈએ કે, વિરાટ અને રોહિત શર્માએ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સાથે સંન્યાસ લીધો હતો. વિરાટે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું 269 signing off, 260 તેના ટેસ્ટ કેપના નંબર છે. તે ઈંગ્લેન્ડ પ્રવાસ પર હવે જશે નહી.
વિરાટ કોહલીએ 20 જૂન 2011ના રોજ પોતાનું ટેસ્ટ ડેબ્યુ વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ કર્યું હતુ. છેલ્લી મેચ તેમણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 રમી. જે સિડનીમાં 3 જાન્યુઆરી 2025 રમાય હતી. 123 ટેસ્ટ મેચમાં 46.85ની સરેરાશથી 9,230 રન બનાવ્યા છે, જેમાં 7 બેવડી સદી સાથે કુલ 30 સદી અને 31 અડધી સદી પણ સામેલ છે. વિરાટ કોહલી 13 વખત આ ફોર્મેટમાં અણનમ રહ્યો હતો. 1027 ચોગ્ગા અને 30 સિક્સ ટેસ્ટ કરિયરમાં ફટકારી છે.
Published On - 11:54 am, Mon, 12 May 25