વિરાટ કોહલી અને અનુષ્કા આવ્યા આ ખાસ બિમારી ધરાવતા બાળકની મદદે, 16 કરોડ રૂપિયા ભેગા કર્યા

|

May 25, 2021 | 11:46 AM

વિરાટ કોહલી (Virat Kohli) અને તેની અભિનેત્રી પત્નિ અનુષ્કા શર્મા (Anushka Sharma) હાલમાં મદદ માટે ખૂબ આગળ આવ્યા છે. તેઓ તેમની મદદની ભાવનાને લઇને સોશિયલ મીડિયા પર પણ ખૂબ સરાહના મેળવી રહ્યા છે.

વિરાટ કોહલી અને અનુષ્કા આવ્યા આ ખાસ બિમારી ધરાવતા બાળકની મદદે, 16 કરોડ રૂપિયા ભેગા કર્યા
Virat Kohli and Anushka

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને તેની અભિનેત્રી પત્નિ અનુષ્કા શર્મા (Anushka Sharma) હાલમાં મદદ માટે ખૂબ આગળ આવ્યા છે. તેઓ તેમની મદદની ભાવનાને લઇને સોશિયલ મીડિયા પર પણ ખૂબ સરાહના મેળવી રહ્યા છે. આ સ્ટાર કપલે એક બાળકને મોંધીદાટ સારવાર માટે જરુરી એવા મોંઘા ઇંજેકશન માટે 16 કરોડ રુપિયા એકઠા કરીને બાળકનો જીવ બચાવ્યો છે.

ધૈર્યરાજને જે પ્રમાણેની બિમારી હતી તેવી જ બિમારી અયાંશ ગુપ્તા (Ayansh Gupta) નામના બાળકને હતી. સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (spinal muscular atrophy) નામની બીમારી માં વિશ્વની સૌથી મોંઘી દવા એટલે કે ઇંન્જેકશનની જરુરીયાત રહેતી હોય છે. વિરાટ કોહલી અને અનુષ્કાનો આ માટે અયાંશના માતા પિતા યોગેશ અને રુપલ ગુપ્તા એ સોશિયલ મીડિયા મારફતે આભાર માન્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અયાંશના માતા પિતાએ ટ્વીટ કરીને કહ્યુ હતુ કે, અમે ક્યારેય વિચાર્યુ નહોતુ કે, આ મુશ્કેલ યાત્રાનો આટલો સરસ અંત આવશે. અમને એ બતાવતા ખૂબ જ ખુશી થાય છે કે, અયાંશની દવા માટે 16 કરોડ રુપિયા જરુર હતા, તે રકમ હાંસલ કરી લીધી હતી. તે તમામનો ખૂબ આભાર કે, તેઓે એ અમને સમર્થન કર્યુ. આ તમારી જીત છે.

કોહલી અને અનુષ્કા ઉપરાંત ઇમરાન હાશ્મી, સારા અલી ખાન, અર્જૂન કપૂર અને રાજકુમાર રાવ જેવી અન્ય બોલીવુડ હસ્તીઓએ પણ આયુષના માતા પિતાને મદદ કરી હતી. આ પહેલા વિરાટ અને અનુષ્કા શર્માએ કોરોના સામે પણ અભિયાન ચલાવીને ફંડ રેજિંગ કેમ્પેઇન દ્રારા 11 કરોડ રુપિયા એકઠા કર્યા હતા. જે પૈસા વડે ઓક્સીજન અને અન્ય આરોગ્યલક્ષી મદદ અપાઇ હતી.

Next Article