AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગ સામે શ્રીલંકા ઘૂંટણિયે: ઇન્ડિયા-એ ટીમે જીતી વનડે ટ્રાય સિરીઝની ફાઇનલ

તિલક વર્માની કેપ્ટનશીપ હેઠળ ઇન્ડિયા-એ ટીમે શ્રીલંકાને ફાઇનલમાં 66 રને હરાવી ખિતાબ જીત્યો. 15 વર્ષના યુવા બેટર વૈભવ સૂર્યવંશીએ 29 બોલમાં 94 રન ફટકાર્યા.

વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગ સામે શ્રીલંકા ઘૂંટણિયે: ઇન્ડિયા-એ ટીમે જીતી વનડે ટ્રાય સિરીઝની ફાઇનલ
Image Credit source: TV9 Network
| Updated on: Jun 21, 2026 | 8:35 PM
Share

શ્રીલંકામાં રમાયેલી વનડે ટ્રાય સિરીઝની રોમાંચક ફાઇનલ મેચમાં ઇન્ડિયા-એ ટીમે શાનદાર પ્રદર્શન કરીને શ્રીલંકા-એ ટીમને 66 રને હરાવીને ખિતાબ પોતાના નામે કરી લીધો છે. તિલક વર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે ફાઇનલ મેચમાં શ્રીલંકાને એકતરફી મુકાબલામાં ધૂળ ચટાડી દીધી હતી. અફઘાનિસ્તાન-એ ટીમ પણ આ સિરીઝનો એક ભાગ હતી. દંબુલામાં રમાયેલી આ ફાઇનલ મેચમાં ભારતની જીતનો અસલી હીરો 15 વર્ષનો યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી રહ્યો, જેની તોફાની ઇનિંગ્સ મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ હતી.

વૈભવ સૂર્યવંશીએ રમી મેચ વિનિંગ ઇનિંગ્સ

ફાઇનલ મેચમાં ટોસ જીતીને ઇન્ડિયા-એ ટીમે પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 377 રનનો વિશાળ સ્કોર ખડકો હતો. ઓપનિંગ કરવા આવેલા યુવા બેટર વૈભવ સૂર્યવંશીએ શ્રીલંકાના બોલરોની બરાબરની ધુલાઈ કરતા માત્ર 29 બોલમાં 10 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 94 રન ફટકારી દીધા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 324થી પણ વધુનો રહ્યો હતો. બીજી તરફ પ્રિયાંશ આર્યાએ 39 રન બનાવ્યા હતા. આ સિવાય કેપ્ટન તિલક વર્માએ 67 રનની ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. અંતિમ ઓવરોમાં અનુકૂલ રોયે માત્ર 15 બોલમાં 39 રન ફટકારીને ટીમના સ્કોરને 377 સુધી પહોંચાડ્યો હતો.

શ્રીલંકા તરફથી વાનુજા સહન, કુગાથાસ મથુલન અને રવિન્દુ ફર્નાન્ડોએ 2-2 વિકેટ ઝડપી હતી, પરંતુ બાકીના બોલરો રન રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા.

ભારતીય બોલરોએ શ્રીલંકાને બેકફૂટ પર ધકેલ્યું

378 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકા-એ ટીમની શરૂઆત ખરાબ રહી હતી. મિડલ ઓવરોમાં શ્રીલંકાના બેટ્સમેનોએ વાપસી કરવાનો પ્રયાસ જરૂર કર્યો, પરંતુ ભારતીય બોલરોના દબાણ સામે તેઓ 47.1 ઓવરમાં 311 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયા હતા. શ્રીલંકા તરફથી વાનુજા સહને સૌથી વધુ 62 રન અને સદીરા સમરવિક્રમાએ 52 રન બનાવ્યા હતા. આ સિવાય વિજયકાંત વિયાસકાંતે 39 રન અને કેપ્ટન સહન અરાચ્ચિગેએ 38 રનનું યોગદાન આપ્યું હતું, પરંતુ કોઈ પણ ખેલાડી પોતાની ઇનિંગ્સને મોટા સ્કોરમાં બદલી શક્યા નહોતા.

ભારત તરફથી બોલિંગમાં યશ ઠાકુર અને વિપ્રજ નિગમે શાનદાર પ્રદર્શન કરતા 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે અનુકૂલ રોયને 2 વિકેટ અને અશોક શર્મા તેમજ તિલક વર્માને 1-1 સફળતા મળી હતી.

Breaking News: ક્રિસ ગેલનો સૌથી મોટો ‘વર્લ્ડ રેકોર્ડ’ તૂટ્યો, 12 વર્ષ જૂની બાદશાહત છીનવી આ ખેલાડી બન્યો ‘નવો સિકંદર’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">