Tv9 Exclusive: કેમ નથી ચાલી રહ્યા રાજસ્થાન રોયલ્સના સ્ટાર, કેપ્ટન સ્ટિવ સ્મિથે બતાવ્યા કારણ

|

Oct 08, 2020 | 4:31 PM

T-20 લીગમાં રાજસ્થાન રોયલ્સે શાનદાર શરુઆત કરી હતી. પ્રથમ બંને મેચ પણ ભવ્યતા સભર વિજય પ્રાપ્ત કર્યો હતો. જોકે ત્યાર બાદ અચાનક જ ટીમ એકદમ જ લડખડાવા લાગી છે. રાજસ્થાન રોયલ્સે પાછલી ત્રણ મેચોમાં લગાતાર હારનો સામનો કર્યો છે. છેલ્લી મેચમાં તો રાજસ્થાન રોયલ્સે મુંબઇના હાથે હાર સહન કરવી પડી હતી. જોકે ટીમના કેપ્ટન સ્ટિવ […]

Tv9 Exclusive: કેમ નથી ચાલી રહ્યા રાજસ્થાન રોયલ્સના સ્ટાર, કેપ્ટન સ્ટિવ સ્મિથે બતાવ્યા કારણ

Follow us on

T-20 લીગમાં રાજસ્થાન રોયલ્સે શાનદાર શરુઆત કરી હતી. પ્રથમ બંને મેચ પણ ભવ્યતા સભર વિજય પ્રાપ્ત કર્યો હતો. જોકે ત્યાર બાદ અચાનક જ ટીમ એકદમ જ લડખડાવા લાગી છે. રાજસ્થાન રોયલ્સે પાછલી ત્રણ મેચોમાં લગાતાર હારનો સામનો કર્યો છે. છેલ્લી મેચમાં તો રાજસ્થાન રોયલ્સે મુંબઇના હાથે હાર સહન કરવી પડી હતી. જોકે ટીમના કેપ્ટન સ્ટિવ સ્મિથ ને ભરોસો છે કે, ખુબ જલ્દી ખેલાડીઓ લયમાં આવી જશે અને ટીમને સફળતા અપાવશે.

રાજસ્થાનને પાછળની ત્રણ મેચમાં કલકત્તા નાઇટ રાઇડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઇ ઇન્ડિયન્સની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમે શારજાહમં રમાયેલી પ્રથમ બે મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ ને હરાવ્યુ હતુ.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

લાંબા સમય પછી વાપસી કરતા મુશ્કેલી.

રાજસ્થાન માટે મિડલ ઓર્ડર ની બેટીંગ સફળ રહી નથી, જેનુ ટીમે નુકશાન ભોગવવુ પડી રહ્યુ છે. ખાસ કરીને અનુભવી બેટ્સમેન રોબીન ઉથપ્પા અસફળ નિવ઼ડી રહ્યો છે. કેપ્ટન સ્મિથ નુ માનવુ છે કે તે ઝડપ થી ફોર્મમાં આવશે.

Tv9 સાથે  Exclusive વાત કરતા સ્મિથે જણાવ્યુ હતુ કે, ઉથપ્પા ટુર્નામેન્ટમાં પોતાને સેટ કરવા માટે ની કોશિષ કરી રહ્યો છે. ફોર્મને તે ફરી થી પરત મેળવવા માટે પણ પ્રયાસ કરી રહ્યો છે. જોકે હાલના સમયમાં તે ખુબ જ મુશ્કેલ છે. ખાસ કરીને તે લોકો માટે કે જેઓ છ એક માસ બાદ ક્રિકેટમાં પરત ફરી રહ્યા છે. જોકે આશા છે કે તે બધા જલ્દી થી એક લયમાં પરત ફરશે અને ટીમને જીત અપાવવામાં મહત્વનુ યોગદાન આપશે.

નેટ રન રેટનુ ધ્યાન રાખવુ પડશે.

આ સિઝનમાં એક વાર વધુ નેટ રન રેટ ખુબ જ મહત્વનો સાબિત થશે એમ લાગી રહ્યુ છે. હાલના સમય સુધી કોઇ જ ટીમ મજબુત દાવેદાર તરપીકે ઉભરીને સામે આવી નથી. ખાસ કરીને ત્રીજા અને ચોથા સ્થાન માટે ફરી એખવાર સંઘર્ષનો સમય આવશે. આવામાં નેટ રન રેટ મહત્વનો સાબિત થનારો છે.  સ્મિથ નુ માનવુ છે કે, ટીમે આનુ ધ્યાન રાખવુ પડશે. નેટ રન રેટ ખુબ જ મહત્વ ધરાવે છે. અમે પાછળની સિઝન ની ટુર્નામેન્ટ દરમ્યાન પણ આ જોયુ છે.

આ ટુર્નામેન્ટ પણ ખુબ નજદીકી વાળી રહેશે અને કોઇ પણ ટીમને હળવાશ થી લઇ શકાય એમ નથી. ટુર્નામેન્ટના અંતિમ દીવસોમાં આ એક મહત્વનુ થઇ ને રહેશે. એટલા માટે જ અમારે ખુબ ધ્યાન રાખવુ પડશે. રાજસ્થાને અત્યાર સુધીમાં પાંચ મેચોમાં ચાર પોઇન્ટ હાંસલ કર્યા છે. ટીમની હવે ની મેચ શુક્રવારે એટલે કે નવમી ઓકટોબરે દિલ્હી કેપિટલ્સ સામે થશે. શારજાહમાં યોજાનારી આ મેચમાં બંને ટીમો વચ્ચે મજબુત મુકાબલો તો થશે પરંતુ રાજસ્થાન ને પણ જીત ની આશા જરુર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article