ODI માં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થવાનો રેકોર્ડ, લીસ્ટમાં નથી એક પણ ભારતીય

|

May 24, 2021 | 8:27 PM

તમે ક્રિકેટમાં બનતા ઘણા રેકોર્ડ વિશે સાંભળ્યું હશે. આજે અમે તમને ઝીરો પર આઉટ થવાના રેકોર્ડ વિશે જણાવીશું. આજે તમને અત્યાર સુધીને એ ટોચના પાંચ બેટ્સમેન વિશે વાત કરીશું, જે વનડે ક્રિકેટમાં વધુ વખત શૂન્ય પર આઉટ થયા છે.

ODI માં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થવાનો રેકોર્ડ, લીસ્ટમાં નથી એક પણ ભારતીય
શાહિદ આફ્રીદી

Follow us on

ક્રિકેટ (Cricket) એ ભારતીયો માટે કોઈ તહેવારથી ઓછી રમત નથી. ક્રિકેટ પ્રેમીઓ એકથી ભારે એક આ દેશમાં મળી આવે છે. ક્રિકેટ રમવાથી માંડીને ક્રિકેટ જોવાનો અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોના એક એક રેકોર્ડ પર નજર રાખવાના ઘણા શોખીન લોકો આપણા દેશમાં મળી આવે છે. ઘણા લોકોને ક્રિકેટને સમાંબંધિત વસ્તુઓ એકત્રિત કરવાનો શોખ હોય છે.

ક્રિકેટનો રોમંચ ત્યારે વધ્યો જ્યારે 05 જાન્યુઆરી, 1971 માં વનડે ક્રિકેટની શરૂઆત થઇ. આ ફોરમેટમાં પણ બેટ્સમેનની બોલબાલા રહી. ઘણા બેટ્સમેનોએ રણ બનાવવામાં મોટા મોટા રેકોર્ડ નોંધાય. પરંતુ ઘણા એવા બેટ્સમેન છે જેમના નામે કેટલાક શર્મનાક રેકોર્ડ પણ છે. ઘણા એવા બેટ્સમેન છે જેમને મોટા રેકોર્ડ બનાવ્યા હોય પરંતુ સાથે શૂન્ય પર પણ વધુ વખત આઉટ થવાનો રેકોર્ડ ધરાવતા હોય. આજે તમને અત્યાર સુધીને એ ટોચના પાંચ બેટ્સમેન વિશે વાત કરીશું, જે વનડે ક્રિકેટમાં વધુ વખત શૂન્ય પર આઉટ થયા છે.

સનથ જયસૂર્યા (Sanath Jayasuriya)

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

શ્રીલંક ક્રિકેટના ઇતિહાસમાં સનથ જયસૂર્યા એક મહાન બેટ્સમેન કહેવાય છે. તે તેમની વનડે કારકિર્દીની 445 મેચમાં 34 વાર ખાતું ખોલાવ્યા વિના એટલે કે ઝીરો રન પર પેવેલિયન પરત ફરી ગયા હતા. જો કે આ વન ડેમાં તેમણે 13430 રન નોંધાવ્યા છે.

શાહિદ આફ્રિદી (Shahid Afridi)

વિશ્વ ક્રિકેટમાં બૂમ બૂમ તરીકે જાણીતા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી આ યાદીમાં બીજા ક્રમે છે. 398 વન ડેમાં 6892 રન બનાવનાર આફ્રિદી તેની કારકિર્દીમાં 30 વખત શૂન્ય આઉટ થયા હતા.

વસીમ અકરમ (Wasim Akram)

પાકિસ્તાનની ભૂતપૂર્વ કેપ્ટન વસીમ અકરમ પણ વન ડેમાં 28 વખત ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયા હતા. વસીમ અકરમ કામચલાઉ બેટ્સમેન કહેવાતા હતા. આ યાદીમાં આ ક્રમે જ તેમની સાથે બીજો પણ એક ખેલાડી છે.

મહેલા જયવર્ધને (Mahela Jayawardene)

શ્રીલંકાને તેની કેપ્ટનશીપ હેઠળ 2011 ના વન ડે વર્લ્ડ કપના ફાઇનલમાં પ્રવેશ અપાવનાર મહેલા જયવર્ધનેનું નામ પણ આ લીસ્ટના સામેલ છે. આમાં તેણે વસીમ અકરમ જેટલો જ સ્કોર બનાવ્યો છે. તે પણ 28 વખત શૂન્ય પર આઉટ થયા હતા.

લસિથ મલિંગા (lasith malinga)

શ્રીલંકાનો સૌથી ફાસ્ટ બોલર લસિથ મલિંગા આ યાદીમાં પાંચમા ક્રમે છે. પોતાની ઘાતક બોલિંગમાં મોટા મોટા બેટ્સમેનને આઉટ કરનાર મલિંગા ખાતું ખોલાવ્યા વિના 26 વાર પેવેલિયન પરત ફરેલા છે.

Next Article