
અભિષેક નાયરને ગયા વર્ષે ટીમ ઈન્ડિયાના આસિસ્ટન્ટ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો પરંતુ થોડા દિવસો પહેલા BCCI એ તેનો કરાર અધવચ્ચે જ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
ટીમ ઈન્ડિયાની નોકરીમાંથી કાઢી મૂકાયા બાદ કોચ અભિષેક નાયરને હવે નવી નોકરી મળી છે. ટીમ ઈન્ડિયાના આસિસ્ટન્ટ કોચ પદ પરથી હટાવ્યા બાદ અભિષેક નાયર ફરી એકવાર આઈપીએલમાં પાછા ફર્યા છે. નાયર તેની ફ્રેન્ચાઇઝ કોલકાતા નાઈટ રાઇડર્સમાં પાછો ફર્યો છે. તાજેતરમાં થયેલ ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન બાદ બીસીસીઆઈએ નાયરને ટીમમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. અભિષેક નાયર કોલકાતા ટીમ સાથે જોડાયો છે, તેવી એક પોસ્ટ KKRના X એકાઉન્ટ પર જોવા મળી રહી છે.
Welcome back home, @abhisheknayar1 pic.twitter.com/IwJQTnAWxa
— KolkataKnightRiders (@KKRiders) April 19, 2025
મુંબઈનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અભિષેક નાયર ગયા સિઝન સુધી કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ હતો. તે ઘણી સીઝનથી આ ફ્રેન્ચાઇઝીમાં આસિસ્ટન્ટ કોચ તરીકેની ભૂમિકા ભજવી રહ્યો હતો. જો કે, હવે એક વર્ષથી પણ ઓછા સમયમાં નાયર ફરીથી KKRમાં પાછા ફર્યો છે. નાયરનું કમબેક કોલકાતા માટે ઘણું મહત્ત્વનું સાબિત થઈ શકે છે. કોલકાતાએ અત્યાર સુધી 7 માંથી ફક્ત 3 મેચ જીતી છે. નાયરની વાપસીથી ટીમના ખેલાડીઓને મદદ મળશે તેવી અપેક્ષા છે.
ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાને ટેસ્ટ સિરીઝમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તે દરમિયાન ટીમની અંદરની ઘણી વાતો બહાર પડી હતી, જેના કારણે હોબાળો થયો હતો. સમીક્ષા બેઠકમાં બધા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ એપ્રિલ મહિનામાં જ નાયરને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવાના સમાચાર આવ્યા હતા. જો કે, બીસીસીઆઈ કે નાયરે અત્યાર સુધી આ મામલે કોઈ જ પુષ્ટિ આપી ન હતી પરંતુ હવે કોલકાતા પરત ફર્યા પછી બધું સ્પષ્ટ થઈ ગયું છે.
Published On - 7:08 pm, Sat, 19 April 25