IPL 2020: આ ત્રણ નવોદિત ભારતીય ખેલાડી તેમની ડેબ્યુ મેચ રમવા છે આતુર

|

Sep 18, 2020 | 6:43 PM

IPLમાં રમતી વખતે દરેક ખેલાડીે પોતાનો સારો દેખાવ કરવાનુ છે સપનુ હોય છે. ઘણી વખત આઈપીએલમાં તક મળ્યા બાદ પણ ખેલાડી સારી રીતે રમવા માટે અસમર્થ રહે છે. કેટલાક એવા ખેલાડીઓ પણ આવ્યા છે, જેમને આઈપીએલમાં રમ્યા બાદ ભારતીય ટીમમાં રમવાની તક મળી. જોત જોતામાં તેઓ નામાંકિત ખેલાડી તરીકે પણ ઉભરી આવ્યા છે. IPLથી લઈને […]

IPL 2020: આ ત્રણ નવોદિત ભારતીય ખેલાડી તેમની ડેબ્યુ મેચ રમવા છે આતુર

Follow us on

IPLમાં રમતી વખતે દરેક ખેલાડીે પોતાનો સારો દેખાવ કરવાનુ છે સપનુ હોય છે. ઘણી વખત આઈપીએલમાં તક મળ્યા બાદ પણ ખેલાડી સારી રીતે રમવા માટે અસમર્થ રહે છે. કેટલાક એવા ખેલાડીઓ પણ આવ્યા છે, જેમને આઈપીએલમાં રમ્યા બાદ ભારતીય ટીમમાં રમવાની તક મળી. જોત જોતામાં તેઓ નામાંકિત ખેલાડી તરીકે પણ ઉભરી આવ્યા છે. IPLથી લઈને ભારતીય ટીમમાં એવા ખેલાડીઓની ક્રિકેટ યાત્રા ખૂબ જ સરસ રહી છે. આ વખતે પણ ઘણા એવા ખેલાડીઓ છે જેમને આ જ પ્રકારનુ સ્વપ્ન છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

IPL આ વખતે યુએઈમાં જરુર યોજાઇ રહી છે પરંતુ ભારતમા ચાહકો અને IPL ટીમોના ખેલાડીઓનો ઉત્સાહ પહેલા જેવો જ છે. ટીમોનુ પ્રેક્ટિસ સત્ર હાલમાં ચાલુ  છે. અને ઘણા એવા ખેલાડીઓ છે જે તેમની પ્રથમ મેચની રાહ જોઈ રહ્યા છે. ઘરેલું ક્રિકેટમાં શ્રેષ્ઠ રમ્યા બાદ તેમને IPLમાં સ્થાન મળ્યું છે અને હવે તે આ તકને ઝડપી લેવાનો પ્રયાસ કરશે. આ  વેળાની આઈપીએલમાં એવા ત્રણ ખેલાડીઓ છે જેઓ ડેબ્યુ કરવાની રાહમાં છે. કયા ત્રણ ખેલાડીઓ આઈપીએલમાં ડેબ્યૂ કરી શકે છે, જાણો.

રવિ બિશ્નોઇ

રવિ બિશ્નોઇને અંડર -19 વર્લ્ડ કપમાં તેણે કરેલી શ્રેષ્ઠ બોલિંગ ફળી છે. તેને કિંગ્સ ઇલેવન પંજાબની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રવિ બિશ્નોઇ લેગ સ્પિનર ​​છે અને યુએઈના મેદાન પર પંજાબ માટે તે વધુ સારો સાબિત થઈ શકે છે. કિંગ્સ ઇલેવન પંજાબ માટે આ સ્પિનરના આગમનથી મજબુત બોલીંગ આધાર બની શકે છે.

ઇશાન પોરેલ

આ બોલરને ઘરેલુ મેચોમાં શાનદાર રમતનું જાણે કે ઈનામ મળ્યુ છે. ગત રણજી ટ્રોફીની સિઝનમાં તેનું પ્રદર્શન આશ્ચર્યજનક રહ્યું હતું. કિંગ્સ ઇલેવન પંજાબે ઇશાન પોરેલને પણ તેની ટીમમાં ભાગ બનાવ્યો છે. પોરેલે ગત રણજી સીઝનની 6 મેચમાં 23 વિકેટ ઝડપી હતી. જોકે તેની ટીમ બંગાળને, ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તે આઈપીએલમાં ડેબ્યુ ની રાહ જોઇ રહ્યો છે.

યશસ્વી જયસ્વાલ

આ ખેલાડીની અંડર -19 વર્લ્ડ કપમાં એક શ્રેષ્ઠ રમત રમી હતી જેને કોઈ ભૂલી શકશે નહીં. આ બેટ્સમેને ફાઇનલમાં પણ રન  બનાવ્યા હતા. આ બેટ્સમેન પણ આતુરતાથી આઈપીએલની રાહ જોશે અને તેને તક મળે તેવી અપેક્ષા છે. જયસ્વાલનો રાજસ્થાન રોયલ્સ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જોવું રહ્યું કે તેનું બેટ અંડર -19 ક્રિકેટની જેમ અહીં રમે છે કે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 8:52 am, Sat, 12 September 20

Next Article