યુનિવર્સિટી આપી રહી હતી માનદ ડોક્ટરેટની ડીગ્રી, પરંતુ રાહુલ દ્રવિડે કહી દીધું હતું ના, જાણો કારણ

|

Jun 28, 2021 | 1:22 PM

એક સમયે બેંગ્લોર યુનિવર્સિટીએ રાહુલ દ્રવિડને માનદ ડોક્ટરેટ ડીગ્રી આપવાની ઘોષણા કરી હતી. પરંતુ રાહુલે તેને સ્વીકારવાની ના કહી દીધી હતી. જાણો આ રસપ્રદ કિસ્સો.

યુનિવર્સિટી આપી રહી હતી માનદ ડોક્ટરેટની ડીગ્રી, પરંતુ રાહુલ દ્રવિડે કહી દીધું હતું ના, જાણો કારણ
રાહુલ દ્રવિડ

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ તેમની રમત માટે તો લોકોને દિલમાં અલગ જગ્યા ધરાવે જ છે. પરંતુ તેમના પર્સનલ જીવન અને તેમના મુલ્યોને લઈને પણ લોકો તેમને માન આપે છે. વર્ષ 2017 માં એક એવી ઘટના બની હતી જેની ચર્ચા આજે પણ થાય છે. વાત જાણે એમ છે કે બેંગ્લોર યુનિવર્સિટીએ તેમને માનદ ડોક્ટરેટની ડીગ્રી આપવાનું નક્કી કર્યું હતું. પરંતુ રાહુલ દ્રવિડે તે સ્વીકારી નહીં. ચાલો જણાવીએ તેનું રસપ્રદ કારણ.

ભારતીય ક્રિકેટના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે બેંગ્લોર યુનિવર્સિટીમાંથી માનદ ડોક્ટરેટ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. ભારતના આ મહાન ખેલાડીએ ત્યારે કહ્યું હતું કે તે પોતાના પ્રયત્નોથી રમતના ક્ષેત્રે સંશોધન કરીને ડોક્ટરની ડિગ્રી મેળવવા માટે સક્ષમ થવા માંગે છે.

આ અંગે વિગતે વાત કરીએ તો અહેવાલો અનુસાર તેમણે કહ્યું હતું કે મારી પત્ની ડોક્ટર છે, આ બિરુદ મેળવવા તેમણે ઘણી ઊંઘ વગરની રાત અને દિવસો વિતાવ્યા છે. મારી માતા એક આર્ટ્સ પ્રોફેસર છે, તેમણે આ ડિગ્રી માટે પચાસ લાંબા વર્ષો સુધી રાહ જોઈ. મેં ક્રિકેટ રમવા માટે સખત મહેનત કરી છે, પરંતુ મેં હું આટલું નથી, તો મારી પાસે આ ડિગ્રી કેવી રીતે હોઈ શકે?

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

તમને આવા જ અન્ય કિસ્સાઓની વાત કરીએ તો ઇઝરાઇલી સરકારે 1952 માં દેશના વડા પ્રધાન બનવા માટે આઈન્સ્ટાઈનને આમંત્રણ આપ્યું હતું આઈન્સ્ટાઈને ત્યારે નમ્રતાપૂર્વક કહ્યું – હું ફીઝીક્સનો એક સામાન્ય વિદ્યાર્થી છું. હું રાજ્યના શાસન વિશે શું સમજી શકું છું?

પેરેલમેન નામના વિશ્વ વિખ્યાત ગણિતશાસ્ત્રીએ ફિલ્ડ મેડલ્સ અને એવોર્ડ્સ પાછા નાણાં આપી દીધા હતા. તેમણે હતું કે – અમારું કુટુંબ ખૂબ ગરીબ હતું. માતાના પૈસા બચાવવા માટે અમારે હિસાબ રાખવો પડતો હરો. આ કારણે હું ગણિતમાં કૌશલ્ય બતાવી શક્યો. હવે પૈસાની કોઈ કમી નથી. તો આટલા પૈસાનું હું શું કરીશ?

ખેલાડી કે વ્યક્તિ માત્ર તેના કામથી નહીં પરંતુ તેના મુલ્યોથી પણ મહાન બને છે. અને આના કારણે વર્ષો સુધી લોકો તેમને યાદ પણ રાખે છે. આજના સમયે પણ લોકો રાહુલને એટલા જ માન સાથે જુએ છે.

 

આ પણ વાંચો: પેટ પકડીને હસાવવાના પેટી ભરીને રૂપિયા! કપિલ શર્માએ શો માટે વધારી ફી, કરોડમાં પહોંચી રકમ!

Next Article