ક્રિકેટ નહીં, બદલો જોઇએ: પાક સાથે રમત જ નહીં તમામ સંબંધો પૂર્ણ કરી દેવા જોઇએ, શહીદ પરિવારની વેદના

| Edited By: | Updated on: Oct 17, 2021 | 11:13 PM

T20 વર્લ્ડ કપ 2021 માં ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે છે. તો કાશ્મીરમાં પણ આતંકી હુમલાઓમાં જવાનો શહીદ થઇ રહ્યા છે. આ વચ્ચે માંગ ઉઠી છે કે ભારતે ટી -20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે મેચ રમવાનો ઇનકાર કરવો જોઈએ.

કાશ્મીરમાં (Jammu Kashmir) છેલ્લા એક મહિનાથી સતત આતંકી હુમલા (Terrorist Attack) વધી રહ્યાં છે, દુનિયા જાણે છે કે પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદ માટે થાય છે. છેલ્લા એક મહિનામાં ભારતના 9 જવાનોએ શહીદી વહોરી છે. તો બીજી તરફ ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડકપમાં પાકિસ્તાન ભારત વચ્ચે મેચ  (T20 World Cup-2021) રમાવવાની છે, જેને લઇને શહીદ પરિવારમાં આક્રોશ છે. જે માતાએ તેનો દીકરો ગુમાવ્યો, જે મહિલાએ તેનો પતિ ગુમાવ્યો તેઓ કહી રહ્યાં છે કે તેમને ક્રિકેટ નહીં, બદલો જોઇએ છે. જેમણે દેશ માટે જીવ ગુમાવ્યો, શહીદી વહોરી, તેમની સાથે રમત નહીં પરંતુ તમામ સંબંધો પૂર્ણ કરી દેવા જોઇએ તેવું શહીદ પરિવારનો લોકો કહી રહ્યાં છે.

તો આ તરફ કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે પણ કહ્યું કે ભારત અને પાકિસ્તાન (India Vs Pak) વચ્ચે મેચ ન યોજાવી જોઇએ. તેમણે કહ્યું કે, આ બાબતે પુનર્વિચાર કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે આતંકવાદનો ચહેરો હવે સ્પષ્ટ થઈ જશે. જમ્મુ-કાશ્મીરમાં હિન્દુઓ પર થયેલા હુમલાને જોતા આગામી દિવસોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી મેચ પર પુનર્વિચાર કરવાની જરૂર છે. સંબંધો હજુ સારા નથી.

જાહેર છે કે T20 વર્લ્ડ કપ 2021 માં ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે છે. મેચ 24 ઓક્ટોબરના રોજ રમાવાની છે. આ વચ્ચે હાલમાં ટ્વિટર પર #Ban_Pak_Cricket ટ્રેન્ડિંગમાં છે. લોકો સતત અપીલ કરી રહ્યા છે કે ભારતે ટી -20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે મેચ રમવાનો ઇનકાર કરવો જોઈએ.

 

આ પણ વાંચો: ‘ગુનેગારો સામે સખત પગલાં, નાગરિકો સાથે સારું વર્તન’: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી

આ પણ વાંચો: Yuvraj Singh ની હરિયાણા પોલીસે ધરપકડ કરી, યુઝવેન્દ્ર ચહલને અપમાનજનક શબ્દના મામલે નોંધાઇ હતી FIR