IPL 2020: KKRની સૌથી મોટી તાકાત વિદેશી ખેલાડીઓ છે, પરંતુ ટીમ આ યંગસ્ટર પર સૌથી વધુ નિર્ભર છે

|

Sep 14, 2020 | 4:17 PM

પાછલી સીઝનમાં નબળા પ્રદર્શન બાદ કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR)એ તેમના કોચિંગ સેટઅપમાં ફેરફાર કર્યા છે અને કેટલાક ખેલાડીઓને ટીમમાં શામેલ કર્યા છે. જો કે દિનેશ કાર્તિક બરકરાર છે કારણ કે ટીમના મુખ્ય કાર્યકારી અધિકારી વેન્કી મૈસુર તેની સાથે છે. કારણ કે તેની કેપ્ટનશિપ પર તેમને ભરોસો છે. ટીમની અગાઉની IPL ની સીઝન ઘણી નબળી હતી. […]

IPL 2020: KKRની સૌથી મોટી તાકાત વિદેશી ખેલાડીઓ છે, પરંતુ ટીમ આ યંગસ્ટર પર સૌથી વધુ નિર્ભર છે

Follow us on

પાછલી સીઝનમાં નબળા પ્રદર્શન બાદ કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR)એ તેમના કોચિંગ સેટઅપમાં ફેરફાર કર્યા છે અને કેટલાક ખેલાડીઓને ટીમમાં શામેલ કર્યા છે. જો કે દિનેશ કાર્તિક બરકરાર છે કારણ કે ટીમના મુખ્ય કાર્યકારી અધિકારી વેન્કી મૈસુર તેની સાથે છે. કારણ કે તેની કેપ્ટનશિપ પર તેમને ભરોસો છે. ટીમની અગાઉની IPL ની સીઝન ઘણી નબળી હતી. ભારતના સર્વશ્રેષ્ઠ T20 કેપ્ટનમાંથી એક ગૌતમ ગંભીર બાદ કાર્તિકને ટીમની કમાન સોંપવામાં આવી હતી.

KKR: વિદેશી ખેલાડીઓ પર દાવ

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

જમૈકાના સ્ટાર ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે કેકેઆરની બે શાનદાર રહેલી સીઝનમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું અને તેને 2019 ના સૌથી વિશેષ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. કેટલાક પ્રસંગોમાં રસેલ ડગઆઉટમાં પગમાં પેડ લગાવેલો નિરાશ દેખાતો હતો. કેમ કે તેની પાસે ટીમને વિજય અપાવવા માટે પૂરતો બોલ નહોતા રમવા મળ્યા. પ્રથમ પસંદગીના ચાર વિદેશી ખેલાડીઓમાંથી ત્રણ રસેલ, સુનીલ નરેન અને પેટ કમિન્સ હોવાની સંભાવના છે. જ્યારે ચોથા ખેલાડી માટે, ઇંગ્લેન્ડના વ્હાઇટ બોલના કેપ્ટન ઇઓન મોર્ગન અને તેના જુનિયર સાથી ટોમ બેન્ટનની પસંદગી થઈ શકે છે. જો મોર્ગન રમે છે, તો તે મધ્યમ ક્રમમાં કેપ્ટન કાર્તિકની મદદ કરી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

યંગસ્ટર્સ પર પણ દારોમદાર

રાઇઝિંગ સ્ટાર શુભમન ગિલને આ વખતે તેના પ્રિય એવા ઓપનરના સ્થાન પર રમાડવામાં આવી શકે છે, કારણ કે તેને પાછલી સીઝનમાં ઉપર નિચે ના ક્રમે રમાડવામાં આવ્યો હતો.જોકે તે  નિર્ણયની ભારે ટીકા પણ થઇ હતી. તેની સાથે સુનીલ નરેન અથવા બૈન્ટન પણ ઇનિંગની શરૂઆત કરી શકે છે. આ ઉપરાંત, યુવા ઝડપી બોલર શિવમ માવી આ સિઝનમાં ફરીથી ઈજામાંથી બહાર આવી પોતાનો કમાલ દેખાડવા માંગશે. જ્યારે કમલેશ નાગેરકોટી, સંદીપ વોરિયર અને વરૂણ ચક્રવર્તીની પાસે પણ અપેક્ષાઓ છે. તો વળી, સ્પિનર તરીકેનો ભાર સુનિલ નારાયણ અને કુલદીપ યાદવ પર રહેશે. કેકેઆર 23 સપ્ટેમ્બરથી અબુ ધાબીમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ સામે પોતાની શરુઆત કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 7:47 am, Mon, 14 September 20

Next Article