Team India: કપિલ દેવનો રેકોર્ડ તોડી શકે છે 300 વિકેટ ઝડપનારો ઇશાંત શર્મા, કોચનો વિશ્વાસ

|

Feb 11, 2021 | 10:10 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે હાલમાં રમાઇ રહેલી ટેસ્ટ શ્રેણી ની પ્રથમ ટેસ્ટ ભારત ગુમાવી ચુક્યુ છે. ચેન્નાઇમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ દરમ્યાન ભારતીય સિનિયર બોલર ઇશાંત શર્મા (Ishant Sharma) એ ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટના આંકડાને સ્પર્શી લીધો છે. હવે તે કપિલ દેવ (Kapil Dev) ના રેકોર્ડ સુધી પહોંચી શકે છે એમ તેના કોચ શ્રણવ કુમાર (Shravan Kumar) નુ માનવુ છે.

Team India: કપિલ દેવનો રેકોર્ડ તોડી શકે છે 300 વિકેટ ઝડપનારો ઇશાંત શર્મા, કોચનો વિશ્વાસ
ચેન્નાઇ ટેસ્ટ દરમ્યાન 300 વિકેટ ઝડપવાની ઉપલબ્ધી ઇશાંતે હાંસલ કરી હતી.

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે હાલમાં રમાઇ રહેલી ટેસ્ટ શ્રેણી ની પ્રથમ ટેસ્ટ ભારત ગુમાવી ચુક્યુ છે. ચેન્નાઇમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ દરમ્યાન ભારતીય સિનિયર બોલર ઇશાંત શર્મા (Ishant Sharma) એ ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટના આંકડાને સ્પર્શી લીધો છે. હવે તે કપિલ દેવ (Kapil Dev) ના રેકોર્ડ સુધી પહોંચી શકે છે એમ તેના કોચ શ્રણવ કુમાર (Shravan Kumar) નુ માનવુ છે. તેમના મત મુજબ ઇશાંત શર્મા હાલમાં 32 વર્ષીય છે અને હજુ પણ તે 40 ટેસ્ટ મેચ રમી શકે છે. આમ તે કપિલ દેવના 434 ટેસ્ટ વિકેટના રેકોર્ડને પાર કરી શકે છે.

દૈનિક ભાસ્કર સાથેની વાતચીત દરમ્યાન ઇશાંત શર્માના કોચે આ પ્રકારનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ચેન્નાઇ ટેસ્ટ દરમ્યાન ડેનિયલ લોરેન્સની વિકેટ ઝડપતા 300 વિકેટ ઝડપવાની ઉપલબ્ધી ઇશાંતે હાંસલ કરી હતી. ઇશાંતના કોચ શ્રવણ કુમારે વાચચીત દરમ્યાન કહ્યુ હતુ કે, ઇશાંત પોતાની ક્ષતીનો સ્વિકાર કરવાનુ જાણે છે, જે તેની સૌથી મોટી ખાસિયત છે. સાથે જ તે પોતાની ભૂલને સુધારવા માટે પણ મહેનત કરે છે. જ્યારે ખરાબ પ્રદર્શન માટે ટીમ થી ડ્રોપ કરી દેવામાં આવ્યો હતો, ત્યારે તે મારી પાસે આવ્યો હતો અને મને વાત કરી હતી. મે તેને કહ્યુ કે એકશન પહેલા જેવી નથી. તેણે કેટલાક દિવસ સુધી તેની પર વર્ક કર્યુ હતુ. અને ફરી થી તે ટીમમાં પરત ફર્યો હતો.

કોચે કહ્યુ હતુ કે, ઇશાંતે પોતાને ફિટ રાખવા માટે સતત શાનદાર પ્રદર્શન કરવુ પડશે. ટીમમાં હજુ ઉમેશ યાદવ, ભુવનેશ્વર કુમાર અને મહંમદ શામી છે. તેમના પરત ફરવા બાદ ટીમમાં તેને જ સ્થાન મળી શકશે કે જે ફીટ હોય અને વિકેટ ઝડપતો હોય. હાલમાં ભારતીય ટીમની બેંચ સ્ટ્રેંથ પણ ખૂબ મજબૂત છે. શાર્દુલ ઠાકુર અને મહંમદ સિરાજ જેવા બોલરો પણ મોજૂદ છે. જે ટીમની જરુરીયાતના હિસાબ થી બેટીંગ કરી શકે છે. આવામાં પ્લેયીંગ ઇલેવનમાં સતત સ્થાન જાળવી રાખવુ એ ઇશાંત માટે મોટો પડકાર હશે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

તેમણે કહ્યુ હતુ કે, ઇશાંતને તેમની પાસે એક સ્ટુડન્ટ લઇને આવ્યો હતો. ઇશાંત ગંગા ઇન્ટરનેશનલ સ્કૂલમાં 11માં એડમીશન લેવા માંગતો હતો. તે મારી પાસે આવ્યો કારણ કે તેનો ક્વોટા સ્પોર્ટ્સ ક્વોટા થી થઇ શકે. મે પુછ્યુ કે, ક્રિકેટમાં તુ શું કરે છે, જવાબમાં તેણે બોલીંગ કહ્યુ હતુ. તે બાથરુમ સ્લિપર પહેરેલો હતો. મારા કહેવા પર તેણે બોલ ફેંક્યો તો તેની સ્પિડ હેરાન કરવા વાળી હતી. તેની પાસે નેચરલ પેસ હતી. બાદમાં મેં તેનુ એડમીશન કરાવી દીધુ અને આગળ જે થયુ તે સૌની સામે છે.

Next Article