T-20 લીગ: હૈદરાબાદ સામે મુંબઈ ઈન્ડિયન્સે 8 વિકેટ ગુમાવીને 149 રનનો સ્કોર કર્યો, સંદિપ શર્માની 3 વિકેટ

|

Nov 03, 2020 | 9:32 PM

ટી-20 લીગની 13મી સિઝનમાં 56મી મેચ શારજાહ ખાતે રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આ મેચ રમાઈ રહી છે. હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્મા ઈજામાંથી બહાર આવીને આજે મેદાન પર જોવા મળ્યો હતો. જો કે આજે તે બેટીંગમાં ચાલી શક્યો નહોતો. ચાર બનાવીને તે […]

T-20 લીગ: હૈદરાબાદ સામે મુંબઈ ઈન્ડિયન્સે 8 વિકેટ ગુમાવીને 149 રનનો સ્કોર કર્યો, સંદિપ શર્માની 3 વિકેટ

Follow us on

ટી-20 લીગની 13મી સિઝનમાં 56મી મેચ શારજાહ ખાતે રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આ મેચ રમાઈ રહી છે. હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્મા ઈજામાંથી બહાર આવીને આજે મેદાન પર જોવા મળ્યો હતો. જો કે આજે તે બેટીંગમાં ચાલી શક્યો નહોતો. ચાર બનાવીને તે આઉટ થયો હતો. મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરના અંતે આઠ વિકેટ ગુમાવીને 149 રન કર્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

મુંબઇ ઇન્ડિયન્સની બેટીંગ

ટીમના કેપ્ટન રોહિત શર્મા ઈજામાંથી સ્વસ્થ થઈને આજે મેદાનમાં જોડાયો હતો. પરંતુ આજે તે સસ્તામાં જ પેવેલીયન પરત ફર્યા હતો. રોહિત શર્માને સંદિપ શર્માએ શિકાર બનાવ્યો હતો, માત્ર ચાર રન જોડીને તે આઉટ થયો હતો. મુંબઈ વતી આજે કોઈ ખેલાડી મોટી પારી રમી શક્યો નહોતો, સાથે જ સમયાંતરે વિકેટ પણ ગુમાવતા રહ્યા હતા. ક્વિન્ટન ડીકોક 13 બોલમાં 25 રન કર્યા હતા, સુર્યકુમાર યાદવે 29 બોલમાં 36 રન કર્યા હતા. જ્યારે ઈશાન કિશને 30 બોલમાં 33 રન કર્યા હતા. કૃણાલ પંડ્યા શુન્ય અને સૌરભ તિવારી એક રન કરીને આઉટ થયા હતા. 81 અને 82 રનના સ્કોર પર જ મુંબઈએ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આવી જ રીતે 115 અને 116 રનના સ્કોર પર પણ બે વિકેટ ગુમાવી હતી. આમ શરુઆતમાં ઝડપથી રન કરવા સામે ધીરે ધીરે રન રેટ ધીમી પડી ગઇ હતી. જોકે અંતમાં 19મી ઓવરમાં પોલાર્ડે સળંગ ત્રણ સિક્સર લગાવી હતી અને વીસમી ઓવરમાં એક સિક્સર લગાવીને સ્કોરબોર્ડને ઝડપથી ફેરવી દીધુ હતુ. પોલાર્ડે 24 બોલમાં 41 રન કર્યા હતા.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સનરાઇઝર્સ હૈદરાબાદની બોલીંગ

સંદિપ શર્માએ આજે મુંબઈની કમરતોડ બેટીંગ કરી હતી, કહી શકાય કે સંદિપે બેટીંગ ક્રમની કમર જ શરુઆત થી જ તોડી પાડી દીધી હતી. ચાર ઓવરમાં 34 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. રોહિત શર્મા, ડીકોક અને ઈશાનને તેણે પોતાના શિકાર બનાવ્યા હતા. શાહબાઝ નદિમે પણ પ્રભાવશાળી દેખાવ કર્યો હતો. તેણે ચાર ઓવરમાં 19 રન આપીને બે વિકેટ ઝડપી હતી. જેસન હોલ્ડરે પણ બે વિકેટ ઝડપી હતી. રાશિદ ખાને એક વિકેટ ઝડપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article