T-20 લીગ: પંજાબે સિઝનના કિંગ ગણાતા દિલ્હીને 5 વિકેટથી પરાસ્ત કર્યુ, ધવનની સદી પુરનની ફીફટી સામે એળે ગઈ

|

Oct 20, 2020 | 11:17 PM

ટી-20 લીગની 38મી મેચ કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે રમાઈ. દિલ્હીની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ધાર કર્યો હતો. મંગળવારની આ મેચમાં શિખર ધવને સિઝનમાં સતત બીજી વાર સદી ફટકારી. જોકે તેની સદી એળે ગઈ હતી. દિલ્હી કેપીટલે 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 164 રન કર્યા હતા. જવાબમાં પંજાબ તરફથી  નિકોલસ પુરને […]

T-20 લીગ: પંજાબે સિઝનના કિંગ ગણાતા દિલ્હીને 5 વિકેટથી પરાસ્ત કર્યુ, ધવનની સદી પુરનની ફીફટી સામે એળે ગઈ

Follow us on

ટી-20 લીગની 38મી મેચ કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે રમાઈ. દિલ્હીની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ધાર કર્યો હતો. મંગળવારની આ મેચમાં શિખર ધવને સિઝનમાં સતત બીજી વાર સદી ફટકારી. જોકે તેની સદી એળે ગઈ હતી. દિલ્હી કેપીટલે 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 164 રન કર્યા હતા. જવાબમાં પંજાબ તરફથી  નિકોલસ પુરને ઝડપી અડધીસદી ફટકારી હતી. પંજાબે 19 ઓવરમાં જ 167 રન ફટકારી મેચને પાંચ વિકેટથી જીતી લીધી હતી.

  

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કિંગ્સ ઇલેવન પંજાબની બેંટીંગ

પંજાબે પ્રથમ વિકેટ 17 રનના સ્કોર પર જ કેપ્ટન કેએલ રાહુલના સ્વરુપે ગુમાવી હતી. રાહુલે  11 બોલમાં 15 રન કર્યા હતા. જ્યારે ધુંઆધાર બેટ્સમેન ક્રિસ ગેઈલ પણ ઝડપી રમત રમવા દરમ્યાન 13 બોલમાં 29 રન બે છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી કરીને ક્લીન બોલ્ડ થયો હતો. ટીમે ગેઈલના રુપમાં બીજી વિકેટ 52 રનના સ્કોર પર ગુમાવી હતી. જોકે ત્યારબાદ નિકોલસ પુરને પંજાબની જવાબદારી સંભાળતી રમત દાખવી હતી, તેણે ઝડપી રમત રમી હતી સાથે જ જવાબદારી ભરી. તેણે 28 બોલમાં 53 રન કર્યા હતા. પુરને છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા લગાવ્યા હતા. ગ્લેન મેક્સવેલ પણ આજે બેટને ધુંઆધાર રીતે ફેરવવા લાગ્યો હતો અને તે ઝડપથી રમવાના ચક્કરમાં જ કેચ આઉટ થયો હતો. તેણે 24 બોલમાં 32 રન કર્યા હતા. દિપક હુડા અને જેમ્સ નિશમે અણનમ રહીને  જીતને આસાનીથી હાંસલ કરી લીધી હતી.

દિલ્હી કેપીટલ્સની બોલીંગ

કાગીસો રબાડાએ ચાર ઓવરમાં 27 રન આપીને બે વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત અક્ષર પટેલે ચાર ઓવરમાં 27 રન આપીને એક વિકેટ ઝડપી હતી. આર અશ્વિને પણ ચાર ઓવરમાં 27 રન આપી એક વિકેટ ઝડપી હતી. તુષાર દેશપાંડેએ તેની બે ઓવરમાં જ 41 રન આપ્યા હતા. જે દિલ્હીને માટે ખુબ જ મોંઘા સાબિત થયા હતા અને મેચને ગુમાવવાના એક પાસામાંથી તે સાબિત થયો હતો.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

દિલ્હી કેપીટલ્સની બેટીંગ

શિખર ધવનનું હવે બેટ જાણે કે ચાલવા જ નહી પણ દોડવા લાગ્યુ છે. તેણે ઝડપથી સદી ફટકારી. તેણે સિઝનમાં સતત બીજી સદી ફટકારી. તેના આ દેખાવથી દિલ્હીના ઉત્સાહમાં પણ વધારો દેખાયો છે. ધવને ઓપનીંગમાં આવી ફરી એક વાર અંત સુધી અણનમ રહીને સદી નોંધાવી હતી. ધવને 61 બોલમાં 106 રન કર્યા હતા. શરુઆત ધીમી રહેવા સાથે જ ટીમે પ્રથમ વિકેટ ઓપનર પૃથ્વી શોના રુપમાં 25 રનના સ્કોર પર જ ગુમાવી દીધી હતી. પૃથ્વી માત્ર સાત જ રન બનાવી શક્યો હતો. કેપ્ટન શ્રેયસ ઐયર પણ આજે ઓછો સ્કોર નોંધાવી શક્યો હતો, તેણે 14 રન ટીમ માટે જોડી બીજી વિકેટના રુપમાં આઉટ થયો હતો. ઈજામાંથી પરત ફરેલા ઋષભ પંતે પણ ટીમ માટે ખાસ દેખાવ કરી શક્યો નહોતો, પંતે 20 બોલમાં 14 રન કર્યા હતા. માર્કસ સ્ટોઈનીશ નવ રન જોડી આઉટ થયો હતો. હેયટમેરને શામીએ 10 રન કરીને બોલ્ડ કર્યો હતો.

કિંગ્સ ઇલેવન પંજાબની બોલીંગ

પંજાબના બોલરે આજે સરેરાશ બોલીંગ કરી હતી. દિલ્હીની વિકેટ તેઓ ઝડપથી આઉટ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. જોકે રન આપવાના મામલામાં પણ એવરેજ રહ્યા હતા. પાવર પ્લેમાં 53 રન ગુમાવ્યા હતા. મોહમંદ શામીએ ચાર ઓવરમાં 28 રન ગુમાવીને બે વિકેટ ઝડપી હતી. ગ્લેન મેક્સવેલે ચાર ઓવર કરી હતી અને એક વિકેટ ઝડપી હતી, તેણે 31 રન ગુમાવ્યા હતા. મુરુગન અશ્વિને પણ 33 રન ચાર ઓવરમાં ગુમાવી એક વિકેટ ઝડપી હતી. જેમ્સ નિશમે બે ઓવર કરીને 17 રન આપી એક વિકેટ ઝડપી હતી. રવિ બિશ્નોઇએ ત્રણ ઓવરમાં 24 રન આપ્યા હતા.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article