T-20 લીગ: KKR સામે બેંગ્લોરે બે વિકેટ ગુમાવી 194 રન કર્યા, ડીવીલયર્સની ઝડપી 73 રનની ઈનીંગ્સ

|

Oct 12, 2020 | 9:33 PM

ટી-20લીગની 13મી સિઝનની 28મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ યોજાઈ. ટોસ જીતીને બેંગ્લોરે પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બંને ટીમોએ ટીમમાં એક એક ફેરફાર કર્યો છે. બેંગ્લોરે ગુરકિરત માનના સ્થાને મહંમદ સિરાજ અને કલકત્તાએ સુનિલ નરેનના સ્થાને ટોમ બેટનને તક આપી છે. બેંગ્લોરે ઝડપી બેટીંગની શરુઆત કરી હતી, બંને […]

T-20 લીગ: KKR સામે બેંગ્લોરે બે વિકેટ ગુમાવી 194 રન કર્યા, ડીવીલયર્સની ઝડપી 73 રનની ઈનીંગ્સ

Follow us on

ટી-20લીગની 13મી સિઝનની 28મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ યોજાઈ. ટોસ જીતીને બેંગ્લોરે પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બંને ટીમોએ ટીમમાં એક એક ફેરફાર કર્યો છે. બેંગ્લોરે ગુરકિરત માનના સ્થાને મહંમદ સિરાજ અને કલકત્તાએ સુનિલ નરેનના સ્થાને ટોમ બેટનને તક આપી છે. બેંગ્લોરે ઝડપી બેટીંગની શરુઆત કરી હતી, બંને ઓપનરોએ ઝડપથી રન સ્કોર આગળ વધારવા પ્રયાસ કર્યો હતો. બેંગ્લોરે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 194 કર્યા હતા. એબી ડીવિલીયર્સે ધુંઆધાર 33 બોલમાં 73 રન કર્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

બેંગ્લોરની બેટીંગ

એરોન ફીંચ અને દેવદત્ત પડીકક્લે ઝડપી રમત દાખવી હતી. બંને ઓપનરોએ પાવર પ્લેમાં 47 રન ફટકાર્યા હતા. પડીક્કલ 23 બોલમાં 32 રન બનાવીને આઉટ થયો હતો. બેંગ્લોરે પ્રથમ વિકેટ પડીક્કલના રુપમાં 67 રનના સ્કોર પર ગુમાવી હતી. જ્યારે બીજી વિકેટ એરોન ફીંચની 94 રનના સ્કોર પર ગુમાવી હતી. વિરાટ કોહલી અને એબી ડીવીલીયર્સે બાદમાં પારી સંભાળી હતી. ડી વીલીયર્સે ઝડપી રમત રમી હતી, છ છગ્ગા અને પાંચ ચોગ્ગા સાથે ધુંઆધાર રમત રમી હતી. તેણે 33 બોલમાં 73 રન ફટકાર્યા હતા. જ્યારે કોહલીએ 28 બોલમાં 33 રન કર્યા હતા. બંને અણનમ રહ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કલક્તાની બોલીંગ

કલકત્તાના બોલરોને વિકેટ મેળવવાથી આજે નિરાશ રહેવુ પડ્યુ હતુ. બેંગ્લોરની માત્ર બે જ વિકેટ ઈનીંગ દરમ્યાન ઝડપી શકાઈ હતી. જેમાં આન્દ્રે રસેલે એક વિકેટ અને પ્રસિધ્ધ કૃષ્ણાંએ એક વિકેટ ઝડપી હતી. વરુણ ચક્રવર્તીની એકંદરે કરસર ભરી બોલીંગ રહી હતી. આન્દ્રે રસેલે ચાર ઓવરમાં 51 રન આપ્યા હતા.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article