T-20: ઝહીર ખાને કહ્યું હાર્દીક પંડ્યા બોલીંગ કરવા ઇચ્છુક છે, પરંતુ અમે તેને રોકી રાખ્યો છે

|

Sep 28, 2020 | 8:12 AM

મુંબઇ ઇન્ડીયન્સના ક્રિકેટ મેનેજમેન્ટના નિર્દેશક ઝાહીર ખાને કહ્યું છે કે હાર્દીક પંડ્યા બોલીંગ કરવા માટે ઇચ્છુક છે. પરંતુ ટીમ મેનેજમેન્ટે તેમના શરીરને પણ જોવુ જરુરી છે. ગત વર્ષના અંતમાં 26 વર્ષના હાર્દીક પંડ્યાએ લંડનમાં સર્જરી કરાવી હતી. ગત માર્ચ માસ દરમ્યાન ક્રિકેટમાં વાપસી કરી હતી પરંતુ ટી-20 લીગમાં પ્રથમ બે મેચ દરમ્યાન મુંબઇ ઇન્ડીન્યન્સ માટે […]

T-20: ઝહીર ખાને કહ્યું હાર્દીક પંડ્યા બોલીંગ કરવા ઇચ્છુક છે, પરંતુ અમે તેને રોકી રાખ્યો છે

Follow us on

મુંબઇ ઇન્ડીયન્સના ક્રિકેટ મેનેજમેન્ટના નિર્દેશક ઝાહીર ખાને કહ્યું છે કે હાર્દીક પંડ્યા બોલીંગ કરવા માટે ઇચ્છુક છે. પરંતુ ટીમ મેનેજમેન્ટે તેમના શરીરને પણ જોવુ જરુરી છે. ગત વર્ષના અંતમાં 26 વર્ષના હાર્દીક પંડ્યાએ લંડનમાં સર્જરી કરાવી હતી. ગત માર્ચ માસ દરમ્યાન ક્રિકેટમાં વાપસી કરી હતી પરંતુ ટી-20 લીગમાં પ્રથમ બે મેચ દરમ્યાન મુંબઇ ઇન્ડીન્યન્સ માટે બોલીંગ નહોતી કરી.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હાર્દીકની બોંલીગ કરવાની વાતને લઇને ઝાહીર ખાનને એક પ્રશ્ન પુછવાને લઇને સ્પષ્ટતા કરતા જવાબ વાળ્યો હતો કે, અમે બધા પણ હાર્દીક પંડ્યાની બોલીંગ કરવાની આશા રાખી રહ્યા છીએ, તે એક એવો ખેલાડી છે કે તે જ્યારે બોલીંગ કરે છે ત્યારે કોઇ પણ ટીમનુ સંતુલન બદલી શકે છે. તે પણ આ વાતને સમજે છે, પરંતુ અમારે તેના શરીરનુ પણ ધ્યાન રાખવુ જરુરી છે. અમે તેની બોંલીગને લઇને ફીઝીયો સાથે પણ આ બાબતે પરામર્શ કરી રહ્યા છીએ. અમે પણ તેને બોલીંગ કરતો હોય એ રીતે જોવા માંગીએ છીએ, તે પોતે પણ બોલીંગ કરવા માટે ઇચ્છુક છે અને તે ખરેખર જ બોલીંગ કરવા માંગે છે. જોકે અમારે રાહ જોવી પડશે અને સંયમ પણ રાખવો પડશે. તેના શરીર ને પણ જોવુ પડશે. બોલર્સને તેની ઇજા ખુબ પરેશાન કરતી હોય છે.

હાર્દીકે કલકતા નાઇટ રાઇડર્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ સામેની રમાયેલી બંને મેચો દરમ્યાન કુલ 32 રન બનાવ્યા હતા. જેમાં 18 અને 14 ની રમત દાખવી હતી. જોકે અમે ખુશ છીએ કે તે એક બેટ્સમેનની રીતે ટીમમાં મોજુદ છે અને તે પુર્ણપણે ફીટનેશ સાથે પોતાનુ યોગદાન મેદાન પર દાખવી રહ્યો છે. એ વાત ખુબ સારી છે અને અમે પણ આશા રાખી રહ્યા છીએ કે તમે એને ખુબ જલ્દી બોલીંગ કરતો જોઇ શકશો. હાર્દીક પંડ્યા, હાર્દીક પંડ્યા ઇજાગ્રસ્ત, હાર્દીક પંડ્યા સર્જરી, હાર્દીક પંડ્યા પીઠની સર્જરી, હાર્દીક પંડ્યા બેટ્સમેન, હાર્દીક પંડ્યા ઓલરાઉન્ડર, મુંબઇ ઇન્ડીયન્સ, ઝાહીર ખાન,

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article