T-20: હૈદરાબાદ સામે હારની હારમાળા દિલ્લી અટકાવી શકશે ? આજની નૈયા પાર કરી કોણ પહોંચશે ફાઇનલમાં ? જાણો બંને ટીમોના દમ

|

Nov 08, 2020 | 8:56 AM

ટી-20 લીગમાં યોગ્ય સમય પર લય હાંસલ કરવા વાળી ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આજે રવિવારે, ટુર્નામેન્ટના બીજા ક્વોલીફાયરમાં દિલ્હી કેપીટલ્સ સામે મેદાન પર ઉતરશે તો તેની પલડુ ભારે રહેશે. આ મેચના વિજેતાનો સામનો 10 નવેમ્બરે ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે થશે. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે પાછળની ચારેય મેચમાં કરો યા મરોની સ્થિતી હતી. જોકે ટીમ તેમાં તમામ […]

T-20: હૈદરાબાદ સામે હારની હારમાળા દિલ્લી અટકાવી શકશે ? આજની નૈયા પાર કરી કોણ પહોંચશે ફાઇનલમાં ? જાણો બંને ટીમોના દમ

Follow us on

ટી-20 લીગમાં યોગ્ય સમય પર લય હાંસલ કરવા વાળી ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આજે રવિવારે, ટુર્નામેન્ટના બીજા ક્વોલીફાયરમાં દિલ્હી કેપીટલ્સ સામે મેદાન પર ઉતરશે તો તેની પલડુ ભારે રહેશે. આ મેચના વિજેતાનો સામનો 10 નવેમ્બરે ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે થશે. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે પાછળની ચારેય મેચમાં કરો યા મરોની સ્થિતી હતી.

જોકે ટીમ તેમાં તમામ મેચોને જીતીને ખરી ઉતરી હતી. તો તેની સામે સિઝનની શરુઆતમાં શાનદાર પ્રદર્શન કરવા વાળી દિલ્હી કેપીટલ્સ ની ટીમ ટુર્નામેન્ટના અંત સુધીમાં પહોંચતા પહોંચતા ફોર્મ થી ભટકી ગઇ છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

શરુઆતના ચરણમાં નબળુ પ્રદર્શન કરવા વાળી ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ હાલના મુકામ સુધી પહોંચવાનો સંપુર્ણ શ્રેય કેપ્ટન ડેવિડ વોર્નરને જાય છે. તેમણે પોતાના ખેલાડીઓને શાનદાર રીતે ઉપયોગ કર્યો હતો. બીજી તરફ શરુઆતની નવ મેચમાં થી સાત મેચમાં જીત નોંધાવનારી ટીમ દિલ્હી કેપીટલ્સ છેલ્લી છ મેચોમાંથી પાંચ મેચોમાં હાર સહી ચુકી છે.

કેપ્ટન શ્રેયસ ઐયર ની યોજનાઓને પણ તેને લઇને ઝાટકો લાગ્યો છે. યુવા કેપ્ટન શ્રેયસ ઐયર ટુર્નામેન્ટના 13 માં સત્રમાં ટીમને પહેલી વાર ફાઇનલમાં લઇ જવા મથશે. તો વળી વોર્નર પરણ 2016 ની સફળતાને ફરી એકવાર ફરી થી દોહરાવા માટે પ્રયાસ કરીને ટીમને ચેમ્પીયન બનાવવા માટે ચાહશે. વોર્નર આગળની બે મેચોમાં જીત દર્જ કરાવવા માં સફળ રહેશે તો ટુર્નામેન્ટમાં સૌથી ઓછો અનુભવ ધરાવતા ખેલાડીઓ સાથે જીત નોંધાવવાનો છેડો શિરે બંધાશે.

શિખર ધવન 15 મેચોમાં 525 રન કરીને સરવાળે ખુબ સારુ પ્રદર્શન નોંધાવી ચુક્યો છે. પરંતુ પાછળની કેટલીક મેચોમાં મોટી ઇનીંગ રમવામાં તે સફળ થઇ શક્યો નથી. યુવા ખેલાડી પૃથ્વી શો પણ 13 મેચોમાં 228 રન કરી શક્યો છે. તેની કમજોરી પણ સારા ઝડપી બોલર સામે ઉજાગર થઇ ચુકી છે. તો વળી અનુભવી ખેલાડી અજીંક્ય રહાણે ચાસ મેચમાં 111 રન બનાવ્યા છે, તેણે અત્યાર સુધીમાં માત્ર એક જ મેચમાં દમદાર પ્રદર્શન કર્યુ છે.

ટીમના કોચ રીકી પોન્ટીંગ પમ ઓપનર બેટ્સમેનોના ખાતા ખોલાવ્યા વિના આઉટ થનારા ખેલાડીઓની સંખ્યા થી પરેશાન છે. ટુર્નામેન્ટમાં આવુ તો નવ વાર થઇ ચુક્યુ છે, જમાં ધવન ચાર, પૃથ્વી ત્રણ અને રહાણે બે વાર સ્કોરરોને પરેશાન કર્યા વિના જ પેવેલીયન પરત આવી ગયા હતા. મુંબઇ ઇન્ડીન્સ ની સામે પહેલા ક્વોલીફાયર મેચને છોડીને ટીમના બોલરે અત્યાર સુધી સારુ પ્રદર્શન કર્યુ છે. કાગીસો રબાડા એ 25, એનરીક નોર્ત્ઝેએ 20 અને અશ્વિને 13 વિકેટો સાથેનુ પ્રદર્શન નોંધાવ્યુ છે.

સનરાઇઝર્સ ની બેટીંગે પાછળની કેટલીક મેચો થી ફોર્મ હાંસલ કર્યુ છે. જેને ટીમના જેસન હોલ્ડરે પણ માન્યુ છે. હોલ્ડર કહે છે કે, અમે આક્રમક શરુઆત સાથે બેટીંગમાં સારુ કર્યુ છે. વોર્નરે તેની આગેવાની કરી હતી અને જેમાં રિધ્ધીમાન સાહે સારો સાથ પણ આપ્યો હતો. જોની બેયરીસ્ટોએ પણ સારુ કર્યુ હતુ, અને મનિષ પાંડે પણ ફોર્મને જાળવી રાખ્યુ છે. કેન વિલિયમસન ના સ્વરુપમાં ટીમની પાસે શાંત મગજ ધરાવતો બેટ્સમેન છે. ઇજાના કારણે સાહા એલિમિનેટર મેચમાં ટીમનો હિસ્સો નહોતો બની શક્યો, ક્વોલીફાયર મેચમાં પણ તેના રમવા અંગે ની સંભાવના ઘણી જ ઓછી છે.

ટુર્નામેન્ટની છ મેચોમાં 13 વિકેટો ઝડપવા વાળા વેસ્ટઇન્ડિઝના કેપ્ટન નુ કહેવુ છે કે, અમને શ્રીવત્સ ગોસ્વામી પર ભરોસો છે. તે ઘણાં સમય થી ટીમની સાથે છે, તેનો આત્મવિશ્વાસ પણ વધારવાની જરુર છે. બોલીંગ ની બાબતમાં હૈદરાબાદ પાસે સંદિપ શર્મા, હોલ્ડર, શાહબાઝ નદીમ, ટી નટરાજન અને રાશિદ ખાન જેવા બોલરો ફોર્મમાં ચાલી રહ્યા છે. સંદીપે પાવર પ્લેમાં અને નટરાજને ડેથ ઓવરમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે.

રાશિદ ખાન વચ્ચેની ઓવરમાં ખુબ જ કરકસર ભર્યો બોલર સાબિત થઇ રહ્યો છે. ટીમની એક માત્ર કમજોરી છે, મધ્યમક્રમની બેટીંગ. જ્યાં પ્રિયમ ગર્ગ અને અબ્દુલ સમદ જેવા યુવાઓને પોતાના કેરીયરના સૌથી મોટા પડકારમાંથી ગુજરવાનુ છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

 

 

Next Article