T-20: ધુંઆધાર બેટ્સમેન પોલાર્ડે જણાવ્યા, હાર્દીક અને કૃણાલ પંડ્યા સાથેના સંબધો

|

Jan 18, 2021 | 7:53 AM

મુંબઇ ઇન્ડિયન્સ લગાતાર T-20 લીગ મેચ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યુ છે. સિઝન 2019 માં પણ ટાઇટલ હાંસલ કર્યુ હતુ અને તે અત્યાર સુધીમાં ટુર્નામેન્ટને જીતવામાં ચાર વાર સફળ રહ્યુ છે. વર્ષ 2020 ની સિઝનમાં પણ તે ફાઇનલ પ્રવેશ કરી ચુક્યુ છે. લીગ સ્ટેઝમાં પણ ટીમે શાનદાર પ્રદર્શન કરીને પોઇન્ટ ટેબલમાં ટોપર રહ્યુ હતુ, સાથે […]

T-20: ધુંઆધાર બેટ્સમેન પોલાર્ડે જણાવ્યા, હાર્દીક અને કૃણાલ પંડ્યા સાથેના સંબધો

Follow us on

મુંબઇ ઇન્ડિયન્સ લગાતાર T-20 લીગ મેચ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યુ છે. સિઝન 2019 માં પણ ટાઇટલ હાંસલ કર્યુ હતુ અને તે અત્યાર સુધીમાં ટુર્નામેન્ટને જીતવામાં ચાર વાર સફળ રહ્યુ છે. વર્ષ 2020 ની સિઝનમાં પણ તે ફાઇનલ પ્રવેશ કરી ચુક્યુ છે. લીગ સ્ટેઝમાં પણ ટીમે શાનદાર પ્રદર્શન કરીને પોઇન્ટ ટેબલમાં ટોપર રહ્યુ હતુ, સાથે જ પ્લેઓફ અને ફાઇનલ બંનેમાં સૌ પ્રથમ સ્થાન બનાવનારી ટીમ પણ વર્તમાન સિઝનમાં મુંબઇ જ રહ્યુ છે. ટીમના ખેલાડીઓ પણ તેને લઇને ખુબ જ ગર્વ અનુભવી રહ્યા છે. આ દરમ્યાન જ હવે સિઝનના અંતિમ પડાવની આખરી મેચ એટલે કે ફાઇનલ મેચ જ બાકી રહેતા ખેલાડીઓ એ પણ મેચ જીતીને જુદા પડવાનો સમય આવ્યો છે. આવા સમયે મુંબઇ ઈન્ડિયનના આક્રમક બેટ્સમેન પોલાર્ડે પણ કેટલીક વાતો કરી છે.

 

મુંબઇ ઇન્ડિયન્સ ના આક્રમક બેટ્સમેન કીરોન પોલાર્ડે કેટલીક વાતો ટીમના પંડ્યા બ્રધર્સ માટે કરી છે. એટલે કે કૃણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યા સાથે તેમના સંબંઘોને લઇને વાત કરી છે. પંડ્યા બંધુઓના સાથે સંબંધ સાંસ્કૃતીક સીમાઓથી ઉપર છે. જો કે વિસ્ફોટક બેટીંગ આ સમાનતાઓમાંથી એક છે, જેને લઇ તેઓ આપસમાં એક બીજાથી વાત કરે છે. ગત ચેમ્પિયન્સ મુંબઇ ઇન્ડિયન્સ છઠ્ઠી વાર ટી-20 લીગની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યુ છે. આ અભિયાનમાં આ ત્રણેય ખેલાડીઓએ પણ મહત્વપુર્ણ ભુમિકા નિભાવી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મુંબઇ ઇન્ડિયન્સે ટ્વીટર હેન્ડલ પર જારી કરેલા એક વિડીયોમાં વેસ્ટ ઇન્ડિઝના આ દિગ્ગજ ખેલાડીએ કહ્યુ છે કે, જેમ કે હું હંમેશા કહુ છુ કે અમારી પાસે હાર્દિક પંડ્યા છે, અને તેના થી પણ સમજદાર પંડ્યા (કૃણાલ) છે. અમારો મેદાનથી બહાર જે સંબંધ છે, તે અમે ક્રિકેટના મેદાનમાં લઇને જઇ એ છે. આ ખેલાડીએ કહ્યુ છે કે, બીજાને મદદ કરવાના મામલામાં અમે એજ પ્રકારની ભાવનાઓને દર્શાવીએ છીએ, જેવા અમે છીએ. પોલાર્ડના મુજબ આત્મવિશ્વાસ અને ખુદનુ સમર્થન કરવાના મામલામાં તે અને હાર્દિક એક સમાન છે. બંને મોટા શોટ ખાસ કરીને છગ્ગા લગાવવાની ક્ષમતાને માટે જાણીતા છે.

મુંબઇ ઇન્ડિયન્સ ના વાઇસ કેપ્ટન પોલાર્ડ એમ પણ કહે છે કે, પંડ્યા બંધુઓ ખુલ્લા મનના છે અને પોતાની વાતને રજુ કરવામાં જાણીતા છે. હાર્દિક જે રીતે પોતાની સમર્થન કરે છે અને જેવો આત્મવિશ્વાસ દર્શાવે છે, તે મારા થી ઘણો જ મળતો છે. પોલાર્ડે વર્તમાન સિઝનમાં અત્યાર સુધીમાં 259 રન બનાવ્યા છે, જ્યારે હાર્દિકે 278 રન બનાવ્યા છે. જમાં 25 છગ્ગા સામેલ છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 8:43 am, Mon, 9 November 20

Next Article