T-20: કોહલીના સ્ટ્રાઇક રેટ પર વિરેન્દ્ર સહેવાગે ઉઠાવ્યા સવાલ, કહ્યુ મુસીબતમાં મુકાઇ જાય છે ટીમ

|

Nov 05, 2020 | 11:41 PM

  ટી-20 લીગમાં વિરાટ કોહલીનુ બેટ એત્યાર સુધીમાં તે પ્રમાણે નથી ચાલ્યુ, જે પ્રમાણે તે જાણીતો છે. વિરાટ કોહલી આ સિઝનમાં પોતાની ઇનીંગ્સને પણ તબદીલ કરવામા નાકામિયાબ નિવડ્યો છે. ટીમ ઇન્ડિયાના પુર્વ ઓપનર બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે વિરાટ કોહલીના સ્ટ્રાઇક રેટ પર સવાલ ઉઠાવ્યા છે. અને કહ્યુ છે કે તેના કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ આ […]

T-20: કોહલીના સ્ટ્રાઇક રેટ પર વિરેન્દ્ર સહેવાગે ઉઠાવ્યા સવાલ, કહ્યુ મુસીબતમાં મુકાઇ જાય છે ટીમ

Follow us on

 

ટી-20 લીગમાં વિરાટ કોહલીનુ બેટ એત્યાર સુધીમાં તે પ્રમાણે નથી ચાલ્યુ, જે પ્રમાણે તે જાણીતો છે. વિરાટ કોહલી આ સિઝનમાં પોતાની ઇનીંગ્સને પણ તબદીલ કરવામા નાકામિયાબ નિવડ્યો છે. ટીમ ઇન્ડિયાના પુર્વ ઓપનર બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે વિરાટ કોહલીના સ્ટ્રાઇક રેટ પર સવાલ ઉઠાવ્યા છે. અને કહ્યુ છે કે તેના કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ આ સિઝનમાં મુસીબતમાં ફંસાતી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કોહલીએ આ સિઝનમાં અત્યાર સુધીમાં રમેલી 14 મેચોમાં 460 રન બનાવ્યા છે. જોકે તેનો સ્ટ્રાઇક રેટ ફક્ત 122.01 નો રહ્યો છે. આ દરમ્યાન વિરાટ કોહલીએ ત્રણ વાર અર્ધ શતક લગાવ્યા છે. સહેવાગે એક ક્રિકેટ સમાચાર સંસ્થા સાથે વાત ચીત દરમ્યાન કહ્યુ છે કે, વિરાટ કોહલીએ પોતાનો ગીયર જલ્દી બદલવાની જરુર છે. તે 20 થી 25 બોલ રમવા માટે લઇ લે છે, રમતનો ગીયર બદલવા માટે. આ દરમ્યાન જો તે આઉટ થઇ જાય છે તો ટીમ મુસીબતમાં મુકાઇ જાય છે. આ જ પ્રકારની સ્થિતી થઇ હતી, દિલ્હી કેપીટલ્સ સામેની મેચમાં. જો તે આઉટ નહી થયો હોત તો તે 40 બોલમાં 70 કે 80 રનની ઇનીંગ રમી શકતો. જેના કારણે બેંગ્લોરની ટીમ એક સન્માનજનક સ્કોર પર પહોંચી શકી હોત. તે જ્યારે જલ્દી આઉટ થયો ત્યારે તેનો સ્ટ્રાઇક રેટ ફક્ત 110-120 નો હતો. જે સ્ટ્રાઇક રેટ કંઇ ખાસ નહોતો અને તેના પછી ટીમ પરેશાનીમાં મુકાઇ ગઇ હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ની ટીમ ટી-20 લીગમાં પ્લેઓફમાં જગ્યા બનાવી ચુકી છે અને તેણે એલિમિનેટર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મેદાનમાં ઉતરવાનુ છે. જોકે વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં રમી રહેલી બેંગ્લોરની ટીમે પાછલી ચાર મેચમાં લગાતાર હાર સહન કરી છે. ટીમે તેની આખરી મેચમાં દિલ્હી કેપીટલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 11:40 pm, Thu, 5 November 20

Next Article