T-20: રાજસ્થાન સામે દિલ્હીએ 7 વિકેટ ગુમાવીને 161 રનનો સ્કોર કર્યો, ધવન અને ઐયરના અર્ધ શતક, જોફ્રા આર્ચરની 3 વિકેટ

|

Oct 14, 2020 | 9:56 PM

ટી-20 લીગની 13 મી સિઝનની 30 મેચ દિલ્હી કેપીટલ્સ અને રાજસ્થાન રોયલ્સ સામે રમાઇ. મેચમાં દિલ્હી કેપીટલ્સે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરી. પ્રથમ ઇનીંગ્સમાં દિલ્હીની શરુઆત સારી ન હતી. પૃથ્વી શો ઇનીંગ્સના પ્રથમ બોલ પર જ આઉટ થયો. અજીંક્ય રહાણે પણ બે જ રને આઉટ થયો. બાદમાં કેપ્ટન ઐયર અને શિખર ધવને પારીને સંભાળી. ધવને […]

T-20: રાજસ્થાન સામે દિલ્હીએ 7 વિકેટ ગુમાવીને 161 રનનો સ્કોર કર્યો, ધવન અને ઐયરના અર્ધ શતક, જોફ્રા આર્ચરની 3 વિકેટ

Follow us on

ટી-20 લીગની 13 મી સિઝનની 30 મેચ દિલ્હી કેપીટલ્સ અને રાજસ્થાન રોયલ્સ સામે રમાઇ. મેચમાં દિલ્હી કેપીટલ્સે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરી. પ્રથમ ઇનીંગ્સમાં દિલ્હીની શરુઆત સારી ન હતી. પૃથ્વી શો ઇનીંગ્સના પ્રથમ બોલ પર જ આઉટ થયો. અજીંક્ય રહાણે પણ બે જ રને આઉટ થયો. બાદમાં કેપ્ટન ઐયર અને શિખર ધવને પારીને સંભાળી. ધવને સિઝનની બીજી અર્ધ શતક ફટકારી. જ્યારે ઐયરે પણ અર્ધ શતક નોંધાવી.  20 ઓવરના અંતે દિલ્હી કેપીટલ્સે 7 વિકેટે 161 રનનો સ્કોર કર્યો.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

દિલ્હીની બેટીંગ

પ્રથમ બોલે જ ક્લીન બોલ્ડ થતા પૃથ્વી શો એ દિલ્હીની પ્રથમ વિકેટ ગુમાવી હતી.  ત્યાર બાદ અજીંક્ય રહાણે પણ  માત્ર બે જ રન કરીને પેવેલીયન પરત ફર્યો. કેપ્ટન શ્રેયસ ઐયર અને શિખર ધવને દિલ્હીની પારીને સંભાળી. શિખર ધવને ઝડપી રમત રમી 33 બોલમાં 57 રન કર્યા . જ્યારે શ્રેયસે 43 બોલમાં 53 રન કર્યા. માર્કસ સ્ટોઇનીશ પણ 19 બોલમાં 18 રન કરીને જોફ્રા આર્ચરનો ત્રીજો શિકાર બન્યો. એલેક્સ કેરીએ 14 અને અક્ષર પટેલે સાત રન કર્યા.

રાજસ્થાન રોયલ્સ

બોલીંગની બાબતમાં રાજસ્થાનમાં દમ જોવા મળ્યો. જોફ્રા આર્ચરે ઇનીંગ્સના પ્રથમ બોલે જ મોટો ઝટકો દીલ્હીને આપ્યો. પૃથ્વીને પ્રથમ બોલે જ ક્લીન બોલ્ડ કર્યો. જોફ્રા આર્ચરે ત્રણ વિકેટ ઝડપી. તેણે 4 ઓવરમાં 19 રન આપ્યા. જયદેવ ઉનડકટે ત્રણ ઓવરમાં 32 રન સાથે બે વિકેટ ઝડપી. શ્રેયસ ગોપાલે 4 ઓવરમાં 31 રન આપીને એક વિકેટ ઝડપી. કાર્તિક ત્યાગીએ એક વિકેટ ઝડપી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

Next Article