T-20: પંજાબના રાહુલને પેવેલીયન મોકલવા મુંબઇની યોજના છે તૈયાર, મુંબઇના કોચે કહ્યુ, ટકી જશે તો પણ રન બનાવવા મુશ્કેલ કરી દઈશું

|

Oct 01, 2020 | 12:00 PM

T-20 લીગ ના ગુરુવારના મુકાબલાને લઇને કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઇ ઇન્ડીયન્સ બંને તમામ તૈયારીઓ સાથે મેદાનમાં ઉતરશે. આ દરમ્યાન મુંબઇના કોચ શેન બોન્ડનુ નિવેદન સામે આવ્યુ છે. તેમનુ કહેવુ છે કે રાહુલને રોકવા માટે તેમની પાસે છે ખાસ યોજના. પંજાબનો કેપ્ટન રાહુલ સતત સારુ પ્રદર્શન કરી રહ્યો છે, જે ઓરેન્જ કેપની દોડમાં સતત ટોપ […]

T-20: પંજાબના રાહુલને પેવેલીયન મોકલવા મુંબઇની યોજના છે તૈયાર, મુંબઇના કોચે કહ્યુ, ટકી જશે તો પણ રન બનાવવા મુશ્કેલ કરી દઈશું

Follow us on

T-20 લીગ ના ગુરુવારના મુકાબલાને લઇને કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઇ ઇન્ડીયન્સ બંને તમામ તૈયારીઓ સાથે મેદાનમાં ઉતરશે. આ દરમ્યાન મુંબઇના કોચ શેન બોન્ડનુ નિવેદન સામે આવ્યુ છે. તેમનુ કહેવુ છે કે રાહુલને રોકવા માટે તેમની પાસે છે ખાસ યોજના.

પંજાબનો કેપ્ટન રાહુલ સતત સારુ પ્રદર્શન કરી રહ્યો છે, જે ઓરેન્જ કેપની દોડમાં સતત ટોપ કરી રહ્યો છે. રાહુલે અત્યાર સુધીમાં ત્રણ મેચ રમી છે અને તેમાં તેના નામે 222 રન છે. રાહુલની સરેરાશ 111 છે, જ્યારે અત્યાર સુધીમા તે એક શતક અને એક અર્ધ શતક પોતાના નામે કરી ચુક્યો છે. જોકે આજે મુંબઇ સામે તેણે ક્રિઝ પર એક અલગ જ તૈયારી સાથે ઉતરવુ પડશે. કારણ કે મુંબઇ ઇન્ડીયન્સના કોચ શેન બોન્ડે તેના બોલરો સાથે રાહુલને આઉટ કરવા માટે ખાસ પ્લાન તૈયાર કર્યો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

બોન્ડનુ કહેવુ છે કે, કેએલ રાહુલ એક શાનદાર ખેલાડી છે, જે તમામ દિશાઓમાં રન ફટકારે છે. પરંતુ ગુરુવારની મેચમાં અમે તેને શરુઆતની ઓવર દરમ્યાન જ આઉટ કરી દેવા માટેની કોશીષ કરીશુ. અમે અમારા બોલર્સ સાથે આ માટે ખાસ પ્લાન તૈયાર કર્યો છે. બોન્ડનુ માનવુ છે. રાહુલ વચ્ચેની ઓવરોમાં મોટાભાગે થોડોક સમય લે છે. આવામાં એમારી પાસે તે એક મોકો હશે કે અમે એને ટકી રહેવા દઇએ નહી અને આઉટ કરી લઇએ. બોન્ડ કહે છે કે, જો રાહુલ કોઇ રીતે ટકી રહેવા માટે કામીયાબ બની જાય છે તો, અમારા બોલર્સ તમામ રીતે પ્રયાસ કરશે. રાહુલ જે એરીયામાં વધુ રન બનાવે છે તે એરીયામાં અમે તેને રન ના બનાવવા દઇએ. અમારી પાસે એવા કેટલાક શાનદાર બોલર્સ છે, જે પંજાબના બેટસમેનોને મોટો સ્કોર બનાવતા પહેલા જ રોકી લેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 11:59 am, Thu, 1 October 20

Next Article