ટી-20 લીગ: મુંબઈના ઓપનરની ધમાકેદાર બેટિંગથી ચેન્નાઈ સામે 10 વિકેટથી મેળવી જીત

|

Oct 23, 2020 | 10:55 PM

ટી-20 ક્રિકેટની આજે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ યોજાઈ હતી. પ્રથમ ટોસ જીતીને મુંબઈ ઈન્ડીયન્સે પ્રથમ બોલિંગ સ્વીકારી હતી. શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ચેન્નાઈના બેટ્સમેનો આજે સુપર ફ્લોપ નિષ્ફળ નિવડ્યા હતા. ઓપનર રુતુરાજ ગાયકવાડ શૂન્ય અને ડુ પ્લેસીસ 7 રન કરી શક્યા હતા. આ ઉપરાંત મધ્યમ ક્રમમા પણ રાયડુ અને જગદીશન […]

ટી-20 લીગ: મુંબઈના ઓપનરની ધમાકેદાર બેટિંગથી ચેન્નાઈ સામે 10 વિકેટથી મેળવી જીત

Follow us on

ટી-20 ક્રિકેટની આજે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ યોજાઈ હતી. પ્રથમ ટોસ જીતીને મુંબઈ ઈન્ડીયન્સે પ્રથમ બોલિંગ સ્વીકારી હતી. શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ચેન્નાઈના બેટ્સમેનો આજે સુપર ફ્લોપ નિષ્ફળ નિવડ્યા હતા. ઓપનર રુતુરાજ ગાયકવાડ શૂન્ય અને ડુ પ્લેસીસ 7 રન કરી શક્યા હતા. આ ઉપરાંત મધ્યમ ક્રમમા પણ રાયડુ અને જગદીશન બંને શૂન્ય અને બે રન કરીને પરત ફર્યા હતા. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ 16 રન જોડ્યા હતા. જ્યારે રવિન્દ્રસિંહ જાડેજાએ સાત રન કર્યા હતા. આમ આખરે ચેન્નાઈ સુપર કિંગ્સ સ્કોર 100 રનને પાર કરી ગયું હતું. ચેન્નાઇ સુપરકિંગ્સે નવ વિકેટ ગુમાવી 114 રન કર્યા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સના બંને ઓપનર બેટ્સમેનોએ અણનમ ભાગીદારી વડે લક્ષ્યાંકને પાર પાડ્યું હતું. ડિકોકે 37 બોલમાં 46 રન અને ઈશાન કિશનને 37 બોલમાં 68 રનની પારી રમી હતી. આમ એક પણ વિકેટ ગુમાવ્યા વગર ચેન્નાઈ સામે સરળતાથી મુંબઈ ઈન્ડિયન્સે જીત મેળવી લીધી હતી. આ જીત સાથે જ મુંબઇ ઇન્ડિયન્સને હવે playoff માટે દાવેદારી વધી ચૂકી છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article