T-20 Final: મુંબઇ ઇન્ડિયન્સે 5મી વાર ટાઇટલ જીત્યુ, રોહિતના 68 રનની કેપ્ટન ઇનીંગ અને બોલ્ટની 3 વિકેટે મુંબઇને જીત અપાવી

|

Nov 10, 2020 | 11:18 PM

ટી-20 લીગની ની 13 મી સિઝનની ફાનલ મેચ દુબઇના આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ ખાતે રમાઇ . મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી. મુંબઇ એ પાંચમી વાર ટાઇટલ જીતવામાં સફળતા મેળવી છે. વર્ષ 2013,2015,2017 અને 2019માં અગાઉ પણ મુંબઇ ટુર્નામેન્ટ જીતી ચુક્યુ છે. દિલ્હી પ્રથમ વાર ફાઇનલ સુધી પહોંચી ઉપવિજેતા થઇ હતી.દિલ્હીના કેપ્ટન શ્રેયસ […]

T-20 Final: મુંબઇ ઇન્ડિયન્સે 5મી વાર ટાઇટલ જીત્યુ, રોહિતના 68 રનની કેપ્ટન ઇનીંગ અને બોલ્ટની 3 વિકેટે મુંબઇને જીત અપાવી

Follow us on

ટી-20 લીગની ની 13 મી સિઝનની ફાનલ મેચ દુબઇના આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ ખાતે રમાઇ . મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી. મુંબઇ એ પાંચમી વાર ટાઇટલ જીતવામાં સફળતા મેળવી છે. વર્ષ 2013,2015,2017 અને 2019માં અગાઉ પણ મુંબઇ ટુર્નામેન્ટ જીતી ચુક્યુ છે.

દિલ્હી પ્રથમ વાર ફાઇનલ સુધી પહોંચી ઉપવિજેતા થઇ હતી.દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ બેટીંગનો નિર્ણય કર્યો. દિલ્હી કેપીટલ્સે 20 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવીને 156 રનનો સ્કોર કર્યો. મુંબઇએ 5 વિકેટે 18.4 ઓવરમાં જ લક્ષ્યાંકને સર કરીને ટુર્નામેન્ટને જીતી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

મુંબઇ ઇન્ડિયન્સની બેટીંગ.

મુંબઇની ટીમે ઓપનીંગ બેટ્સમેન અને ટીમના કેપ્ટન રોહિત શર્માએ અર્ધશતક લગાવ્યુ, રોહિતે 51 બોલમાં 68 રનની મહત્વની ઇનીંગ રમી. ટીમે પ્રથમ વિકેટ ક્વિન્ટન ડિકોકની 12 બોલમાં 20 રન કરીને ગુમાવી. પ્રથમ વિકેટ ગુમાવવા દરમ્યાન ટીમ 45 રનના સ્કોર પર હતી.

 

ત્યારબાદ 90 રનના સ્કોર પર સુર્યકુમાર યાદવની વિકેટ રન આઉટના સ્વરુપમાં ગુમાવી. યાદવે 20 બોલમાં 19 રન કર્યા. કિરોન પોલાર્ડે 4 બોલમાં નવ રન કરીને બોલ્ડ થયો. ઇશાન કિશને 19 બોલમાં 33 રન અણનમ કર્યા હતા.

દિલ્હી કેપીટલ્સની બોલીંગ.

દિલ્હીના બોલરો આજે મહત્વની મેચમાં જ વિકેટો ઝડપી શક્યા નહોતા. માર્કસ સ્ટોઇનીશે એક વિકેટ ઝડપી હતી. તેણે ડીકોકને આઉટ કર્યો હતો.એનરિચ નોર્ત્ઝે એ એક વિકેટ ઝડપી હતી. જ્યારે કાગીસો રબાડાએ ત્રણ ઓવરમાં 32 રન આપીને એક વિકેટ ઝડપી હતી. તેણે સિઝનમાં આ 30 મી વિકેટ ઝડપી હતી.

 

રવિચંદ્રન અશ્વિને ચાર ઓવરમાં 28 રન આપી કરકસરતા કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ તે પણ વિકેટ ઝડપી શક્યો નહોતો.

દિલ્હી કેપીટલ્સની બેટીંગ.

પ્રથમ બેટીંગ કરવાનુ ટોસ જીતીને પસંદ કરનાર દિલ્હીની ટીમ વતી ઓપનર માર્કસ સ્ટોઇનીશને ટ્રેન્ટ બોલ્ટે શિકાર કર્યો હતો. ઇનીંગના પ્રથમ બોલ પર જ દિલ્હીએ તેની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ટ્રેન્ટની આગળની ઓવરમાં અજીંક્ય રહાણેને પણ પેવેલીયન મોકલી દીધો.

રહાણે માત્ર બે રન બનાવીને આઉટ થયો હતો.શિખર ધવન પણ 13 બોલમાં 15 રન કરીને જયંત યાદવના બોલ પર કલીન બોલ્ડ થયો. આમ 22 રનના સ્કોર પર જ 3 વિકેટ ગુમાવી દીધી. જોકે મુશ્કેલ સ્થિતીમાં ઋષભ પંત અને કેપ્ટન શ્રેયસ ઐયરે સ્થિતીની સંભાળીને મહત્વની ભાગીદારી નિભાવી.

પંતે તેની 12 મુ અર્ધશતક લગાવ્યુ હતુ. 34 બોલમાં 56 કરીને તે આઉટ થયો હતો. કેપ્ટન શ્રેયસ ઐયર અંત સુધી ક્રિઝ પર રહીને 50 બોલમાં 65 રન ની શાનદાર પારી રમી હતી.

 

મુંબઇ ઇન્ડિયન્સની બોલીંગ.

ટ્રેન્ટ બોલ્ટે ઇનીંગના પહેલા બોલે જ સ્ટોઇનીશની મહત્વની વિકેટ ઝડપી. બાદમાં રહાણેને પણ શિકાર બનાવ્યો, બાદમાં હેયટમેરને પણ ઝડપથી આઉટ કરીને 4 ઓવરમાં 3 વિકેટ ઝડપી. નાથનકુલ્ટરે 2 વિકેટ ઝડપી હતી. જયંત યાદવે ધવનને ક્લીન બોલ્ડ કરી 1 વિકેટ ઝડપી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

 

Next Article