Football : સુનીલ છેત્રીનો 92મો આંતરરાષ્ટ્રીય ગોલ, ભારત-કુવૈત વચ્ચેની મેચ 1-1થી ડ્રો થઈ

સૈફ ચેમ્પિયનશિપ 2023માં ભારત અને કુવૈત વચ્ચે રમાયેલી મેચ 1-1ની બરાબરી પર સમાપ્ત થઈ હતી અને આ સાથે જ કુવૈત ગ્રુપ-Aમાં ટોચ પર રહ્યું હતું.

Football : સુનીલ છેત્રીનો 92મો આંતરરાષ્ટ્રીય ગોલ, ભારત-કુવૈત વચ્ચેની મેચ 1-1થી ડ્રો થઈ
India vs Kuwait
| Edited By: | Updated on: Jun 28, 2023 | 12:01 AM

બેંગલુરુના કાંતિરવા સ્ટેડિયમમાં ભારત અને કુવૈત વચ્ચે રમાયેલી આ રોમાંચક મેચ 1-1ની બરાબરી પર સમાપ્ત થઈ હતી. કેપ્ટન સુનીલ છેત્રીના નેતૃત્વમાં SAFF ચેમ્પિયનશિપ 2023માં ભારતીય ટીમનું અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. આ મેચના પરિણામની અસર પોઈન્ટ ટેબલ પર જોવા મળશે નહીં, કારણ કે બંને ટીમોએ સેમિફાઈનલ માટે પોતાનું સ્થાન પહેલેથી જ નિશ્ચિત કરી ચૂકી છે.

સુનીલ છેત્રીનો કરિયરનો 92મો ગોલ

કુવૈત સામેની મેચમાં ભારતીય ફૂટબોલ ટીમ તરફથી શાનદાર શરૂઆત જોવા મળી હતી. આ મેચની 45મી મિનિટે કેપ્ટન સુનીલ છેત્રીએ પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરનો 92મો ગોલ કર્યો હતો, જેના કારણે ભારતીય ટીમે પહેલા હાફના અંતે મેચમાં 1-0ની સરસાઈ મેળવીને પોતાની સ્થિતિ મજબૂત કરી હતી.

અનવર અલીનો શાનદાર ગોલ

બીજા હાફની શરૂઆત સાથે જ બંને ટીમના ખેલાડીઓ વચ્ચે મેદાનમાં બોલાચાલી થઈ હતી. આ દરમિયાન મેચ રેફરીએ કુવૈતના હમાદ અલ કલાફ અને ભારતના રહીમ અલીને રેડ કાર્ડ બતાવ્યા હતા. આ પછી 8 મિનિટના ઈન્જરી ટાઈમમાં બંને ટીમો 10-10 ખેલાડીઓ સાથે મેદાન પર રમતી જોવા મળી હતી.

આ પણ વાંચોઃ ICC Wolrd Cup 2023: વર્લ્ડ કપના શેડ્યૂલથી પંજાબ અને મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિયેશન નારાજ

કુવૈત પોઈન્ટ ટેબલમાં ટોપ પર

આ દરમિયાન કુવૈતના કાઉન્ટર એટેકમાં બોલને બચાવતા ભારતના અનવર અલીએ પોતાના જ ગોલ પોસ્ટમાં ગોલ ફટકાર્યો હતો. આનાથી કુવૈતને મેચ 1-1થી બરાબર કરવાની તક મળી હતી. મેચ સમાપ્ત થયા પછી, જો આ સ્કોર સમાન રહ્યો તો કુવૈતની ટીમ ગ્રુપમાં પ્રથમ સ્થાન મેળવવામાં સફળ રહી. ગ્રુપ સ્ટેજમાં વધુ ગોલ કરવાના કારણે કુવૈતની ટીમ પ્રથમ સ્થાન મેળવવામાં સફળ રહી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 11:59 pm, Tue, 27 June 23