Eid al Adha : સ્ટાર ક્રિકેટરોએ કરી ઈદની ઉજવણી, શમીએ ટ્વિટ કરી આપ્યો ખાસ મેસેજ

|

Jun 29, 2023 | 7:30 PM

આજે વિશ્વ ભરમાં ઈદ-ઉલ-અધાની ઉજવણી કરવામાં આવી રહી છે, આ ખાસ અવસર પર અનેક સ્ટાર ક્રિકેટરોએ ફેન્સને ઈદના તહેવારની શુભકામનાઓ પાઠવી હતી.

Eid al Adha : સ્ટાર ક્રિકેટરોએ કરી ઈદની ઉજવણી, શમીએ ટ્વિટ કરી આપ્યો ખાસ મેસેજ
cricketers celebrated Eid

Follow us on

ઈદના પવિત્ર તહેવારને લઈ ભારત સહિત વિશ્વ ભરના અનેક સ્ટાર ક્રિકેટરોએ તેમના ચાહકોને સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ખાસ મેસેજ શેર કર્યો હતો. ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ મહોમ્મદ શમી, ઉમરાન મલિક, આવેશ ખાન સહિતના ખેલાડીઓએ આ અવસર પર ફોટો શેર કર્યા હતા.

મહોમ્મદ શમીએ કરી ઈમોશનલ પોસ્ટ

સ્ટાર ભારતીય ફાસ્ટ બોલર મહોમ્મદ શમીએ ખાસ મેસેજ ટ્વિટર પર શેર કર્યો હતો અને સૌને ઈદની શુભેચ્છા આપી હતી. આ અવસર પર શમીએ ભાવુક મેસેજ શેર કર્યો હતો. તેણે સાદગીથી તહેવાર ઉજવ્યો હતો અને તેની પુત્રી તથા ભાઈ સાથેનો ખાસ ફોટો પણ શેર કર્યો હતો.

રાશિદ ખાને ઈદની શુભેચ્છા પાઠવી

ગુજરાત ટાયટન્સના ખેલાડી અને અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાને પણ બકરી ઈદની શુભેચ્છા પાઠવી હતી. અફઘાન સ્પિનરે પોતાના ​​ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટ પર ખાસ પોસ્ટ શેર કરી હતી. તેણે ફોટો પોસ્ટ કરી નીચે કેપ્શનમાં ‘દરેકને ઈદ મુબારક’ લખ્યું હતું. રાશિદ પરંપરાગત પોશાકમાં સજ્જ જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ Prithvi Shaw-Sapna Gill : પૃથ્વી શૉ-સપના ગિલ વચ્ચે તે દિવસે શું થયું, Video આવ્યો સામે

પરંપરાગત પોશાકમાં સ્ટાર ખેલાડીઓ

રાશિદ ખાન, મોહમ્મદ શમી અને કેટલાક ટોચના ક્રિકેટરો 29 જૂનના રોજ ઈદની ઉજવણી કરી હતી. બકરી ઈદ પર મહોમ્મદ શમી, ઉમરાન મલિક, આવેશ ખાન, રાશિદ ખાને સહિતના સ્ટાર ખેલાડીઓ પરંપરાગત પોશાકમાં સજ્જ જોવા મળ્યા હતા. આ શુભ દિવસે તેમણે પરિવારજનો અને મિત્રો સાથે સમય વિતાવી તહેવારની ઉજવણી કરી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article